થ્રી વ્હીલર લોન યોજના: આ યોજના હેઠળ કુલ 2.50 લાખ સુધીની મળશે લોનની સહાય

રાજ્યમાં જુદા-જુદા વિભાગો અને કચેરીઓ કાર્યરત છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર નીચે ઘણા વિભાગો કામગીરી કરે છે. Gujarat Schedule Caste Development Corporation દ્વારા અનુસુચિત જાતિઓ માટે ઘણી સરકારી યોજનાઓનો ચલાવવામાં આવે છે. જેવી કે, સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય, નાના પાયાની લોન યોજના વગેરે યોજનાઓ ચાલે છે. આ આર્ટિકલ દ્વારા SJE Gujarat હેઠળ SC Nigam દ્વારા ચાલતી થ્રી વ્હીલર લોન યોજના વિશે માહિતી મેળવીશું.

થ્રી વ્હીલર લોન યોજના

ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર દ્વારા અનુસુચિત જ્ઞાતિના નબળાં વર્ગો માટે સરકારી યોજનાઓ, શિષ્યવૃત્તિઓ તથા ધિરાણ યોજનાઓ ચલાવવામાં આવે છે. Gujarat Schedule Cast માટે અરજી ઓનલાઈન કરવા માટે ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવેલ છે. આ પોર્ટલ પર ધિરાણ માટેની યોજનાઓની Online Arji ઓ કરી શકો છો. અનુસૂચિત જ્ઞાતિઓ માટે GSCDC Online Portal બનાવેલ છે. આ પોર્ટલ પર રીક્ષા લોન યોજના, મારૂતિ ઈકો વાન પેસેન્‍જર ફોર વ્હીલર યોજના, નાના પાયાની ધંધા-રોજગાર માટે લોન વગેરેના ઓનલાઈન ફોર્મ ભરી શકાય. આ યોજનાનો લાભ માટે શું પાત્રતા જરૂરી છે, ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય?, તેના માટે ક્યા-કયા ડોક્યુમેન્ટ જોઈએ વગેરે માહિતી મેળવીશું.

થ્રી વ્હીલર લોન યોજના – હાઇલાઇટસ

યોજનાનું નામ થ્રી વ્હીલર લોન યોજના
યોજનાનો ઉદ્દેશ અનુસુચિત જાતિના બેરોજગાર થ્રી-વ્હીલર સાધન પર લોન
મેળવવા ઈચ્છતા નાગરિકોને ઓછા વ્યાજદરે લોન સહાય આપવી.
લાભાર્થી ગુજરાતના અનુસુચિત જાતિ(S.C)
જ્ઞાતિઓ નાગરિકોને
મળવાપાત્ર લોન આ યોજના હેઠળ કુલ-2,50,000/- લાખ
સુધી લોન મળવાપાત્ર થશે.
વ્યાજદર માત્ર 3% વ્યાજે 2.50 લાખની લોન
આ પણ વાંચો : કોચિંગ સહાય યોજના 2023: વિદ્યાર્થીઓને કોચિંગ સહાય 20 હજાર રૂપિયાની મળશે સહાય

થ્રી વ્હીલર લોન યોજનાનો હેતુ

અનુસુચિત જાતિ નિગમ દ્વારા આ ધિરાણ યોજનાનો લાભ એસ.સી જાતિના ઈસમોને આપવામાં આવે છે. આ યોજનાનો લાભ SC જ્ઞાતિના બેરોજગાર તથા ધંધો કરવા શકિતમાન હોય તેવા નાગરિકોને આપવામાં આવે છે. સ્વરોજગાર મેળવવા માટે રીક્ષા મેળવવા માંગતા હોય તેવા નાગરિકોને આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે મદદરૂપ થવા માટે ખૂબ જ હળવા વ્યાજદરે Loan આપવામાં આવે છે.

થ્રી વ્હીલર લોન યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

GSCDC Online દ્વારા આ ધિરાણ યોજના ચલાવવામાં આવે છે. જેનો મોટાભાગનો સહયોગ NSFDC આપે છે. NSFDC એટલે National Scheduled Castes Finance And Development Corporation થાય છે. વિવિધ ધિરાણ યોજનાના ઓનલાઈન ફોર્મ GSCDC Online Gujarat દ્વારા સ્વીકારવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ આપેલી છે.

  • અરજદાર ગુજરાતનો વતની હોવો જોઈએ.
  • લાભાર્થી અનુસૂચિત જાતિ(SC)ના બેરોજગાર હોવા જોઈએ.
  • 18 વર્ષ થી 50 વર્ષ સુધીના નાગરિકોને મળશે.
  • કુટુંબની વાર્ષિક આવક રૂ.6.00 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
  • લાભાર્થીના કે લાભાર્થીના કુટુંબના કોઈ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં જોડાયેલ ન હોવા જોઈએ.
  • લાભાર્થી વાહન ચલાવવા માટેનું લાયસન્‍સ ધરાવતા હોવા જોઈએ.
  • અરજી કરનારે અગાઉ કોઈપણ સરકારી / અર્ધ સરકારી બેંકમાંથી લોન લીધેલી ન હોવી જોઈએ.
  • અરજદારે ઓનલાઈન અરજી કરવાની હોય છે.

મળવાપાત્ર લોન

ગુજરાત અનુસુચિત જાતિ નિગમ (GSCDC Nigam) દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ ધિરાણ યોજના હેઠળ 2,50,000/- લોન આપવામાં આવે છે. જે લાભાર્થીના બેંક ખાતામાં લોન મંજુર થયેથી ક્રેડિટ કરવામાં આવે છે.

લોન પર વ્યાજદર

  • રીક્ષા લોન યોજના માટે વ્યાજનો દર ૩% રહેશે.
  • થ્રી વ્હીલરની યોજના માટે લીધેલ લોન નિયમિત હપ્તા પ્રમાણે પરત ભરવાની રહેશે.
  • આ ધિરાણ માટે નિયમિત હપ્તા ન ભરનાર લાભાર્થી પાસેથી 2 % દંડનીય વ્યાજ લેવામાં આવશે.

આવશ્યક દસ્તાવેજ

  • ઓળખનો પુરાવો (ચૂંટણીકાર્ડની નકલ, ડ્રાઈવીંગ લાઈસન્સ & પાનકાર્ડની પૈકી કોઈપણ એક)
  • આધારકાર્ડની નકલ
  • ઉંમરનો પુરાવો
  • જાતિનો પુરાવો
  • આવક અંગેનો દાખલો
  • લાભાર્થીના રહેઠાણનો પુરાવો
  • અરજદારનો ફોટો
  • અરજદારની સહીનો નમૂનો
આ પણ વાંચો : GMRC ભરતી 2023: વિવિધ પોસ્ટ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બમ્પર ભરતીની જાહેરાત

અરજી કઈ રીતે કરવી

GSCDC New Registration વિવિધ ધિરાણ યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનામાં ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. ઓનલાઈન એપ્લિકેશન કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવો.

  • Google માં “GSCDC Online“ ટાઈપ કરવાનું રહેશે.
  • સર્ચ પરિણામમાં “SJE Gujarat અનુસૂચિત જાતિની અધિકૃત વેબસાઈટ ખોલવાની રહેશે.
  • હવે ”SC Nigam Loan” માટેની અધિકૃત વેબસાઈટ પર ક્લિક કરો.
  • અનુસૂચિત નિગમની વેબસાઈટના Home Page પર “New user (Register)?” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે “Registration for Online Loan Application System” પર અરજદારની Email Id, Mobile No, Password તથા Captcha Code નાખીને રજીસ્ટેશન કરવાનું રહેશે.
  • રજીસ્ટ્રેશન કર્યા બાદ મોબાઈલ પર Username અને Password આવશે.
  • હવે તમારે Login for Online Loan Application System પર જઈને તમારા User Name & Password દ્વારા Login કરવાનું રહેશે.
  • GSCDC Online નું લોગિન કર્યા બાદ નંબર-3 પર થ્રી વ્હીલરની યોજના (2020-21)(GOG) “અરજી કરો” પર ક્લિક કરો.

મહત્વપૂર્ણ લીંક

HomePage Click Here

1 thought on “થ્રી વ્હીલર લોન યોજના: આ યોજના હેઠળ કુલ 2.50 લાખ સુધીની મળશે લોનની સહાય”

Leave a Comment