ઇલેક્ટ્રીક બાઈક યોજના : આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સ્કુટરની ખરીદી પર મળશે સહાય

WhatsApp Group Join Now

Telegram Group Join Now

સમગ્ર વિશ્વમાં પ્રદુષણ દિન-પ્રતિદિન વધતું જાય છે. પર્યાવરણનું જતન અને ઉછેર કરવો આપણી નૈતિક જવાબદારી છે. પર્યાવરણ સાચવવા માટે પરંપરાગત ઉર્જાનો વપરાશ વધારવો ખૂબ જ જરૂરી છે. આ ઉદ્દેશને ધ્યાને લઈને જુદા-જુદા દેશો પ્રદુષણરહિત સાધનોનો આવિષ્કાર કરી રહ્યા છે. જેમાં બેટરી સંચાલિત સ્કૂટર, રીક્ષા અને કાર પણ દોડતી થયેલ છે. જેથી Gujarat Government દ્વારા Electric Scooter તથા e-rickshaw નો વપરાશ વધારી હવા શુદ્ધ રાખે તે માટે Gujarat Two Wheeler Scheme વાહનોની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે.

ઇલેક્ટ્રીક બાઈક યોજના

Climate Change Department, Government of Gujarat દ્વારા પર્યાવરણ પ્રદૂષણ ઘટાડવા માટે તથા બેટરી સંચાલિત અને ઈલેક્ટ્રીક વાહનોનો વપરાશ વધારવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજનાનું અમલીકરણ Gujarat Energy Development Agency – GEDA દ્વારા થાય છે.

Electric Vehicle Subsidy Gujarat યોજના મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણી દ્વારા 17 સપ્ટેમબર ના રોજ બહાર પાડવામાં આવી. આ Subsidy Scheme હેઠળ ધોરણ-9 થી 12 તથા કોલેજના વિદ્યાર્થીઓ માટે બેટરી સંચાલતિ દ્વિ-ચક્રી વાહનની ખરીદી પર 12,000 (બાર હજાર) આપવામાં આવશે. તેમજ નાગરિકો અને સંસ્થા માટે ત્રિ ચક્રી વાહન ખરીદી પર 48,000/- (અડતાળીસ) હજાર સબસીડી આપવામાં આવશે.

ઇલેક્ટ્રીક બાઈક યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામ ઇલેક્ટ્રીક બાઈક યોજના
વિભાગ આબોહવા પરિવર્તન વિભાગ
લાભાર્થી – 1 ધોરણ-9 થી 12 અથવા કોલેજના વિદ્યાર્થીઓ
લાભાર્થી – 2 વ્યક્તિ અને સંસ્થાઓ માટે
આ પણ વાંચો : ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના : આ યોજના અંતર્ગત માસિક 1 હજાર રૂપિયાની મળશે સહાય

ઇલેક્ટ્રીક બાઈક યોજનાની પાત્રતા

ગુજરાતના નાગરિકોને electric scooter અને e rickshaw ની ખરીદી પર સબસીડીની ચૂકવણી GEDA Gujarat Gov in Bike Yojana હેઠળ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે “ગુજરાત ઊર્જા વિકાસ એજન્‍સી“ દ્વારા લાભાર્થીઓની પાત્રતા નક્કી કરેલી છે, જે નીચે મુજબ છે.

  • લાભાર્થી ગુજરાતનો નાગરિક હોવો જોઈએ.
  • Gujarat two wheeler scheme રાજ્યના ધોરણ-9 અને 12 તથા કોલેજના વિદ્યાર્થીઓને જ મળવાપાત્ર થશે.
  • Three Wheeler Scheme રાજ્યના વ્યક્તિઓ અને સંસ્થાઓને મળવાપાત્ર જ થશે.

યોજનાનો લાભ

પર્યાવરણનું રક્ષન અને જતન કરવા માટે e-scooter અને e-rickshaw નો ઉપયોગ વધારવો જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને Battery Operated Two Wheeler Scheme 2021-22 અમલમાં મૂકવામાં આવી છે, જેમાં લાભાર્થીઓને વાહનોની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. આ યોજના શું લાભ મળે તેની વિગતો નીચે મુજબ છે.

  • આ યોજના હેઠળ ધોરણ-9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓને electric scooter ની ખરીદી પર 12,000/- સહાય આપવામાં આવશે.
  • વ્યક્તિ અને સંસ્થાઓ માટે Three Wheeler અથવા e rickshaw ની ખરીદી પર 48,000/- Subsidy આપવામાં આવશે.
  • Gujarat Electric e-Vehicle Scheme યોજના હેઠળ લાભાર્થીઓને સબસીડીની રકમ Direct Benefit Transfer (DBT) દ્વારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
  • આ યોજના અંતર્ગત લાભાર્થીઓને ઇલેક્ટ્રીક વાહનો આવજ વગરના આપવામાં આવશે.
  • આ યોજના માટે છોકરા અને છોકરીઓ બન્ને લાભ મળવાપાત્ર થશે.

આવશ્યક દસ્તાવેજ

  • વિદ્યાર્થીનું બોનાફાઈડ સર્ટીફિકેટ અથવા માર્કશીટ
  • શાળા/કોલેજની ફી ભર્યાની પહોંચ
  • લાભાર્થીનું આધારકાર્ડ
  • જાતિનું પ્રમાણપત્ર
  • બેંક ખાતાની નકલ
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • High speed battery operated two wheeler ની ખરીદી કરવાની હોય તો ડ્રાઈવીંગ લાઈસન્‍સ
આ પણ વાંચો : બેટી બચાઓ બેટી પઢાઓ યોજના : આ યોજના અંતર્ગત દીકરીઓ પણ બની શકશે ઓફિસર

ઇલેક્ટ્રીક વાહન માટે અરજી

આ યોજનાનો લાભ લેવા માટે Gujarat Energy Development Agency – GEDA ની ઓફિશીયલ વેબસાઈટ પર જઈને અરજી ફોર્મ મેળવવાના રહેશે. આ યોજનાનું Application Form વિનામૂલ્યે Download કરી શકાશે. ત્યારબાદ નીચે મુજબની કાર્યવાહી કરવાની રહેશે.

  • લાભાર્થીએ પોતાના Application Form માં માંગ્યા મુજબ માહિતી ભરવાની રહેશે.
  • એપ્લિકેશન ફોર્મ ભરીને સાથે ડોક્યુમેન્‍ટ જોડવાના રહેશે.
  • ત્યારબાદ ઉત્પાદક તથા મોડેલની પસંદગી કરીને પસંદ કરીને એમ્પેનલ થયેલી કંપનીઓ પાસે સહિ-સિક્કા કરવાના રહેશે.
  • અરજીપત્રકમાં માહિતી ભર્યા બાદ તથા મોડેલની પસંદગી કરીને પસંદ કરેલ ઉત્પોદકોના ડીલર્સ પાસે ફોર્મ જમા કરાવી શકાય.
  • Electric Bike Subsidy in Gujarat નો લાભ લેવા માટે અરજી ફોર્મ GEDA ની ઓફિસ ખાતે પણ જમા કરાવી શકાય છે.

ટુ વ્હીલર અરજી

Gujarat Electric e-Vehicle Scheme Online Application લાભાર્થીઓ ડિજીટલ ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી શકશે. ટુંક સમયમાં જ રાજ્ય સરકાર દ્વારા આ યોજનાની ઓનલાઈન અરજીઓ ચાલુ કરવામાં આવશે. જેની ઓફિશીયલ નોટિફિકેશન Digital Gujarat Portal પર મૂકવામાં આવશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર સાઇટ Click Here
HomePage Click Here

1 thought on “ઇલેક્ટ્રીક બાઈક યોજના : આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સ્કુટરની ખરીદી પર મળશે સહાય”

Leave a Comment