સરગવાની ખેતીમાં સહાય: આ યોજના અંતર્ગત ખેતીના ખર્ચના 75% અથવા રૂ. 18 હજારથી પણ વધારેની મળશે સહાય

WhatsApp Group Join Now

Telegram Group Join Now

ગુજરાત રાજ્ય ખેતીવાડી ક્ષેત્રે અવનવી પદ્ધતિઓ, ટેકનોલોજી અપનાવી દેશ અને દુનિયાને નવી દિશા આપી છે. Gujarat Sarakar પણ ખેડૂત લક્ષી નીતિઓ આપનાવી રહી છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે ખેડૂતો માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જે યોજનાઓની ઓનલાઈન અરજી સ્વીકારવા માટે ikhedut Portal બનાવામાં આવેલ છે. જેના દ્વારા ખેડૂતો કૃષિલક્ષી યોજનાઓના અરજી ફોર્મ ઘરે બેઠા ઓનલાઈન ભરી શકે છે.

સરગવાની ખેતીમાં સહાય યોજના

ખેડૂતોની આવક વધારવા માટે i khedut yojna પર બાગાયતી યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, ખેતીવાડી ની યોજનાઓ અને મત્સ્ય પાલન ની યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ખેડૂત યોજનાની યાદી ikhedut પોર્ટલ પર ઓનલાઈન બહાર પાડવામાં આવે છે. બાગાયતી વિભાગ દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં ટ્રેકટર સહાય યોજના, ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા યોજના, પ્લગ નર્સરી (વનબંધુ) વગેરે યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે. જેમાં સરકારશ્રી દ્વારા સરગવાની ખેતી કરવા માટે સહાય તથા સબસીડી આપવામાં આવે છે. સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોને સરગવાની ખેતી કરવા માટે સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેના Online Form આઈ ખેડૂત પોર્ટલ પરથી ભરી શકાશે.

સરગવાની ખેતીમાં સહાય યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામસરગવાની ખેતીમાં સહાય યોજના
ભાષાગુજરાતી અને English
ઉદ્દેશઔષિધી રીતે ગુણકારી સરગવાની ખેતી કરવા માટે 
ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે યોજના અમલમાં મૂકેલી છે.
લાભાર્થીગુજરાતના ખેડૂતોને
સહાયની રકમ-1એસ.સી અને એસ.ટી જાતિના નાના,સીમાંત અને
મોટા ખેડૂતોને કુલ ખર્ચના 75% સહાય અથવા
રૂ.6000/- બે માંથી જે ઓછું હોય તે
સહાયની રકમ-2ખેડૂતોને કુલ ખર્ચના 17,000/- હેકટરમાં 75% સહાય
અથવા રૂ.12750/- બે માંથી જે ઓછું હોય તે
માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
આ પણ વાંચો : બેટરી પંપ યોજના: આ યોજના અંતર્ગત મહિલા ખેડૂતને રૂ.10,000 સુધીની મળશે સહાય

સરગવાની ખેતીમાં સહાય યોજનાનો હેતુ

Saragva Ni Kheti ની ઓનલાઈન અરજી કરવાની હોય છે. સરગવા સીંગ તથા લીલી પાન માનવ આહારમાં ખૂબ લાભકારક છે. આયુર્વેદિક દ્વષ્ટિએ પણ ખૂબ પૌષ્ટિક છે. જેને ધ્યાને લઈને સરકાર પણ આ ખેતી કરવા માટે ખેડૂતોને પ્રોત્સહાન આપે છે. સરગવાની ખેતી કરવા તથા પ્લાન્‍ટીગ મટિરિયલ બનાવવા માટે સહાય આપવામાં આવે છે.

સરગવાની ખેતીમાં સહાય યોજનાની પાત્રતા

 • ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
 • રાજ્યના અનુસુચિત જાતિ(એસ.સી) અને અનુસુચિત જન જાતિ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.
 • ગુજરાત રાજ્યના નાના, સિમાંત ખેડૂતોને આ યોજનાઓને લાભ મળશે.
 • ખેડૂત જમીન અથવા વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેમને લાભ મળે.
 • ખેડૂતોને ફક્ત જ વાર આ યોજનાનો લાભ મળશે.

સરગવાની ખેતીમાં સહાય યોજનાની શરતો

 • ખેડૂત જમીનનું રેકોર્ડ ધરાવતા હોવા જોઈએ.
 • સરગવા માટેનું પ્લાંટીંગ મટીરિયલ NHB દ્વારા એક્રીડીએશનમાંથી ખરીદવાનું રહેશે.
 • ખેડૂતો સંબંધિત વિસ્તારમાં આવેલ કૃષિ યુનિવર્સિટી કે બાગાયાત ખાતાની નર્સરીઓમાંથી પણ ખરીદી શકે છે.
 • માન્ય થયેલ નર્સરી,એક્રીડિએશનમાંથી ખરીદી કરે તો જ સહાય મળવાપાત્ર થશે.
 • લાભાર્થી SC અને ST જ્ઞાતિનો હોવો જોઈએ.

આવશ્યક દસ્તાવેજ

ikhedut portal પર ચાલતી સરગવાની ખેતીમાં સહાય યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું હોય છે. જેના માટે અગત્યના ડોક્યુમેન્‍ટ નીચે મુજબ આપેલા છે.

 • લાભાર્થી ખેડૂતનો ikhedut portal 7-12
 • ખેડૂતની આધારકાર્ડની નકલ
 • જો ખેડૂત SC અને ST હોય તો જાતિનું સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
 • રેશનકાર્ડની નકલ
 • જો દિવ્યાંગ ખેડૂત હોય તો માટે દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
 • ટ્રાઈબલ વિસ્તાર માટે વન અધિકાર પ્રમાણપત્રની નકલ (હોય તો)
 • સંયુક્ત ખાતેદારના કિસ્સામાં 7-12 અને 8-A જમીનમાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
 • આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો
 • બેંક ખાતાની નકલ
 • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
 • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
આ પણ વાંચો : બટાકા મશીન યોજના: બટાકા મશીનની ખરીદી પર રૂ. 40 હજારની મળશે સહાય

અરજી કઈ રીતે કરવી

સરગવાની ખેતીમાં સહાય મેળવવા માટે ખેડૂતોઓએ i-ખેડૂત પોર્ટલ પરથી Online Arji કરવાની રહેશે. ખેડૂતોએ આવી ઓનલાઈન અરજી માટે પોતાની ગ્રામ પંચાયત ખાતેથી, નજીકના કોમન સર્વિસ સેન્‍ટર કે કોઈપણ જગ્યાએ ઓનલાઈન અરજી કરી શકે છે.

 • સૌપ્રથમ Google ઓપન કરીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
 • જ્યાં ઈ-ખેડૂતની ઓફિશીયલ વેબસાઈટ ખોલવી.
 • Khedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
 • યોજના પર ક્લિક કર્યા બાદ “બાગાયતી વિભાગની યોજનાઓ” પર ક્લિક કરવું.
 • “Bagayati ni yojana” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-52 “સરગવાની ખેતીમાં સહાય” પર ક્લિક કરવું.
 • જેમાં “સરગવાની ખેતીમાં સહાય” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાની રહેશે.
 • જો તમે Register ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
 • ખેડૂત દ્વારા રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
 • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
 • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ ચકાસણી કર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
 • યોજનામાં ભરેલી માહિતીની ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
 • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર સાઇટ Click Here
HomePage Click Here

Leave a Comment