વનબંધુ કલ્યાણ યોજના : આ યોજના અંતર્ગત ખેડૂતોને મકાઈ, શાકભાજીના બિયારણ તેમજ ખાતર મફત આપવામાં આવશે

ગુજરાત સરકારે અનુસૂચિત જનજાતિઓના વિકાસ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરેલું છે. અનુસૂચિત જનજાતિઓ માટે રાજ્ય સરકારે લાંબા ગાળાના વિકાસ માટે ધ્યેયો નક્કી કરેલા છે. આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ Department Support Agency of Gujarat કામગીરી કરે છે. આદિજાતિ વિભાગ દ્વારા ઘણી લોન યોજનાઓ પણ બહાર પાડેલ છે. જેમ કે બ્યુટી પાર્લર યોજના, ટ્રેકટર લોન યોજના, લેપટોપ સહાય યોજના વગેરે. વધુમાં આ વિભાગ દ્વારા કૃષિ વૈવિધ્યકરણ યોજના વર્ષ 2022-23 માં ખેડૂતો માટે વિવિધ યોજનાઓ બહાર પાડેલી છે.આ યોજના મકાઈ, શાકભાજીના બિયારણ તેમજ ખાતરની કીટનું વિતરણ કરવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા Vanbandhu Kalyan Yojana Gujarat Online Apply વિશે વિગતવાર માહિતી મેળવીશું.

વનબંધુ કલ્યાણ યોજના

DSAG Sahay Gujarat દ્વારા આદિજાતિ વિકાસ વિભાગના કાર્યો કરે છે. જેમાં અનુસૂચિત જનજાતિઓનો વિકાસ, જ્ઞાતિ સબંધિત મુદ્દાઓ પર કામ કરવું, તેમના પર થતાં અત્યાચાર રોકવા વગેરે કામગીરી કરે છે. આ ઉપરાંત સંકલિત આદિજાતિ વિકાસ પ્રાયોજના(IIDP) વિસ્તારનો વિકાસ તથા આદિવાસી પેટા યોજના (TSP) પર દેખરેખ રાખે છે. વધુમાં, વનબંધુ કલ્યાણ યોજનાઓના ઓનલાઈન ફોર્મ પોર્ટલ પરથી ભરાય છે. Vanbandhu Kalyan Yojana હેઠળ કૃષિ વૈવિધ્યકરણ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે.

આ પણ વાંચો : દિલ્હી કેન્ટ ક્લાર્ક ભરતી 2023, જુનિયર કારકુનની પોસ્ટ પર બમ્પર ભરતી

વનબંધુ કલ્યાણ યોજના – હાઇલાઇટસ

યોજનાનું નામ વનબંધુ કલ્યાણ યોજના
યોજનાનો ઉદ્દેશ આદિજાતિના લાભાર્થીઓને મફતમાં મકાઈ, શાકભાજી અને
ખાતરની કીટ પૂરી પાડવી.
લાભાર્થી ગુજરાત રાજ્યના આદિજાતિના BPL Card
(0 થી 20 નો સ્કોર) ધરાવતા ખેડૂતો
યોજનામાં મળવાપાત્ર સહાયઆ યોજના હેઠળ આદિજાતિ ખેડૂતોને મકાઈ, શાકભાજીના બિયારણ
તેમજ ખાતર મફત આપવામાં આવશે.

વનબંધુ કલ્યાણ યોજનાની પાત્રતા

Adijati Vikas Vibhag Gujarat હેઠળ કામગીરી કરતા ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના ખૂબ મહત્ત્વ છે. આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નકકી થયેલી છે. જે નીચે મુજબ છે.

 • અનુસૂચિત જન જાતિના અરજદારોને લાભ મળવાપાત્ર થશે.
 • આદિજાતિના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
 • આ યોજનાનો લાભ 0 થી 20 BPL સ્કોર ધરાવતા લાભાર્થીઓને મળશે.
 • આદિજાતિ લાભાર્થીઓને કુટુંબદીઠ એક જ કીટ મળવાપાત્ર થશે.
 • અરજદારે કીટ મળ્યે રૂ. 250/- લોકફાળા પેટે જમા કરાવવાના રહેશે.
 • વન કલ્યાણ યોજના અંતર્ગત કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો લાભ મેળવવા માટે DSAG Sahay Gujarat પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

વનબંધુ કલ્યાણ યોજનાનો લાભ

વનબંધુ કલ્યાણ યોજના હેઠળ કૃષિ વૈવિધ્યકરણ યોજના 2022-23 માટે જાહેરાત બહાર પડેલી છે. જેમાં આદિજાતિના ઈસમોને અલગ-અલગ યોજનાના લાભ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

 • આદિજાતિ ખેડૂતોને મકાઈ, શાકભાજીના બિયારણ તેમજ ખાતર મફત મળવાપાત્ર થશે.
 • આ યોજના હેઠળ 50 કિલોગ્રામની DAP ખાતરની 1 થેલી અને 50 કિલોગ્રામની પ્રોમ ખાતરની 1 થેલીની કીટ મળશે.
 • બનાસકાંઠા,સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાઓના લાભાર્થીઓને મકાઈના બિયારણનો લાભ મળશે.
 • નર્મદા, ભરૂચ, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓના ખેડૂત લાભાર્થીઓને શાકભાજીના બિયારણ મળશે.

યોજનાનો લાભ લેવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ

 • લાભાર્થીનું આધારકાર્ડ
 • રેશનકાર્ડની નકલ
 • ખેડૂતની જમીનના 7/12 ની નકલ
 • ખેડૂતના 8-અ ની નકલ
 • લાભાર્થીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
 • BPL સ્કોર કાર્ડ (0 થી 20 નો સ્કોર કાર્ડ ધરાવતા)
 • અનુસુચિત જન જાતિનું પ્રમાણપત્ર
 • મોબાઈલ નંબર
આ પણ વાંચો : વોટર સોલ્યુબલ ખાતર સહાય યોજના : આ યોજના અંતર્ગત રૂ.15000/હેકટર સહાય મળશે

અરજી કઈ રીતે કરવી

પ્રિય વાંચકો, હવે મકાઈ, શાકભાજીના બિયારણ અને ખાતરની કીટ મેળવવા ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. આ ઓનલાઈન અરજી વનબંધુ કલ્યાણ યોજના હેઠળ અમલમાં મૂકાયેલ કૃષિ વૈવિધ્યકરણ યોજનામાં કરવાની રહેશે. Step by Step અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું.

 • જેમાં Google Search ના જે પરિણામ આવે તેમાંથી https://dsag.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવાની રહેશે.
 • આ Tribal Development Department ની અધિકૃત વેબસાઈટમાં “લાભાર્થી રજીસ્ટ્રેશન” પર ક્લિક કરવાનું રહેશે.
 • હવે લાભાર્થી રજીસ્ટ્રેશનનું નવું પેજ ખુલશે જેમાં “યોજનાનું નામ પસંદ કરો” ખાનામાં ક્લિક કરો.
 • જેમાં “કૃષિ વૈવિધ્યકરણ યોજના” પસંદ કરીને “Submit” બટન પર ક્લિક કરવાનું રહેશે.
 • લાભાર્થીનું ઓનલાઈન ફોર્મ ખુલશે. જેમાં વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
 • વ્યક્તિગત માહિતી જેવી કે રેશનકાર્ડ, બીપીએલ કાર્ડ, જમીનની નકલોની વિગતો ભરવાની રહેશે.
 • ત્યારબાદ વધુમાં લાભાર્થીના આધારકાર્ડ, સરનામું, મોબાઈલ નંબરની વિગતો ભરવાની રહેશે.
 • ત્યારબાદ અરજદારે પોતાના માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ upload કરીને “Submit” બટન પર ક્લિક કરવાનું રહેશે.
 • હવે ઓનલાઈન એપ્લિકેશન નંબર આવશે જેને સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.

મહત્વપૂર્ણ લીંક

HomePageClick Here

1 thought on “વનબંધુ કલ્યાણ યોજના : આ યોજના અંતર્ગત ખેડૂતોને મકાઈ, શાકભાજીના બિયારણ તેમજ ખાતર મફત આપવામાં આવશે”

Leave a Comment