Damini : Lightning Alert – આકાશી વીજળીથી સુરક્ષિત રાખશે આ એપ, એપ ડાઉનલોડ કરો અહીથી

WhatsApp Group Join Now

Telegram Group Join Now

Damini : Lightning Alert થી લોકોને માહિતગાર કરવા કાર્યક્રમો શરૂ કર્યા છે. Damini App લોકેશન બેઝ્ડ App છે. એટલે જે તે વિસ્તારમાં મોબાઇલના લોકેશનને ટ્રેક કરીને તે વિસ્તારની 40 કિલોમીટરના ગોળાકાર વિસ્તારમાં વીજળી પડવાની સંભાવના દર્શાવે છે. App માં વીજળી પડવાનો 0થી5 મિનિટનો હાઇ ઇમર્જન્સી એલર્ટ ઉપરાંત 5થી 10 મિનિટ અને 10થી 15 મિનિટના સમયગાળામાં એલર્ટ કરાય છે. લોકો Damini App નો ઉપયોગ કરે તો મોટાભાગનું જાનમાલનું નુકશાન ટાળી શકાય. આ App હાલ પુરતી અંગ્રેજી અને હિન્દી ભાષામાં જ ઉપલબ્ધ છે. App પ્લેસ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે.

Damini : Lightning Alert App – હાઈલાઈટ્સ

એપનું નામ Damini : Lightning Alert App
કુલ વપરાશકર્તા10 લાખ+
એપ Rating4+

Damini : Lightning Alert App – અન્ય માહિતી

Damini App હવામાન વિભાગ તરફથી તૈયાર કરવામાં આવેલ એક મોબાઈલ App છે. વિજળી પડવાથી લોકોને સાવધાન કરવા માટે ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અંતર્ગત ભારતીય હવામાન વિજ્ઞાન સંસ્થાન, પુણેએ Damini App વિકસિત કરી છે. ત્યારે શું છે Damini App આવો જાણીએ.

Damini : Lightning Alert App નો ઉપયોગ

Damini App સમય પહેલાં જ વિજળી, વજ્રપાત વગેરેની સંભાવનાની સટીક જાણકારી આપે છે. તેના માટે Indian Institute Of Tropical Meteorologyના વૈજ્ઞાનિકોએ લગભગ 48 સેન્સરની સાથે જ એક લાઈટનિંગ લોકેશન નેટવર્ક સ્થાપિત કર્યું છે. તેના આધારે જ Damini App ને વિકસિત કરવામાં આવી છે. જે 40 કિલોમીટરના અંતરમાં વિજળી પડવાના સંભવિત સ્થાનની જાણકારી આપે છે. આ નેટવર્ક વિજળી પડવાનું સટીક પૂર્વાનુમાન આપે છે. વિજળીના અવાજની સાથે જ વજ્રપાતની સ્પીડ પણ બતાવે છે.

એપની ચેતવણી સમયે શું કરવું?

જો તમારા વિસ્તારમાં વિજળી પડવાની છે તો Damini App તમને પહેલાં જ ચેતવણી આપીને સાવધાન કરી દેશે. એવામાં વિજળીથી બચવા માટે ખુલ્લા ખેતર, ઝાડની નીચે, પહાડી વિસ્તારો, પહાડોની આજુબાજુ બિલકુલ ન ઉભા રહેશો. ધાતુઓથી બનેલા વાસણ ધોવાથી બચો અને નહાવાથી તો બિલકુલ બચો. વરસાદથી બચો અને જમીન પર જ્યાં પાણી એકઠું થયું હોય ત્યાં પણ ઉભા ન રહો. છત્રીનો બિલકુલ ઉપયોગ ન કરશો. વિજળીના હાઈટેન્શન વાયર અને ટાવરથી દૂર રહો. ઘરની અંદર જતાં રહો. જો ક્યાંક બહાર હોય અને ઘરે જવું શક્ય ન હોય તો ખુલ્લી જગ્યા પર જ કાન બંધ કરીને ઘૂંટણ પર બેસી જાઓ. ખતરો ટળે એટલે ઘરમાં જતાં રહો.

મહત્વપૂર્ણ લિન્ક

Damini : Lightning Alert App લિન્ક Click Here
HomePage Click Here

Leave a Comment