પ્રિય વાંચકો, સમગ્ર ભારતમાં ઈ-ગવર્નન્સને પ્રોત્સાહન આપવાનો છે. સરકારી વિભાગો જેની સાથે કામ કરે છે અને નાગરિકોની વિનંતીઓનો જવાબ આપવાની એકંદર ગતિને ઝડપી બનાવવા UMANG એપ બનાવમાં આવી છે.Umang app PF balance check દ્વારા ચેક કરી શકો છો. આ આર્ટીકલ દ્વારા અમે UMANG App Download કેવી રીતે કરવી, તેનું રજીસ્ટ્રેશન કરવું તેની વિગતવાર માહિતી મેળવીશું.
અનુક્રમણિકા
UMANG App
ઉમંગ એપ્લિકેશનએ એક મોબાઈલ એપ્લિકેશન છે. જેનો હેતુ માત્ર એક જ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને વ્યક્તિઓને કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સરકારી સેવાઓની શ્રેણીમાં પ્રવેશ આપવાનો છે. આ એપ્લિકેશન દ્વારા વિવિધ લાભો મેળવી શકો છો. જેમ કે તમામ ડોકયુમેંટ એક જ જગ્યાએ સેવ કરી શકો, તમામ સેવાઓ એક જગ્યાએ રાખી શકો, તમામ ટ્રાન્જેકશન એક જ જગ્યાએ રાખી શકો વગેરે.
UMANG App ડાઉનલોડ કઈ રીતે કરવી
- સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલ QR કોડને સ્કેન કરીને
- 9718397183 પર મિસ્ડ કોલ આપો અને તમારા ફોન પર તમને મોકલવામાં આવશે તે લિંકનો ઉપયોગ કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો.
- અહીં UMANG વેબસાઇટની મુલાકાત લો અને જરૂરી વિભાગમાં તમારો સંપર્ક નંબર દાખલ કરો. તમને આપેલ નંબર પર એક લિંક પ્રાપ્ત થશે જેનો ઉપયોગ કરીને તમે તમારા ફોન પર એપ્લિકેશનને સરળતાથી ડાઉનલોડ કરી શકો છો
- તમે Google Play Store (in case of Android users) અથવા iOS App Store (in case of Apple users) ની પણ મુલાકાત લઈ ‘UMANG app’ ટાઈપ કરી તમારા ફોન પર એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો.
આ પણ વાંચો : Life360 App : આ એપ દ્વારા તમે તમારા કુટુંબથી દૂર રહેવા છતાં કુટુંબને તમે સુરક્ષિત રાખી શકો છો |
UMANG App માં રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું
- UMANG એપ પર નવા યુઝર રજીસ્ટ્રેશન માટે નીચેના સ્ટેપ ફોલો કરવા પડશે.
- ઉમંગએપ ને ઓપન કરી “Register” ના વિકલ્પ પર ક્લિક કરો.
- તમને હવે મોબાઈલ નંબર વેરિફિકેશન પેજ પર પહોંચી જશો.
- UMANG એપ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે OTP જનરેટ કરવા માટે તમારો મોબાઈલ નંબર દાખલ કરો.
- એકવાર તમે OTP જનરેટ અને દાખલ કરી લો, પછી તમને MPIN બનાવવા માટે કહેવામાં આવશે અને એકવાર તમે MPIN સેટ કરી લો, પછી નોંધણી પૂર્ણ થઈ જશે અને તમે UMANG એપ હોમ પેજ જોઈ શકો છો. આ પેજ ઉમંગએપ દ્વારા ઉપલબ્ધ તાજેતરમાં ખોલવામાં આવેલી સેવાઓને દર્શાવે છે.
UMANG App ના લાભો
- તમે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઓફર કરવામાં આવતી 150 થી વધુ વિવિધ સેવાઓ સરળતાથી મેળવી શકો છો
- એપ ઈન્ટરફેસને વધારવા માટે તાજેતરમાં જોવાયેલી, નવી અને અપડેટેડ, ટ્રેન્ડિંગ, ટોપ રેટિંગ અને સૂચવેલ સેવાઓનું સરળ વર્ગીકરણ કરવામાં આવ્યું છે.
- તમે ઇન-એપ ફિલ્ટરનો ઉપયોગ કરીને રાજ્ય અથવા કેન્દ્ર સરકારની ચોક્કસ સેવા સરળતાથી શોધી શકો છો
- આ એપ્લિકેશન અંગ્રેજી સિવાય હિન્દી, મરાઠી, તમિલ, આસામી, ગુજરાતી, બંગાળી, કન્નડ, ઓડિયા, પંજાબી, મલયાલમ, મરાઠી, તેલુગુ અને ઉર્દૂ જેવી 12 પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ છે.
- તમે ગેસ, પાણી, વીજળી વગેરે જેવા વિવિધ યુટિલિટી બિલોની સરળ ઓનલાઈન ચુકવણી પણ કરી શકો છો.
- એપ્લિકેશન ડિજીલોકર અને આધાર સહિત મુખ્ય એકીકરણ સેવાઓ પણ પ્રદાન કરે છે
મહત્વપૂર્ણ લિન્ક
UMANG App | Click Here |
HomePage | Click Here |