પેટ્રોલિંગ બોટ સહાય યોજના : પેટ્રોલિંગ બોટની ખરીદી પર રૂ. 2.50 લાખ સુધીની મળશે સહાય

WhatsApp Group Join Now

Telegram Group Join Now

ikhedut પોર્ટલ પર ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજના તથા મત્સ્યપાલનની યોજનાઓ ચાલે છે. જેમાં Department of Fisheries દ્વારા ઘણી બધી યોજનાઓ ચાલે છે. જેવી કે ગિલનેટ સહાય યોજના, તળાવ સુધારણા, નવા મત્સ્ય તળાવોના બાંધકામ, પેટ્રોલિંગ બોટ વગેરે 55 થી વધુ યોજનાઓ ચાલે છે. પ્રિય વાંચકો આજે પેટ્રોલિંગ બોટ સહાય યોજના વિશે માહિતી આપીશું. જેમાં પેટ્રોલિંગ બોટ સહાય મેળવવા કેવી રીતે અરજી કરવી, ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ વગેરે માહિતી મેળવીશું.

પેટ્રોલિંગ બોટ સહાય યોજના

Gujarat Fisheries Aid Scheme દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. મત્સ્ય ઉછેર કરતા માછીમારોને આ યોજનાની સહાય આપવામાં આવે છે. મત્સ્ય ઉછેર કરતા 200 હેકટરથી વધુ FRL ધરાવતા જળાશય માટે આ યોજનાનો લાભ આપવાનો હેતુ રહેલો છે.

પેટ્રોલિંગ બોટ સહાય યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામ પેટ્રોલિંગ બોટ સહાય યોજના
ઉદ્દેશ્ય માછીમારોને પેટ્રોલિંગ બોટની
ખરીદી પર આર્થિક સહાય
લાભાર્થી ગુજરાતની માછીમારો
સહાયની રકમ પેટ્રોલિંગ બોટની ખરીદી ખર્ચના 50% અથવા
રૂપિયા 2.50 લાખ બેમાંથી જે ઓછું હોય
તેનો લાભ મળશે.
આ પણ વાંચો : મહિલા તાલીમાર્થી સ્ટાઇપેન્ડ યોજના : મહિલા તાલીમાર્થીઓને નિયમોનુસાર પ્રતિદિન 250 રૂપિયા વેતન આપવામાં આવશે

પેટ્રોલિંગ બોટ સહાય યોજનાની પાત્રતા

મત્સ્ય વિભાવ દ્વારા આ યોજનાની ઓનલાઇન અરજીઓ ikhedut portal પરથી સ્વીકારવામાં આવે છે. આ યોજનાની સહાય મેળવવા કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

 • મત્સ્ય પાલન કરવા માટે 200 હેકટરથી વધુ F.R.L ધરાવતા જળાશયના અરજદારને લાભ આપવામાં આવશે.
 • લાભાર્થીએ બોટ ખરીદવા માટે જિલ્લાની કચેરી ખાતે સૈદ્ધાંતિક મંજૂરી મેળવવાની રહેશે.
 • મંજૂરી મળ્યા બાદ જ બોટ ખરીદવાની રહેશે.
 • અરજદારે બોટની ખરીદી માન્ય થયેલા બોટ બિલ્ડીંગ યાર્ડ પાસેથી કરવાની રહેશે.
 • લાભાર્થીએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
 • આ યોજનાનો લાભ આજીવન એક જ વખત મળવાપાત્ર થશે.
 • ગુજરાતના નાગરિકોને આ યોજનાનો લાભ મળશે.
 • આંતર દેશીય માછીમાર કરતા અરજદારોને આ યોજનાનો લાભ મળશે.

યોજના હેઠળ મળવાપાત્ર લાભ

આંતરદેશીય મત્સ્યોદ્યોગ માટેની આ યોજનાનો લાભ Fisheries Department Gujarat દ્વારા આપવામાં આવે છે. આ યોજનામાં પેટ્રોલીંગ બોટની ખરીદીમાં સીધી સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ શું શું લાભ મળે તે નીચે મુજબ છે.

 • બોટની ખરીદી ખર્ચના 50% અથવા રૂપિયા 2.50 લાખ બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.
 • અનુસૂચિત જાતિના અરજદારના કિસ્સાઓમાં ખર્ચના 75% અથવા રૂપિયા 3.75 લાખ બંનેમાંથી જે ઓછું હોય તે લાભ મળે. આ લાભ મત્સ્ય પરિવહન વાહન માટે છે.
 • મત્સ્ય પરિવહન માત્ર ફોર વ્હીલર વાહનની ખરીદી કિંમતના 75% સહાય અથવા રૂપિયા 4.50 લાખ બેમાંથી જે ઓછું હોય તે મળશે.
 • મત્સ્ય પરિવહન માટે થ્રી વ્હીલ વાહનની ખરીદ કિંમતના 75% સહાય અથવા તો 1.50 લાખ બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.

આવશ્યક દસ્તાવેજ

ikhedut portal પર અલગ-અલગ યોજનાઓ ઓનલાઈન ચાલે છે. દરેક યોજનાના નિયમો અને પાત્રતા જુદી-જુદી હોય છે. આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.

 • અરજદારના આધારકાર્ડની નકલ (ફરજિયાત)
 • રેશનકાર્ડની નકલ
 • બેંક ખાતા પાસબુક
 • માછીમાર તરીકે રજીસ્ટેશન પ્રમાણપત્ર
આ પણ વાંચો : Gujarati kids Learning App : આ એપ દ્વારા બાળકો ઘરે બેઠા ગમ્મત સાથે મેળવી શકશે જ્ઞાન

અરજી કઈ રીતે કરવી

ગુજરાતના આંતરરાજ્યની માછીમારી સાથે જોડાયેલા નાગરિકોને આ યોજનાનો લાભ મળશે. આ યોજનાનો લાભ લેવા માટે ikhedut Portal પરથી ઓનલાઈન કરવાની રહેશે. અરજદાર દ્વારા યોજનાનો લાભ લેવા માટે કોઈપણ જગ્યાએથી ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.

 • તમારા મોબાઈલમાં સૌપ્રથમ Google ખોલીને “ikhedut portal” ટાઈપ કરવાનું રહેશે.
 • ત્યારબાદ ઓફિશિયલ વેબસાઈટ ikhedut portal ખોલવાની રહેશે..
 • હવે આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટ ખોલ્યા બાદ Home Page પર દેખાતા “યોજના” પર ક્લિક કરવું.
 • યોજના પર ક્લીક કર્યા બાદ “મત્સ્ય પાલન ની યોજનાઓ’ પર ક્લિક કરવાનું રહેશે.
 • અત્યારે હાલમાં “મત્સ્ય પાલનની યોજનાઓ” માં નંબર-19 પર ‘પેટ્રોલિંગ બોટ’ પર ‘અરજી કરો’ તેના પર ક્લિક કરવાનું રહેશે.
 • જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરાવેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
 • અરજદાર માછીમાર દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Image Code નાખીને અરજી કરવાની રહેશે.
 • અરજદારેએ ikhedut portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
 • હવે ‘નવી અરજી કરવા ક્લિક કરો’ પર Click કરવાનું રહેશે.
 • સંપૂર્ણ માહિતી ભર્યા બાદ “અરજી સેવ કરો” એના પર ક્લિક કરવાનું રહેશે.
 • સંપૂર્ણ ધ્યાનપૂર્વક વિગતો તપાસી અરજી Confirm કરવાની રહેશે. એકવાર અરજી કન્‍ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈપણ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
 • લાભાર્થીએ Online Application કર્યા બાદ પોતાની અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર સાઇટ Click Here
HomePage Click Here

Leave a Comment