UMANG App : આ એપ દ્વારા તમે ઘરે બેઠા કરી શકશો આ કાર્યો

WhatsApp Group Join Now

Telegram Group Join Now

હાલમાં, ઉમાંગ એપ્લિકેશન પર 16 પ્રકારની ઇપીએફ સંબંધિત સેવાઓ ઉપલબ્ધ છે. હવે EPFO તેમાં એક અને સર્વિસ એડ કરી છે. આ નવી સુવિધા મુજબ હવે કર્મચારી પેંશન યોજના સદસ્ય ઉમંગ એપ પરથી કર્મચારી પેશન યોજના 1995 હેઠળ પ્રમાણપત્ર માટે પણ એપ્લાય કરી શકે છે.

UMANG App

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ સરકારી સેવાઓ સુધી પહોંચવામાં સરળતા રહે તે માટે વર્ષ 2017માં નવા-વહીવટ શાસન માટે યુનિફાઇડ મોબાઇલ એપ્લિકેશન ઓફ ન્યૂ એજ ગવર્નસ એટલે કે Umang (UMANG/Unified Mobile Application for New-age Governance) એપની શરૂ કરી હતી. તમે ઉમંગ એપ્લિકેશન દ્વારા એક જગ્યાએ 1987 પ્રકારની સેવાઓનો ઉપયોગ કરી શકો છો. આ એપ મોબાઇલમાં ડાઉનલોડ કર્યા પછી, તમે પીએફ, ડિજિલોકર, એનપીએસ, ગેસ સિલિન્ડર બુક કરાવવા, નવું પાનકાર્ડ મેળવવું અથવા પાણી અને વીજળીના બિલ જમા કરાવવાની વિગતો સરળતાથી જાણી શકાય છે. તે પણ ઓનલાઇન, આ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. વળી, સમયાંતરે, આ એપમાં ઘણી પ્રકારની સેવાઓ ઉમેરવામાં આવી રહી છે.

PF બેલેન્સ

PF બેલેન્સ : જો તમે પણ નોકરી કરતા હોવ અને તમારા કર્મચારીનું પણ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન એટલે કે EPFOમાં ખાતું છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. લગભગ તમામ પગારદાર લોકોનું EPFOમાં ખાતું છે, જ્યાં દર મહિને તેમના પગારનો અમુક ભાગ જમા થાય છે. નોકરિયાત લોકો માટે, પ્રોવિડન્ટ ફંડના પૈસા તેમની આજીવન કમાણી છે. બીજી તરફ, જો તમે તમારા PF એકાઉન્ટનું બેલેન્સ ચેક કરવા માંગો છો, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે EPFO ​​એ તેના સબસ્ક્રાઇબર્સની સુવિધા માટે ઘણી એવી વ્યવસ્થાઓ કરી છે, જેના દ્વારા તમે તમારું બેલેન્સ ચેક કરી શકો છો. પીએફના પૈસા જોવા માટે તમે EPFOની સાઈટ પર જઈને સરળતાથી ચેક કરી શકો છો. તેમજ તમે EPFO ​​સાઇટ અને UMANG એપ દ્વારા સરળતાથી તમારું બેલેન્સ ચેક કરી શકો છો. આ સિવાય તમે મિસ્ડ કોલ અથવા SMS દ્વારા તમારું PF બેલેન્સ ચેક કરી શકો છો. આવો જાણીએ કેવી રીતે.

આ પણ વાંચો : ગુજરાત હાઇકોર્ટમાં જિલ્લા ન્યાયાધીશની જગ્યાઓ માટે આવી ભરતી, અહીથી કરો અરજી

UMANG એપથી કરો આ કામ

ઉમંગ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી, વિવિધ સેવાઓનો લાભ લેવા માટે સરળતા રહેશે. અને આ માટે તમારે અલગ અલગ એપ પણ ડાઉનલોડ નહીં કરવા પડે. આ એપને મોબાઇલમાં ડાઉનલોડ કર્યા પછી તમે ગેસ સિલેન્ડરની બુકિંગથી લઇને નવા પાનકાર્ડ કે પીએફ જેવી અનેક સેવાઓ અહીં મેળવી શકશો. ઘણી પ્રકારની એપ્લિકેશનો ડાઉનલોડ કરવાની જરૂર રહેશે નહીં.ક્યાંય જવાની જરૂર નથી.

હાલમાં, ઉમાંગ એપ્લિકેશન પર 16 પ્રકારની ઇપીએફ સંબંધિત સેવાઓ ઉપલબ્ધ છે. હવે EPFO તેમાં એક અને સર્વિસ એડ કરી છે. આ નવી સુવિધા મુજબ હવે કર્મચારી પેંશન યોજના સદસ્ય ઉમંગ એપ પરથી કર્મચારી પેશન યોજના 1995 હેઠળ પ્રમાણપત્ર માટે પણ એપ્લાય કરી શકે છે.

આ સિવાય તમે ઉમંગ એપ્લિકેશનનો ઉપયોગ કરીને નવા પાન માટે અરજી પણ કરી શકો છો. તમે તમારો આધાર નંબર આપીને EKYC કરી શકો છો. જો તમારી પાસે એનપીએસ એકાઉન્ટ છે, તો આ એપ્લિકેશનની મદદથી તમે વર્તમાન હોલ્ડિંગ્સ, એકાઉન્ટ વિગતો, એનપીએસમાં તાજેતરમાં આપેલા યોગદાનને જાણી શકો છો.

UMANG એપ ડાઉનલોડ કઈ રીતે કરવી

એન્ડ્રોઇડ ફોન યુઝર્સ આ એપને પ્લે સ્ટોર અને આઇફોન યુઝર્સ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે. યુઝર 9718397183 પર મિસ કોલ કરીને એપની લિંક મેળવી શકે છે. આ સિવાય, https://web.umang.gov.in પરથી પણ એપ ડાઉનલોડ કરવા માટે તમને રીડાયરેક્ટ કરે છે.

મહત્વપૂર્ણ લિન્ક

UMANG એપ લિન્ક Click Here
HomePage Click Here

Leave a Comment