સક્ષમ શિષ્યવૃત્તિ યોજના : આ યોજના અંતર્ગત વિકલાંગ વિદ્યાર્થીઓને રૂ. 2 લાખ સુધીની મળશે સહાય

WhatsApp Group Join Now

Telegram Group Join Now

આજકાલ દરેક સંથ્થાઑ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી શિક્ષણ સ્તરને ઉપર લાવવાનો છે. આ શિષ્યવૃત્તિમાં રિલાયન્સ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ, વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના, SBI Asha Scholarship Program 2022 નો સમાવેશ થાય છે. શું તમે જાણો છો સક્ષમ શિષ્યવૃત્તિ યોજના શું છે? આ માટે તમારે અમારો આ આર્ટીકલ અંત સુધી વાંચો પડશે.

સક્ષમ શિષ્યવૃત્તિ યોજના

સક્ષમ શિષ્યવૃત્તિ યોજનાએ શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી એક અનોખી પહેલ છે. આ યોજનાનું અમલીકરણ AICTE દ્વારા કરવામાં આવે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય વિશેષ વિકલાંગ બાળકોને ટેક્નિકલ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન અને સમર્થન આપવાનો છે. આ યોજના દ્વારા વિશેષ રીતે સક્ષમ વિદ્યાર્થીને ટેકનિકલ શિક્ષણ/જ્ઞાન દ્વારા સફળ ભવિષ્ય માટે તૈયારી કરવાની તક આપવાનો પ્રયાસ છે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા Saksham Scholarship 2023 વિશે તમામ માહિતી મેળવીશું.

સક્ષમ શિષ્યવૃત્તિ યોજના – હાઈલાઈટ્સ

યોજનાનુ નામસક્ષમ શિષ્યવૃત્તિ યોજના
લાભાર્થીવિકલાંગ વિદ્યાર્થીઓ
અરજી મોડ ઓનલાઇન માધ્યમથી
મળવાપાત્ર રકમ2 લાખ રૂપિયા
આ પણ વાંચો : દીન દયાલ ઉપાધ્યાય યોજના : આ યોજના અંતર્ગત બેરોજગારોને મળશે નોકરી તેમજ તાલીમની તક

મળવાપાત્ર લાભ

 • વિદ્યાર્થીઓને અભ્યાસના દરેક વર્ષ માટે વાર્ષિક 50,000/- એટલે કે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે મહત્તમ 4 વર્ષ અને બીજા વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે વધુમાં વધુ 3 વર્ષ કોલેજ ફીની ચુકવણી અને અન્ય ખર્ચ માટે.
 • પસંદગી પામેલા વિદ્યાર્થીઓને વાર્ષિક ધોરણે DBT મોડ દ્વારા શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવશે.
 • ઓનલાઈન પોર્ટલ પર સંસ્થાના વડાના પત્ર અને પાસ થવાનું પ્રમાણપત્ર/માર્કશીટ સબમિટ કરીને રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ દ્વારા આગામી વર્ષ માટે શિષ્યવૃત્તિનું નવીકરણ કરવામાં આવશે.

સક્ષમ શિષ્યવૃત્તિ યોજના યોજનાની પાત્રતા

 • AICTE દ્વારા મંજૂર કરાયેલી કોઈપણ સંસ્થામાં ઉમેદવારને ડિગ્રી લેવલના કોર્સના પ્રથમ વર્ષમાં અથવા ડિગ્રી લેવલના કોર્સના બીજા વર્ષમાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ.
 • ખાસ વિકલાંગ વિદ્યાર્થીઓની વિકલાંગતા 40% કરતા ઓછી ન હોવી જોઈએ.
 • વાર્ષિક કૌટુંબિક આવક આઠ લાખથી વધુ ન હોવી જોઈએ.
 • રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર દ્વારા માન્ય આવક પ્રમાણપત્ર હોવું જરૂરી છે.

આવશ્યક દસ્તાવેજ

 • આધાર કાર્ડ
 • SSC નું પ્રમાણપત્ર અને માર્કશીટની નકલ
 • HSC ના પ્રમાણપત્રની નકલ અને માર્કશીટ
 • ITI પ્રમાણપત્રની નકલ અને માર્કશીટ.
 • ડિપ્લોમા પ્રમાણપત્રની નકલ અને માર્કશીટ.
 • શ્રેણી પ્રમાણપત્ર, જો લાગુ હોય તો.
 • અભ્યાસ/ બોનાફાઇડ પ્રમાણપત્ર
 • વાર્ષિક કૌટુંબિક આવકનું પ્રમાણપત્ર
 • નવીકરણના કિસ્સામાં પ્રમોશન પ્રમાણપત્ર
આ પણ વાંચો : Groww App : ઘરે બેઠા મોબાઈલથી પૈસા કમાવવાની ઉત્તમ તક

અરજી કઈ રીતે કરવી

 • સૌ પ્રથમ શિષ્યવૃત્તિની ઓફિશિયલ વેબસાઈડ http://www.scholarships.gov.in/ પર જાઓ.
 • તેના પછી “New Registration” પર ક્લિક કરો.
 • પછી તમારી સામે નોંધણી શિષ્યવૃત્તિ માટેની માર્ગદર્શિકા દેખાશે.
 • માર્ગદર્શિકા વાંચ્યા પછી “continue” પર ક્લિક કરો.
 • પછી તમારી સામે નોધણી ફોર્મ દેખશે.
 • વિગત ભરી નોધણી કરો ના વિકલ્પ પર ક્લિક કરો.
 • પછી તમારી એપ્લિકેશનના ID અને પાસવર્ડ દેખશે.
 • આ ID અને પાસવર્ડ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS તરીકે મોકલવામાં આવશે.
 • પછી આ વેબસાઈટ https://scholarships.gov.in/fresh/newstdRegfrmInstruction પર જાઓ.
 • પછી તમારો ID અને પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરી લૉગિન કરો.
 • પછી તમારા તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત થયેલ OTP દાખલ કરો.
 • તમને પાસવર્ડ રીસેટ સ્ક્રીન પર મોકલવામાં આવશે. પછી નવો પાસવર્ડ બનાવો.
 • પછી “સબમિટ કરો” પર ક્લિક કરો. તે પછી તમને “અરજદારના ડેશબોર્ડ” પર નિર્દેશિત કરવામાં આવશે.
 • આગળના પેજ પર “અરજી ફોર્મ” પર ક્લિક કરો. * તરીકે ચિહ્નિત થયેલ વિગતોએ ફરજિયાત ભરી અને દસ્તાવેજો અપલોડ કરો.
 • પછી તમે “સેવ એઝ ડ્રાફ્ટ” પર ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર સાઇટ Click Here
HomePage Click Here

Leave a Comment