પ્રગતિ શિષ્યવૃત્તિ યોજના : આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને દર વર્ષે રૂ. 50 હજાર સુધીની મળશે સહાય

WhatsApp Group Join Now

Telegram Group Join Now

રાષ્ટ્રના વિકાસ માટે સ્ત્રી અને પુરુષ બન્નેનું યોગદાન આવશ્યક છે. રાજકીય, સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે સ્ત્રી અને પુરુષનો એકસમાન વિકાસ થાય ત્યારે દેશ ઝડપથી વિકાસ હાંસલ કરી શકે છે. આ ઉદ્દેશને પહોંચી વળવા માટે ભારત સરકાર અને રાજ્ય સરકારો વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અમલમાં મૂકે છે. મહિલા સશકિતકરણ, મહિલાઓની સુરક્ષા, સ્ત્રીઓ સમાજમાં સન્માનભેળ જીવન માટે તથા શિક્ષણનો વ્યાપ વધારવા માટે ઘણી સરકારી યોજનાઓ કાર્યરત છે. જેમ કે મહિલા સ્વાવલંબન યોજના, વન સ્ટોપ સેન્‍ટર, 181 મહિલા હેલ્પલાઈન, વિધવા સહાય યોજના, વૃદ્ધ સહાય યોજના, છોકરીઓને મફત શિક્ષણ, વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશીપ વગેરે આપવામાં આવે છે.

પ્રગતિ શિષ્યવૃત્તિ યોજના

ભારત સરકારના Ministry of Human Resource Development, MHRD હેઠળ કાર્યરત AICTE દ્વારા ટેકનીકલ શિક્ષણને વેગ આપવા માટે ઘણી યોજનાઓ અને સ્કોલરશીપ અમલમાં મૂકવામાં આવેલ છે. AICTE નું પૂરુંનામ All India Council for Technical Education છે. જે મહિલા શિક્ષણનો વ્યાપ વધારવા કામ કરે છે. જે માટે Pragati Scholarship Scheme બહાર પાડવામાં આવી છે. પ્રગતિ સ્કોલરશીપનો ઉદ્દેશ સ્ત્રીઓના ટેકનિકલ શિક્ષણ આપીને સશકત, કૌશલ્ય વધારવા તથા સારું ભવિષ્ય બનાવવાનો છે.

પ્રગતિ શિષ્યવૃત્તિ યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામ પ્રગતિ શિષ્યવૃત્તિ યોજના
લાભાર્થી છોકરી વિદ્યાર્થીનીઓ
વિભાગ અખિલ ભારતીય ટેકનિકલ શિક્ષણ પરિષદ
આવક મર્યાદા 8 લાખ સુધી કુટુંબની આવક મર્યાદા
આ પણ વાંચો : ઇલેક્ટ્રીક બાઈક યોજના : આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સ્કુટરની ખરીદી પર મળશે સહાય

પ્રગતિ શિષ્યવૃત્તિ યોજનાનો ઉદ્દેશ્ય

સ્ત્રીઓના સશકિતકરણ માટે શિક્ષણ મેળવી તે જરૂરી છે. જેમાં ટેકનિકલ શિક્ષણ મેળવી મહિલાઓ પણ રાષ્ટ્રના વિકાસને વેગવંતુ બનાવે તેવી આશા છે. જેને ધ્યાને રાખીને કેન્‍દ્ર સરકાર દ્વારા Pragati Scholarship Yojana આપવામાં આવે છે. આ સ્કોલરશીપ ડિપ્લોમા અને ડિગ્રીનો અભ્યાસ કરતી છોકરીઓને આર્થિક સહાયરૂપે આપવામાં આવે છે. જેથી સ્ત્રીઓ વધુમાં વધુ ટેકનિકલ શિક્ષણ સફળતાપૂર્વક મેળવીને સારા ભવિષ્યનું નિર્માણ કરી શકે.

પ્રગતિ શિષ્યવૃત્તિ યોજનાની પાત્રતા

ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા Degree અને Diploma અભ્યાસક્રમમાં શિક્ષણ મેળવતી છોકરીઓને આ સ્કોલરશીપ આપવામાં આવે છે. જેના માટે કેટલીક નિયમો અને પાત્રતા નક્કી કરેલ છે. જે નીચે મુજબ છે.

  • આ સ્કોલરશીપ ફક્ત મહિલાઓને આપવામાં આવે છે.
  • Degree / Diploma Course ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર મહિલા વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે.
  • અથવા કોઈપણ AICTE દ્વારા માન્ય સંસ્થામાંથી Lateral Entry દ્વારા Degree / Diploma Course ના બીજા વર્ષમાં પ્રવેશ મેળવ્યો હોય તો મળવાપાત્ર થશે.
  • જો એક પરિવારમાં વધુમાં વધુ 2 છોકરીઓને લાભ માટે માન્ય ગણાશે.
  • કુટુંબની વાર્ષિક આવક 8 લાખ રૂપિયા થી વધુ હોવી જોઈએ નહીં.

આવશ્યક દસ્તાવેજ

  • Pragati Scholarship 2021-22 Application Form
  • કુટુંબની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર (તાલુકા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીથી ઉપરના અધિકારીનું)
  • માર્કશીટ ધોરણ-10 / 12 અને અન્ય
  • એડિમિશન લેટર
  • કોલેજના ડાયરેકટર / આચાર્ય / સંસ્થાના વડા
  • ટ્યુશન ફીની પાવતી
  • આધારકાર્ડ
  • બેંક પાસબુક (આધારકાર્ડ સાથે લિંક કરેલ હોવી જોઈએ.)
  • ST/SC/OBC જાતિના પ્રમાણપાત્ર
  • Declaration by Parents
  • સ્કોલરશીપ માટે યોગ્યતા માટે National Scholarship Portal (NSP) ની અધિકૃત વેબસાઈટ https://scholarships.gov.in/ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • પ્રગતિ સ્કોલરનું ઓનલાઈન અરજી કરતાં પહેલાં aicte pragati scholarship guidelines ને ધ્યાનપૂર્વક વાંચી લેવી. જેથી સફળતાપૂર્વક અરજી થઈ જાય.
આ પણ વાંચો : ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના : આ યોજના અંતર્ગત માસિક 1 હજાર રૂપિયાની મળશે સહાય

અરજી કઈ રીતે કરવી

પ્રગતિ સ્કોલરશીપ મેળવવા માટે ડિપ્લોમા અને ડિગ્રીના મહિલા વિદ્યાર્થિઓને ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે national scholarship portal પરથી Online Form ભરવાનું રહેશે. અરજી કરવાના Step નીચે મુજબ છે.

  • Google Search Box માં જઈને National Scholarship Portal ટાઈપ કરવાનું રહેશે.
  • ત્યારબાદ NSP ની વેબસાઈટ https://scholarships.gov.in/ Open થશે.
  • જેમાં UGC / AICTE Sachems પર કરવી જેમાં “All India Council For Technical Education-AICTE” પર કરવી.
  • હવે “Pragati Scholarship Scheme For Girl Students (Technical Degree / Deploma ) ની માર્ગદર્શિકા વાંચી લેવી.
  • ત્યારબાદ ઉમેદવારે જો Fresh Student હોય તો તેના માટે “New User? Register પર ક્લિક કરવાનું રહેશે.
  • જેમાં પ્રગતિ સ્કોલરશીપ માટે national scholarship portal upload documents મુજબ ડોક્યુમેન્‍ટ પોતાના કોમ્પ્યુટરમાં Scan કરીને તૈયાર રાખવા.
  • હવે Fresh Registration For Academic Year 2021-22 ખૂલશે જેમાં ઉમેદવારે પોતાની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
  • ત્યારબાદ અરજદારે પોતાના આધારકાર્ડની વિગતો ધ્યાનપૂર્વક ભરીને REGISTER પર ક્લિક કરવાનું રહેશે.
  • Student ની ઓનલાઈન અરજી Register સફળતાપૂર્વક થાય તો તેના રજીસ્ટર મોબાઈલ પર Application ID અને password આવશે, જે સાચવીને રાખવાનો રહેશે.
  • સ્કોલરશીપ માટેના Student પોતાન Application ID અને password દ્વારા “Login to Apply” પર પોતાની માહિતી અને ડોક્યુમેન્‍ટ ભરવાનું પેજ ખોલવાનું રહેશે.
  • પ્રથમ વખત સફળતાપૂર્વક Login કર્યા બાદ સૌથી પહેલાં પોતાનો Password બદલવાનો રહેશે.
  • જેમાં વિદ્યાર્થીનીએ General અને Academic details, અન્ય માહિતી, સંપર્કની માહિતી વગેરે ભરવાની રહેશે.
  • માહિતી ભર્યા બાદ અરજદારે પોતાના માંગ્યા મુજબના Document Upload કરવાના રહેશે.
  • તમામ માહિતી અને ડોક્યુમેન્‍ટ upload કર્યા બાદ સંપૂર્ણ માહિતી ચેક કરીને FINAL SUBMIT કરવાનું રહેશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર સાઇટ Click Here
HomePage Click Here

1 thought on “પ્રગતિ શિષ્યવૃત્તિ યોજના : આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને દર વર્ષે રૂ. 50 હજાર સુધીની મળશે સહાય”

Leave a Comment