QR Code નો ઉપયોગ કરતા શીખો, QR Code શું છે? જાણો અહીંથી

WhatsApp Group Join Now

Telegram Group Join Now

આ આર્ટીકલમાં QR code વિશે ટૂંકમાં માહિતી આપવામાં આવી છે. આપણે સૌ QRcode નો ઉપયોગ હવે તો શૈક્ષણિક હેતુ માટે કરતા થયા છીએ. અહીં QR code ની પ્રાથમિક માહિતી આપવાની સાથે તે કેવી રીતે જનરેટ કરી શકાય તે પણ જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ખેડૂત અકસ્માત વીમા યોજના: આ યોજના અંતર્ગત ખેડૂતને રૂ.2 લાખ સુધીની રકમની મળશે સહાય

QR Code એટલે શું?

 • QR code (Quick Response Code) એ એક પ્રકારનો મેટ્રિક્સ બારકોડ છે. જે ૧૯૯૪ માં જાપાનના ઓટોમોટિવ ઉદ્યોગ માટે સૌ પ્રથમ રચાયેલ છે.
 • આ QRcode એ એવું ઓપ્ટિકલ લેબલ છે, જેમાં તે જે વસ્તુ સાથે જોડાયેલ છે તેની માહિતી સામેલ કરવામાં આવે છે.
 • QRcode ને અસરકારક રીતે સંગ્રહિત કરવા માટે ચાર પ્રમાણિત એન્કોડિંગ મોડ્સ (આંકડાકીય, આલ્ફાન્યૂમેરિક, બાઇટ અને બાઇનરી) નો ઉપયોગ કરે છે, એક્સ્ટેન્શનનો પણ ઉપયોગ થઈ શકે છે.
 • ક્વિક રિસ્પોન્સ સિસ્ટમના કારણે વધારે લોકપ્રિય બની છે. તેમાં પ્રૉડક્ટટ્રેકિંગ, આઇટમની ઓળખ, સમયનો ટ્રેકિંગ, દસ્તાવેજ તથા સામાન્ય માર્કેટિંગ સરળતાથી થઈ શકે છે. આપણા વ્યવહારમાં, QR code માં ઘણીવાર લોકેટર, ઓળખકર્તા અથવા જેતે વેબસાઇટ અને એપ્લિકેશનનો નિર્દેશ કરે છે.
 • QRcode માં કાળાચોરસ હોય છે જે સફેદરંગની પૃષ્ઠભૂમિ પર ચોરસ ગોઠવાય છે. જેને કૅમેરા જેવી ઇમેજિંગ ડિવાઇસ દ્વારા વાંચી શકાય છે અને સરળતાથી ઉપયોગમાં લઈ શકાય છે.

QR code ને કઈ રીતે જનરેટ કરવો?

 • સૌપ્રથમ google search માં “online QRcode Generator” ટાઇપ કરીને search કરો.
 • સૌથી વધારે રેટિંગ ધરાવતી વેબસાઇટમાંથી કોઈ પણ એક વેબસાઇટ પર ક્લિક કરો.
 • વેબસાઇટ ઓપન કર્યા બાદ તમે ઇચ્છતા હો એ URL “EnterUrl” માં paste કરો.
 • ત્યાર બાદ, બાજુના બોક્સમાં ઓટોમેટિક OR code જનરેટ થઈ જશે.
 • આ જનરેટ થયેલા QRcode ને save કરો.
 • આમ, આ પ્રમાણે QRcode જનરેટ કરી શકાય.
આ પણ વાંચો : મારૂતી સુઝુકી ઈકો લોન યોજના: ઈકો ગાડીની ખરીદી માટે રૂ. 5 લાખ સુધીની લોન સહાય આપવામાં આવશે

QR CODE ને કઈ રીતે ઉપયોગમાં લેવો?

 • સૌ પ્રથમ તમારા મોબાઇલના playstore માંથી સારા રેટિંગવાળી કોઈ પણ એક “QRcode Scanner” નામની એપ્લિકેશન install કરો.
 • install થયા બાદ તમેએપ્લિકેશનની મદદથી કોઈ પણ QRcode સ્કેન કરીને માહિતી સુધી પહોંચી શકો છો.
 • આમ, આ રીતે એકદમ સરળતાથી QR code સ્કેન કરીને માહિતી સુધી એકદમ ઝડપથી પહોચી શકાય છે.
 • આમ, આ રીતે QRcode દ્વારા એકદમ ઝડપથી તથા સરળતાથી માહિતી સુધી પહોચી શકાય છે. QRCODE જનરેટ કરવું અને વાપરવું એકદમ સરળ હોવાથી અત્યારે દરેક જગ્યાએ ઉપયોગી છે.
 • અત્યારે આપની આસપાસ અનેક જગ્યાએ આ QR code નો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે.
 • મિત્રો, તમે પણ આ QR code નો રોજિંદા જીવનમાં ઉપયોગ કરશો.

મહત્વપૂર્ણ લીંક

HomePage Click Here