મહિલા તાલીમાર્થી સ્ટાઇપેન્ડ યોજના : મહિલા તાલીમાર્થીઓને નિયમોનુસાર પ્રતિદિન 250 રૂપિયા વેતન આપવામાં આવશે

WhatsApp Group Join Now

Telegram Group Join Now

ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ઘણી કલ્યાણકારી યોજનાઓ ચાલે છે. જેમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગ દ્વારા અલગ-અલગ પ્રકારે અરજીઓ સ્વીકારવામાં આવે છે. જેમાં i-khedut portal પર બાગાયતી વિભાગ દ્વારા ખૂબ સરસ અને નાગારિકોને લાભ આપતી યોજના ચલાવવામાં આવે છે. જેમાં મફત છત્રી યોજના, વનબંધુ યોજના, પ્લગ નર્સરી યોજના વગેરે યોજનાના ઓનલાઈન ફોર્મ આઈ ખેડૂત પર સ્વીકારવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા Bagayati Vibhag તરફથી આપવામાં આવતી ‘મહિલાઓને મફત તાલીમ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

મહિલા તાલીમાર્થી સ્ટાઇપેન્ડ યોજના

Ikhedut Portal પર ઉપલબ્ધ આ યોજના બાગાયતી વિભાગની યોજના છે. આ યોજનામાં મહિલાઓને વિવિધ ફળ અને શાકભાજીમાંથી વિવિધ વસ્તુઓ કેવી રીતે બનાવવી તેની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમમાં જોડાનાર બહેનોને અથાણા, મુરબ્બા, શરબત, જેલી, કેચઅપ કે નેક્ટર વગેરે બનાવવાની તાલીમ આપવામાં આવશે. મહિલાઓને તાલીમ સાથે પ્રેક્ટિકલ પણ કરાવવામાં આવશે. બાગાયતી યોજનામાં ભાગ લેનાર મહિલાને સ્ટાઈપેન્‍ડ આપવામાં આવશે.

મહિલા તાલીમાર્થી સ્ટાઇપેન્ડ યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામ મહિલા તાલીમાર્થી સ્ટાઇપેન્ડ યોજના
ઉદ્દેશ મહિલાઓને તાલીમ આપીને આત્મનિર્ભર બનાવવા
લાભાર્થી ગુજરાતની તમામ મહિલાઓને
સહાયની રકમ મહિલા તાલીમાર્થીઓને નિયમોનુસાર
રૂ.250/- પ્રતિદિન સ્ટાઈપેન્‍ડ આપવામાં આવશે.
આ પણ વાંચો : પ્રધાનમંત્રી જન ધન યોજના 2023 : આ યોજના હેઠળ મફતમાં ખુલશે બેંકમાં ખાતું, જેમાં અનેક લાભોની મળશે સહાય

મહિલા તાલીમાર્થી સ્ટાઇપેન્ડ યોજનાનો હેતુ

ગુજરાતની મહિલાઓ બાગાયતી વિભાગની આ યોજના દ્વારા વિનામુલ્યે તાલીમ મેળવી શકે છે. આ યોજના મહિલાઓને હેઠળ વિવિધ ફળ અને શાકભાજીમાંથી વિવિધ વાનગીઓ બનાવતા શીખવવામાં આવશે. જેનો લાભ લઈને મહિલાઓ ગૃહઉદ્યોગ કરીને આત્મનિર્ભર બની શકે છે.

યોજનાની શરતો

 • લાભાર્થી મહિલા ગુજરાત રાજ્યની હોવી જોઈએ.
 • આ યોજના હેઠળ 5 દિવસની તાલીમ લેવાની રહેશે.
 • તાલીમ વર્ગમાં મહિલા તાલીમાર્થીઓની સંખ્યા ઓછામાં ઓછી 20 થશે ત્યારે ચાલુ થશે.
 • વધુમાં વધુ 50 બહેનોને એક સાથે આ તાલીમ આપવામાં આવશે.
 • આ યોજના હેઠળ તાલીમનો સમય દૈનિક ઓછામાં ઓછો 7 કલાકનો સમય આપવામાં આવશે.
 • મહિલા તાલીમાર્થી પાસે રેશનકાર્ડ હોવું જોઈએ.
 • લાભાર્થી પાસે બેંક એકાઉન્‍ટ હોવી જોઈએ.

યોજના હેઠળ મળવાપાત્ર લાભ

 • આ યોજના હેઠળ મહિલાઓને વિનામુલ્યે તાલીમ આપવામાં આવશે.
 • આ યોજના હેઠળ બાગાયતી પાકોના મૂલ્ય વર્ધન, કેનીંગ અને કિચન ગાર્ડન જેવા વિષય પર તાલીમ આપવામાં આવશે.
 • આ યોજના દ્વારા વિવિધ ફળો અને શાકભાજીમાં અલગ-અલગ પ્રકારની વાનગીઓ બનાવતા શીખવવામાં આવશે.
 • આ યોજના હેઠળ તાલીમ મેળવનાર મહિલાઓને સ્ટાઈપેંડ પેટે રૂપિયા 250 પ્રતિ દિન આપવામાં આવશે.
 • આ યોજના હેઠળ 5 દિવસની તાલીમ આપવામાં આવશે.

આવશ્યક દસ્તાવેજ

 • આધારકાર્ડની નકલ
 • ઓનલાઈન અરજી પ્રિન્‍ટ
 • રેશનકાર્ડની નકલ
 • દિવ્યાંગ ખેડૂત હોય તો માટે દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
 • બેંક ખાતાની નકલ
આ પણ વાંચો : Gujarati kids Learning App : આ એપ દ્વારા બાળકો ઘરે બેઠા ગમ્મત સાથે મેળવી શકશે જ્ઞાન

અરજી કઈ રીતે કરવી

મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડ યોજના હેઠળ લાભ લેવા માટે મહિલાઓને i-khedut પોર્ટલ પરથી Online Arji કરવાની રહેશે. મહિલાઓ આ યોજનાનો લાભ લેવા માટે કોઈપણ જગ્યાએથી ઓનલાઈન ફોર્મ ભરાવી શકશે. લાભાર્થીઓ જો કોમ્યુટરનું જ્ઞાન હોય તો જાતે પણ ઘરે બેઠા Online Application કરી શકે છે.

 • સૌપ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
 • ત્યારબાદ સત્તાવાર વેબસાઈટ ikhedut portal ખોલવાની રહેશે..
 • હવે આઈ ખેડૂત વેબસાઈટ ખોલ્યા બાદ Home Page પર દેખાતા “યોજના” પર ક્લિક કરવું.
 • યોજના પર ક્લિક કર્યા બાદ “બાગાયતી યોજનાઓ’ પર ક્લિક કરવાનું રહેશે.
 • જેમાં હાલ સમયમાં નંબર-44 પર ‘મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડ)’ પર ‘અરજી કરો’ પર ક્લિક કરો.
 • જો તમે Register અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
 • મહિલા દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ હોય તો aadhar card અને mobile no નાખ્યા બાદ Image Code નાખીને અરજી કરવાની રહેશે.
 • લાભાર્થીએ i-khedut portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
 • હવે ‘નવી અરજી કરવા ક્લિક કરો’ પર ક્લિક કરવાનું રહેશે.
 • સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી Save કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
 • સંપૂર્ણ ધ્યાનપૂર્વક વિગતો તપાસી અરજી Confirm કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
 • ખેડૂત લાભાર્થીએ Online Arji કર્યા બાદ પોતાની અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર સાઇટ Click Here
HomePage Click Here

Leave a Comment