UWIN Card Gujarat : યુ-વીન કાર્ડ કઢાવો અને મેળવો અનેક પ્રકારના સરકારી લાભો

કેન્‍દ્ર સરકાર અને ગુજરાત સરકારશ્રી વિવિધ સરકારી યોજનાનો ચાલે છે. જેના દ્વારા નાગરિકોના સુખાકારીમાં વધારો થાય છે. ગુજરાત સરકારના વિવિધ વિભાગો ઘણી બધી Government Schemes અમલમાં આવે છે. જેમાં શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ વિશે માહિતી રજૂ કરીએ છીએ.

UWIN Card Gujarat

Labour & Employment Department, Government of Gujarat દ્વારા અસંગઠિત ક્ષેત જેવા કે ખેતશ્રમિક, ફેરિયા, પાથરણાવાળા કામદારો માટે યુ વિન કાર્ડ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ કાર્ડ વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવામાં સહાયતા કરશે. તથા UWIN CSC એ કામદારોને ઓળખના પુરાવા તરીકે યુનિક નંબર સાથે આપવામાં આવે છે.

આ પણ વાંચો : મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના: ખેડૂતોને 50 હજાર સુધીની મળશે સહાય

UWIN Card Gujarat -હાઇલાઇટસ

યોજનાનું નામ UWIN Card Gujarat
લાભાર્થી અસંગઠિત ક્ષેત્રના કામદારોને
યુવિન કાર્ડનું પૂરૂ નામUnorganized Worker’s Identification Number
અરજી કઈ જગ્યાએ કરવીનજીકના Common Services Centre (CSC) થી ઓનલાઈન

UWIN Card Gujarat ની પાત્રતા

  • આ યોજનાનો લાભ લેવા માટે અસંગઠિત કામદાર હોવો જોઈએ.
  • લાભાર્થીની ઉંમર 18 થી 59 હોવી જોઈએ.
  • જે શ્રમિકોને પ્રોવિડંડ ફંડ કપાતો ન હોય
  • BPL કાર્ડ ધરવતા હોય કે ન ધરાવતા હોય તેવા શ્રમિક
  • સંગઠિત ક્ષેત્રમાં કાર્યરત ન હોવો જોઈએ. (EPFO/ESIC/NPS)
  • આધારકાર્ડ ધરાવતા હોવા જોઈએ.
  • લાભાર્થીની વાર્ષિક રૂ. 1,20,000/- થી ઓછી આવક ધરાવતા હોય એમને મળવાપાત્ર છે.
  • બચત ખાતુ અથવા જનધન એકાઉન્ટ ધરાવતા હોવા જોઈએ.
આ પણ વાંચો : ભારતીય સેના SSC ટેકમાં 60 પુરૂષો અને 31 મહિલાની ભરતી માટે જાહેરાત

અરજી કઈ રીતે કરવી

  • કોમન સર્વિસ સેન્ટર દ્વારા અસંગઠિત શ્રમયોગીઓના નોંધણી કેમ્પ મોડ કરવાના રહેશે. અને લાભાર્થીઓને U-WIN કાર્ડ આપવાનું રહેશે.
  • અસંગઠિત શ્રમયોગીઓએ સેન્‍ટર પર નોંધણી માટે જરૂરી દસ્તાવેજો તરીકે આધારાકાર્ડ, બેંક એકાઉન્‍ટની તથા મોબાઈલ નંબર અને રેશનકાર્ડની નકલ આપવાની રહેશે. જો લાભાર્થી BPL કાર્ડ ન ધરાવતા હોય તો તેવા શ્રમયોગીઓને આવકનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
  • UWIN card Gujarat CSC login માંથી ઓનલાઈન એપ્લીકેશન ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તમામ આધાર પુરાવાઓનું સ્કેનીંગ કરીને uwin card website માં અપલોડ કરવાના રહેશે.
  • UWIN Card ધરાવતા લાભાર્થીઓએ દર પાંચ વર્ષે યુ-વીન કાર્ડને રિન્‍યુ કરાવવાનું રહેશે.
HomePage Click Here

1 thought on “UWIN Card Gujarat : યુ-વીન કાર્ડ કઢાવો અને મેળવો અનેક પ્રકારના સરકારી લાભો”

Leave a Comment