સોલાર લાઈટ ટ્રેપ યોજના: આ યોજના અંતર્ગત ખેડૂતોને સોલાર લાઇટ ટ્રેપના કિંમતના 90% સુધીનો મોટો લાભ મળશે

WhatsApp Group Join Now

Telegram Group Join Now

ખેતી તથા બાગાયતી પાકોમાં પાક રક્ષણ કરવું ખૂબ અગત્યની બાબત છે. ખેતીના પાકો જેવા કે કપાસ, દિવેલા, એરંડા તથા વિવિધ બાગાયતી પાકોમાં જંતુઓથી રક્ષણ કરવું ખૂબ જરૂરી છે. પાક સંરક્ષણ કરવા માટે સૂર્ય પ્રકાશથી ચાલતું જંતુઓ પકડવા માટેની ટ્રેપ લોકપ્રિય બનેલી છે. જેને સોલાર લાઈટ ટ્રેપ કહેવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને Gujarat Solar Light Trap Yojana નો લાભ આપવામાં આવે છે. આજે આ આર્ટિકલ દ્વારા સોલાર લાઈટ ટ્રેપ યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું.

સોલાર લાઈટ ટ્રેપ યોજના

કૃષિ, ખેડૂત કલ્યાન અને સહકાર વિભાગ દ્વારા Solar Light Trap Yojana અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના ખેડૂતોને ખેતીમાં પાક સંરક્ષણ માટેની છે. ખેડૂત યોજના દ્વારા ખેડૂતોને સબસીડી આપવામાં આવે છે. ખેડૂતોને પાકસંરક્ષણ માટે બેટરી પંપ સહાય યોજના તથા જમીન સુધારણા માટે Tractor Sahay Yojana અને રોટાવેટર સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત ખેડૂતોને પ્રધાનમંત્રી સોલાર યોજના, સૂર્ય શક્તિ કિસાન યોજના pdf તથા કુસુમ સોલાર યોજના લાભ આપવામાં આવે છે. પરંતુ આ પોસ્ટ દ્વારા સોલાર લાઈટ ટ્રેપ યોજનાની અરજી કેવી રીતે કરવી, તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ વગેરે માહિતી જાણીશું.

સોલાર લાઈટ ટ્રેપ યોજના – હાઇલાઇટસ

યોજનાનું નામ સોલાર લાઈટ ટ્રેપ યોજના
યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને પાક ઉત્પાદન તથા પાક સંરક્ષણ કરવા માટે
આધુનિક ખેત ઓજારોની ખરીદી પર સબસીડી આપવી
લાભાર્થી ગુજરાતના ખેડૂતોના તમામ
આ પણ વાંચો : રોટાવેટર સહાય યોજના: રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચ ના 50 % અથવા 50,400 રૂપિયા સુધીનો મળશે લાભ

યોજનામાં મળવાપાત્ર સહાય

 • એસ.સી/એસ.ટી જાતિના ખેડુતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના 90 % અથવા રૂ. 4500/- ની મર્યાદામાં આ બે માંથી ઓછું હોય તે લાભ મળશે.
 • જ્યારે અન્ય તમામ ખેડુતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના 70% અથવા રૂ.3500/ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે લાભ મળશે.

સોલાર લાઈટ ટ્રેપ યોજનાની પાત્રતા

ખેડૂતો માટે નવી યોજના રાજ્ય સરકાર બહાર પાડે છે. જેમાં સોલાર લાઇટ ટ્રેપ યોજનામાં ખેડૂતોને સાધનની ખરીદી પર સહાય આપવામાં આવે છે. જેનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

 • ખેડૂત ગુજરાત રાજયનો વતની હોવો જોઈએ.
 • સોલાર લાઇટ ટ્રેપ મેળવવા માટે એમ્પેનલમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદક અથવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે.
 • ખેડૂત પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ.
 • ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ અથવા જમીનની 7/12 ની નકલ ધરાવતો હોવો જોઈએ.
 • ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
 • જંગલીય વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર હોવું જોઈએ.
 • ખેડૂતોઓએ I khedut Portal 2022 પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આવશ્યક દસ્તાવેજ

ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન માટે ikhedut portal બનાવવામાં આવેલ છે. જેમાં ખેડૂત યોજનાઓના Online Arji સ્વીકારવામાં આવે છે. સોલાર લાઈટ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.

 • ખેડૂત જમીન ધરાવતો હોય તે જમીનની 7-12 નકલ
 • રેશનકાર્ડની નકલ (Ration Card)
 • લાભાર્થીના આધારકાર્ડની નકલ
 • એસ.સી.નો હોય તો તેનું સર્ટિફિકેટ
 • એસ.ટી.નો હોય તો તેનું પ્રમાણપત્ર
 • વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
 • ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
 • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
 • ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
 • જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
 • બેંક ખાતાની પાસબુક
 • મોબાઈલ નંબર
આ પણ વાંચો : આ પાવડરનો બિઝનેસ શરૂ કરો અને દરરોજ કમાઓ 4000 રૂપિયા

અરજી કઈ રીતે કરવી

ખેડૂતોને સૂર્ય ઉર્જાથી ચાલતા સોલાર લાઇટ ટ્રેપની ખરીદી પર સાધન સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ikhedut Portal New List માં યોજના ચેક કર્યા બાદ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી Ikhedut Online Arji કરી શકે છે. કોઈપણ કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે Online Application કરાવી શકે છે. તથા ખેડૂતો જાતે ઘરે બેઠા પોતાના કોમ્પ્યુટર દ્વારા પણ ઓનલાઈન અરજી કરી શકે છે. તો ચાલો સોલાર લાઇટ ટ્રેપ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી મેળવીશું.

 • લાભાર્થી ખેડૂતે સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedutl Portal 2022’ ટાઈપ કરવાનું રહેશે.
 • ગુગલ સર્ચ પરિણામમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
 • I-ખેડૂત વેબસાઈટ ખોલ્યા પછી ”યોજના” પર ક્લિક કરવું.
 • જેમાં “યોજના” પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડીની યોજનાઓ” ખોલવીની રહેશે.
 • જેમાં “ખેતીવાડી ની યોજના” ખોલ્યા બાદ વર્ષ-2022-23 ની કુલ 49 યોજનાઓ બતાવશે.
 • જેમાં ક્રમ નંબર-47 પર “સોલર લાઇટ ટ્રેપ” માં પર ક્લિક કરવાની રહેશે.
 • જેમાં સોલર લાઇટ ટ્રેપ યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
 • હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
 • અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
 • જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ પસંદ કરીને Online Form ભરવું.
 • ખેડૂત Online Form માં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
 • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
 • ઓનલાઈન એપ્લિકેશન કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
 • ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

મહત્વપૂર્ણ લીંક

સતાવાર સાઈટ Click Here
HomePage Click Here

1 thought on “સોલાર લાઈટ ટ્રેપ યોજના: આ યોજના અંતર્ગત ખેડૂતોને સોલાર લાઇટ ટ્રેપના કિંમતના 90% સુધીનો મોટો લાભ મળશે”

Leave a Comment