ઉજવલ્લા યોજના : આ યોજના અંતર્ગત લાભાર્થીઓને 1 વર્ષમાં મળશે 2 સિલિન્ડર ફ્રી

WhatsApp Group Join Now

Telegram Group Join Now

ઉજવલ્લા યોજના 2022 : પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2022 ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં જ રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષનાં બે સિલિન્ડર મફતમાં આપવાની જાહેરાત કરી છે. એ ઉપરાંત CNG વાહનધારકોને પણ સરકારે ખુશ કર્યા છે.

ઉજવલ્લા યોજના 2023

સરકારે CNG અને PNGના વેટમાં 10 ટકાનો ઘટાડો કર્યો છે. હવે CNGમાં વેટમાં ઘટાડો થવાથી ગ્રાહકોને 6થી 8 રૂપિયા જેટલો ફાયદો થશે, જ્યારે PNGમાં ગ્રાહકોને પાંચથી છ રૂપિયા જેટલો ફાયદો થશે. CNG અને PNGમાં રાહત આપવાથી સરકારને 300 કરોડનો બોજો પડશે. એ ઉપરાંત LPGમાં પણ રાહતથી સરકારને હવે કુલ 1650 કરોડનો બોજો પડશે. સરકારની જાહેરાતથી 38 લાખ LPG ધારકોને ફાયદો થશે.

આ પણ વાંચો : Caller Name Announcer App: આ એપ તમારા ફોનમાં જેનો કોલ આવશે તેનું નામ બોલશે

ઉજવલ્લા યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામ ઉજવલ્લા યોજના 2023
કોને કરી શરૂઆત રાજ્ય સરકારે
લાભાર્થી નાગરિકો અને ગૃહિણીઓ

ઉજવલ્લા યોજનાનો હેતુ

રાજ્ય સરકારના મંત્રી જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે નાગરિકો અને ગૃહિણીઓને એક હજાર કરોડ રૂપિયા જેવી રાહત મળવાની છે, સાથે જ વર્ષમાં બે સિલિન્ડર ફ્રી આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. 38 લાખ જેટલી ગૃહિણીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એ હેઠળ 650 કરોડ રૂપિયાની રાહત એટલે કે 1700 કરોડ રૂપિયા સુધીની રાહત સુધી જ જનતાના ઘરમાં કે ખિસ્સા સુધી પહોંચી શકે એવો નિર્ણય લેવામાં આવ્યો છે. વેટમાં રાજ્ય સરકારે 10 ટકાનો ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી ગૃહિણી અને વાહનચાલકોને સીધો લાભ મળશે.

ખેડૂતો માટે સરકાર જાહેર કરી શકશે પેકેજ

રાજ્ય સરકાર ખેડૂતોને થયેલા નુકસાન સામે રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. 600 કરોડથી વધુના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે. જુલાઈ બાદ રાજયમાં ભારે વરસાદથી થયેલા નુકસાન થયું હતુ એ મામલે રાહત પેકેજ જાહેર કરી શકે છે. 11 જિલ્લામાં નુકસાનીના સર્વે બાદ આવેલા આંકડા પ્રમાણે રાહત પેકેજ જાહેર કરાશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને સાઉથ ગુજરાત ઝોનમાં સૌથી વધારે નુકસાન થયુ છે. એના માટેની સર્વેની કામગીરી ચાલી રહી હતી, જે પૂર્ણ થઇ ગઇ છે. હવે રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો : ગુજરાત મફત પ્લોટ યોજના: આ યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના લોકોને મળશે મફત પ્લોટની સહાય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી ભેટ

આજે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 12મો હપતો જાહેર કર્યો છે. દેશભરના 8 કરોડ ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયા જમા થયા છે. આ વખતે કેન્દ્ર સરકારે 12મા હપતા માટે 16 હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. વાસ્તવમાં પીએમ મોદીએ દિલ્હીના પુસા કેમ્પસમાં આયોજિત પીએમ કિસાન સન્માન 2022 મેળાના ઉદઘાટન દરમિયાન 12મો હપતો રજૂ કર્યો હતો. વડાપ્રધાને રસાયણ અને ખાતર મંત્રાલય હેઠળના 600 કિસાન સમૃદ્ધિ કેન્દ્રોનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે યુવાનો અને કૃષિ વૈજ્ઞાનિકોને કૃષિ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે મંત્ર પણ આપ્યા હતા.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર સાઇટ Click Here
HomePage Click Here

1 thought on “ઉજવલ્લા યોજના : આ યોજના અંતર્ગત લાભાર્થીઓને 1 વર્ષમાં મળશે 2 સિલિન્ડર ફ્રી”

Leave a Comment