ખેડૂત મોબાઈલ સહાય યોજના : આ યોજના અંતર્ગત ખેડૂતોને મોબાઇલની ખરીદી પર રૂ. 6 હજાર સુધીની મળશે સહાય

WhatsApp Group Join Now

Telegram Group Join Now

ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોના હિત માટે ઘણી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. આ વિભાગ દ્વારા ખેડૂતો વિવિધ યોજનાઓનો સરળતાથી લાભ લઈ શકે તે માટે ikhedut portal બનાવેલ છે. જેમાં ખેતીવાડીની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, મત્સ્યપાલનની યોજનાઓના ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે. સરકારશ્રી દ્વારા ડીજીટલ સેવાનો વ્યાપ વધારવા માટે ખેડૂતો દ્વારા સ્માર્ટફોન ખરીદવામાં આવે તો સહાય આપવામાં આવશે. આ યોજનાની જાહેરાત સરકારી ઠરાવ તા-20/11/2021 ના રોજ કરવામાં આવેલ છે.

ખેડૂત મોબાઈલ સહાય યોજના

ભારત દેશમાં અને ગુજરાતમાં કૃષિક્ષેત્રે ડિજિટલ સેવાનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. કૃષિ ક્ષેત્રે ડગલે ને પગલે ખેડૂતો આઈ.ટી ટેકનોલોજીના ઉપયોગ થકી નવી તકનીક અપનાવી રહ્યા છે. આ તકનીકના ઉપયોગ દ્વારા ખેડૂતો પોતાની આવક વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ડીજીટલ ટેકનોલોજી દ્વારા ખેડૂતો હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી, સંભવિત રોગ જીવાતના ઉપદ્વવની માહિતી, નવી ખેત પદ્ધતિઓ તથા ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓની માહિતી મેળવી શકે છે. જેના માટે સ્માર્ટફોનની ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે.

ખેડૂતો smartphone ઉપયોગ દ્વારા ખેતી વિષયક માટે ફોટોગ્રાફ્સ, ઈ-મેઈલ, SMS તથા વીડિયોની આપલે કરી શકે છે. જેનાથી રાજ્યના ખેડૂતો વધુ માહિતીસભર થશે. જેને ધ્યાને લઈને ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો ડિજિટલ કેમેરા, મલ્ટી મીડિયા પ્લેયર, ટચ સ્ક્રીન, વેબ બ્રાઉઝર તથા ઇન્ટરનેટ કનેકટીવિટી વગેરે સુવિધા સાથેના સ્માર્ટફોન ખરીદી તો સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.

ખેડૂત મોબાઈલ સહાય યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામ ખેડૂત મોબાઈલ સહાય યોજના
ઉદ્દેશ્ય રાજ્યના ખેડૂતોને ડિજીટલ સેવાઓનો લાભ લેવા માટે
સ્માર્ટફોનની ખરીદી પર 40% ટકા અથવા રૂ.6000 સુધી સહાય
આ બન્નેમાંથી જે ઓછું હોય તે
લાભાર્થી રાજ્યના ખેડૂતો
સહાય ધોરણ રાજ્યના ખેડૂતો 15,000 સુધીનો મોબાઈલ ખરીદે તો
રૂ.6000/- સુધીની સહાય અથવા
ખરીદ કિંમત પર 40 % સુધી સહાય.
આ પણ વાંચો : પ્રગતિ શિષ્યવૃત્તિ યોજના : આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને દર વર્ષે રૂ. 50 હજાર સુધીની મળશે સહાય

ખેડૂત મોબાઈલ સહાય યોજનાનો હેતુ

ગુજરાતના ખેડૂતો ડિજિટલ સર્વિસનો વધુમાં વધુ લાભ લે અંત્યત જરૂરી છે. ખેડૂતો ડીજીટલ સેવા હેઠળ ખેડૂત ઉપયોગી માહિતી મેળવે,રોગ જીવાત નિયંત્રણની તકનીક, ખેડૂતલક્ષી સહાય વગેરે માહિતી મોબાઈલના ટેરવે મેળવે તે અગત્યનો હેતુ છે. આ હેતુસર ખેડૂતો સ્માર્ટફોનની ખરીદી કરે તો સહાય આપવામાં આવશે.

લાભ લેવા માટેની પાત્રતા

  • લાભાર્થી ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • ખેડૂત જમીન ધરાવતો હોવો જોઈએ.
  • ખેડૂત ખાતેદાર એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ ફક્ત એક જ વાર સહાય મળશે.
  • સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને ikhedut 8-A મા દર્શાવેલ ખાતેદાર પૈકી એક જ ખાતેદારને લાભ મળવાપાત્ર થશે.
  • આ સહાય ફક્ત સ્માર્ટફોન લની ખરીદી માટે જ રહેશે. સ્માર્ટફોન માટેની અન્ય એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ ડીવાઇઝ, ઈયર ફોન કે ચાર્જર વગેરે જેવા સાધનોનો સમાવેશ થશે નહીં.

યોજના હેઠળ મળવાપાત્ર લાભ

  • ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોમાં 15,000 સુધીના સ્માર્ટફોન પર સહાય મળવાપાત્ર થશે.
  • ખેડૂત સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% સુધી અથવા રૂપિયા 6000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળશે.
  • દા.ત. કોઈ ખેડૂત 8000/- ની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો ખરીદ કિંમતના 40% મુજબ રૂ.3200 ની સહાય મળશે.
  • અથવા કોઈ ખેડૂત રૂ.16,000/- ની કિંમતનો SmartPhone ખરીદે તો 40% લેખે રૂ.6400/- થાય પરંતુ નિયમોનુસાર રૂ.6000/- ની સહાય મળવાપાત્ર થશે.
  • આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે.
  • સ્માર્ટફોન સિવાય અન્ય એસેસરીઝ જેવી કે બેટરીબેક અપ, ઈયર ફોન, ચાર્જર જેવા સાધનોનો સમાવેશ થશે નહીં.

આવશ્યક દસ્તાવેજ

Krushi ane Sahkar Vibhag દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે.

  • ખેડૂત ખાતેદારની આધારકાર્ડની નકલ
  • રદ કરેલ ચેકની નકલ
  • બેંક ખાતાની પાસબુક
  • સ્માર્ટફોન ખરીદી કરેલ હોવા અંગેનું GST નંબર ધરાવતું અસલ બિલ
  • મોબાઈલનો IMEI નંબર
  • ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટ
  • AnyRoR Gujarat પરથી મેળવેલ 8-અ ની નકલ
આ પણ વાંચો : ઇલેક્ટ્રીક બાઈક યોજના : આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સ્કુટરની ખરીદી પર મળશે સહાય

અરજી કઈ રીતે કરવી

ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજદાર ખેડૂતે અરજીની પ્રિન્ટ આઉટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે. આ યોજના માટે વધુ માહિતી માટે તમારા વિસ્તારના ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી(ખેતી) અથવા જિલ્લા કક્ષાએ “જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી” નો સંપર્ક કરવાનો રહેશે. Farmer Smartphone Yojana Online અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી નીચે મુજબ આપેલી છે.

  • સૌપ્રથમ પોતાન મોબાઈલ કે કોમ્પ્યુટર પર Google ઓપન કરીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં ikhedut portal ની Official Website ખોલવી.
  • આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટમાં Home Page પર “યોજના” પર દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.
  • વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી નવું પેજ ખૂલશે જેમાં “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
  • “Khetivadi ni yojana” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-2 પર આપેલી “સ્માર્ટફોન ની ખરીદી પર સહાય” યોજના પર ક્લિક કરીને આગળ પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે.
  • જેમાં “Smartphone Ni Kharidi Par Sahay” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને નવું પેજ ખોલવાની રહેશે.
  • જો તમે ikhedut portal પર રજીસ્ટર આગાઉ કરેલું હોય તો “હા” સિલેટર કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • ખેડૂત દ્વારા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખીને Captcha Image નાખવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂત દ્વારા ikhedut પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ પસંદ કરીને Online Arji કરવાની રહેશે.
  • ખેડૂત લાભાર્થી દ્વારા Farmer Smartphone Sahay Yojana ની સંપૂર્ણ માહિતી પછી તેની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • આ યોજનામાં ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોક્ક્સાઈ કર્યા બાદ Application Confirm કરવાની રહેશે.
  • લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર કન્‍ફર્મ કર્યા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
  • ખેડૂત લાભાર્થીએ Online Arji કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ કઢાવાની રહેશે.
  • અરજી પ્રિન્‍ટ કરીને જરૂરી સહિ અને સિક્કા કર્યા બાદ આપના વિસ્તારના ગ્રામ સેવક તથા સંબંધિત તાલુકા વિસ્તરણ અધિકારી(ખેતી) ડોક્યુમેન્‍ટ સાથે આપવાની રહેશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર સાઇટ Click Here
HomePage Click Here

1 thought on “ખેડૂત મોબાઈલ સહાય યોજના : આ યોજના અંતર્ગત ખેડૂતોને મોબાઇલની ખરીદી પર રૂ. 6 હજાર સુધીની મળશે સહાય”

Leave a Comment