UWIN કાર્ડ યોજના : આ કાર્ડ હેઠળ મળશે અનેક પ્રકારના લાભો, માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો

WhatsApp Group Join Now

Telegram Group Join Now

કેન્‍દ્ર સરકાર અને ગુજરાત સરકારશ્રી વિવિધ સરકારી યોજનાનો ચાલે છે. જેના દ્વારા નાગરિકોના સુખાકારીમાં વધારો થાય છે. ગુજરાત સરકારના વિવિધ વિભાગો ઘણી બધી Government Schemes અમલમાં આવે છે. જેમાં શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ વિશે માહિતી રજૂ કરીએ છીએ.

UWIN કાર્ડ યોજના

Labour & Employment Department, Government of Gujarat દ્વારા અસંગઠિત ક્ષેત જેવા કે ખેતશ્રમિક, ફેરિયા, પાથરણાવાળા કામદારો માટે યુ વિન કાર્ડ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ કાર્ડ વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવામાં સહાયતા કરશે. તથા UWIN CSC એ કામદારોને ઓળખના પુરાવા તરીકે યુનિક નંબર સાથે આપવામાં આવે છે.

UWIN કાર્ડ યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામ યુ-વીન કાર્ડ (UWIN Card) યોજના
લાભાર્થીઅસંગઠિત ક્ષેત્રના કામદારોને
યુવિન કાર્ડનું પૂરૂ નામUnorganized Worker’s Identification Number
અરજી કઈ જગ્યાએ કરવીનજીકના Common Services Centre (CSC) થી ઓનલાઈન
UWIN card Toll free helpline number1800 121 3468
આ પણ વાંચો : સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના : આ યોજના અંતર્ગત ખેત મજૂરોને રૂ. 10 હજાર સુધીની મળશે સહાય

UWIN કાર્ડ યોજનાની પાત્રતા

શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા અસંગઠિત કામદારને યુવીન કાર્ડ ઓળખના પુરાવા તરીકે આપવામાં આવે છે. UWIN Card Registration CSC માટે નીચે મુજબની પાત્રતા હોવી જોઈએ.

 • આ યોજનાનો લાભ લેવા માટે અસંગઠિત કામદાર હોવો જોઈએ.
 • લાભાર્થીની ઉંમર 18 થી 59 હોવી જોઈએ.
 • જે શ્રમિકોને પ્રોવિડંડ ફંડ કપાતો ન હોય
 • BPL કાર્ડ ધરવતા હોય કે ન ધરાવતા હોય તેવા શ્રમિક
 • સંગઠિત ક્ષેત્રમાં કાર્યરત ન હોવો જોઈએ. (EPFO/ESIC/NPS)
 • આધારકાર્ડ ધરાવતા હોવા જોઈએ.
 • લાભાર્થીની વાર્ષિક રૂ. 1,20,000/- થી ઓછી આવક ધરાવતા હોય એમને મળવાપાત્ર છે.
 • બચત ખાતુ અથવા જનધન એકાઉન્ટ ધરાવતા હોવા જોઈએ.

UWIN કાર્ડ યોજના હેઠળ મળવાપાત્ર લાભો

 • આ કાર્ડ ધરાવતા લાભાર્થીઓને અકસ્માતથી થતાં અવસાનના કિસ્સામાં રૂ.1 લાખ અને અકસ્માતથી અપંગતાના કિસ્સામાં રૂ. 50,000/- (પચાસ હજાર ) મળવાપાત્ર થશે.
 • UWIN CSC કાર્ડ ધરાવતા શ્રમયોગીઓને અને તેઓના પરિવારના સભ્યોની ગંભીર બિમારીની સારવારમાં રૂ.2 લાખ સુધી અને ખેત શ્રમયોગીઓને ગંભીએ રોગોમાં (હદય રોગ,કિડની,કેન્‍સર, એઈડસ જેવા જીવલેણ રોગ) રૂ.3 લાખની સુધી સારવાર મળવાપાત્ર થશે.
 • આ Shram Yogi Card વાળા લાભાર્થીઓને વ્યસાયિક રોગોમાં રૂ. 3(ત્રણ) લાખ સુધી સારવાર મળવાપાત્ર થશે. સંપૂર્ણ અશક્તતા માટે પ્રતિમાસ રૂ.3000/- મળશે અને અંશત:અશક્તતા માટે રૂ.1500/- ની સહાય મળવાપાત્ર થશે.
 • UWIN CSC Gujarat કાર્ડ ધરાવતા શ્રમયોગીઓના બાળકો માટે વિનામૂલ્યે રહેવા-જમવાથી સુવિધા સાથેની હોસ્ટેલ, પ્રાથમિક થી ઉચ્ચશિક્ષણ માટે વિશેષ રહેવા-જમવાની સુવિધા મળવાપાત્ર થશે.
 • આ કાર્ડ ધરાવતા લાભાર્થીઓને કામગીરીમાં નિપૂણતા મેળવવા માટે સવેતન તાલીમ આપવામાં આવશે.
 • UWIN Gujarat Card ધરાવતા લાભાર્થીઓને અકસ્માત વળતરના કોર્ટ કેસ લડવા માટે રૂ.50,000/- (પચાસ હજાર) અને અન્ય કોર્ટ કેસ માટે રૂ. 25,000/- સુધી સહાય મળશે.

કોને મળશે આ યોજનાનો લાભ

 • ખેતશ્રમિક
 • કડીયાકામ, ઈંટો ગોઠવી
 • સુથાર, મિસ્ત્રી
 • લાકડું અથવા પથ્થર બાંધનાર કે ઊંચકનાર
 • વાયરમેન
 • વેલ્ડર
 • ઇલેક્ટ્રિશિયન
 • પ્લમ્બર
 • હમાલ
 • મોચી
 • દરજી
 • માળી
 • બીડી કામદારો
 • ફેરીયા
 • રસોઈયા
 • અગરિયા
 • ક્લીનર- ડ્રાઇવર
 • ગૃહ ઉદ્યોગ
 • લુહાર
 • વાળંદ
 • બ્યુટી પાર્લર વર્કર
 • કુંભાર
 • કર્મકાંડ
 • માછીમાર
 • કલરકામ
 • આગરીયા સફાઈ
 • કુલીઓ
 • માનદવેતન મેળવનાર
 • રિક્ષા ચાલક
 • પાથરણાવાળા
 • ઘરેલું કામદારો અથવા કામ કરતા ભાઈઓ-બહેનો
 • રત્ન કલાકારો
આ પણ વાંચો : બિન અનામત કોચિંગ સહાય યોજના : આ યોજના અંતર્ગત ધોરણ 12 ના વિદ્યાર્થીઓને રૂ. 20 હજાર સુધીની મળશે સહાય

અરજી કઈ રીતે કરવી

 • ગુજરાતના લાભાર્થીઓને UWIN Card Online Registration માટે નજીકના અને સંબંધિત CSC (Common Service Center) પર જવાનું રહેશે.
 • કોમન સર્વિસ સેન્ટર દ્વારા અસંગઠિત શ્રમયોગીઓના નોંધણી કેમ્પ મોડ કરવાના રહેશે. અને લાભાર્થીઓને U-WIN કાર્ડ આપવાનું રહેશે.
 • અસંગઠિત શ્રમયોગીઓએ સેન્‍ટર પર નોંધણી માટે જરૂરી દસ્તાવેજો તરીકે આધારાકાર્ડ, બેંક એકાઉન્‍ટની તથા મોબાઈલ નંબર અને રેશનકાર્ડની નકલ આપવાની રહેશે. જો લાભાર્થી BPL કાર્ડ ન ધરાવતા હોય તો તેવા શ્રમયોગીઓને આવકનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
 • UWIN card Gujarat CSC login માંથી ઓનલાઈન એપ્લીકેશન ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તમામ આધાર પુરાવાઓનું સ્કેનીંગ કરીને uwin card website માં અપલોડ કરવાના રહેશે.
 • UWIN Card ધરાવતા લાભાર્થીઓએ દર પાંચ વર્ષે યુ-વીન કાર્ડને રિન્‍યુ કરાવવાનું રહેશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર સાઇટ Click Here
HomePage Click Here

1 thought on “UWIN કાર્ડ યોજના : આ કાર્ડ હેઠળ મળશે અનેક પ્રકારના લાભો, માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો”

Leave a Comment