સખી વન સ્ટોપ સેન્ટર યોજના : આ યોજના હેઠળ મહિલાઓને તેમના આરોગ્ય માટે તમામ સેવાઓ નો મળશે લાભ

WhatsApp Group Join Now

Telegram Group Join Now

Ministry of Women & Child Development Department, Government of India દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. જેના અંતર્ગત તમામ રાજ્યોમાં હિંસાથી પીડિત મહિલાઓને એક જ સ્થળેથી તાત્કાલિક આશ્રય તથા સંકલિત સેવાઓ પૂરી પાડવા માટે ઓગષ્ટ 2016 થી One Stop Center Scheme શરૂ કરવામાં આવી છે. રાજ્યના દરેક જિલ્લા મુખ્યમથકે ‘સખી વન સ્ટોપ સેન્ટર યોજના’ શરૂ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ OSC સેન્‍ટર 27×7 કલાક તથા 365 દિવસ ચાલુ રહેતી મહિલાઓની સેવામાં કાર્યરત રહે છે.

સખી વન સ્ટોપ સેન્ટર યોજના

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ દરેક રાજ્યના મહિલાઓના સશક્તિકરણ, સુરક્ષા અને વિકાસ માટે વિવિધ વિભાગો કામ કરે છે. જેમાં ગુજરાત રાજ્યમાં WCD Gujarat- Mahila ane Bal Vikas Vibhag દ્વારા મહિલાઓ ઘણી બધી યોજનાઓનું મોનીટરીંગ તથા ચલાવવામાં આવે છે. જેમ કે 181 મહિલા હેલ્પલાઈન, Vidhva Sahay Yojana, Vahali Dikari Yojana, સખી વન સ્ટોપ સેન્ટર વગેરે. સખી વન સ્ટોપ સેન્ટર મહિલાઓ માટે 24×7 ચાલુ રહે છે. આ સેન્ટર દ્વારા કોઇપણ જગ્યાએથી કોઈપણ હિંસાનો ભોગ બનેલ મહિલાઓને આશ્રય તથા કાઉન્સેલિંગ કરવામાં આવે છે.

સખી વન સ્ટોપ સેન્ટર યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામ સખી વન સ્ટોપ સેન્ટર યોજના
વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગ
લાભાર્થી મહિલાઓ
હેતુ પીડિત મહિલાને એક જ છત્ર હેઠળ તેને જરૂર
હોય તેવી તમામ સુવિધાઓ પુરી પાડવાનો
આ પણ વાંચો : ગુજરાતી લગ્ન કંકોત્રી એપ : આ એપ દ્વારા તમારા મોબાઇલમાં ઘરે બેઠા બનાવો લગ્ન કંકોત્રી

સખી વન સ્ટોપ સેન્ટર યોજનાનો હેતુ

જાહેર અને ખાનગી કોઈપણ સ્થળે મહિલા હિંસાનો ભોગ બને તો આ સેવાનો લાભ લઈ શકે છે. પીડિત મહિલાને એક જ છત્ર હેઠળ તેને જરૂર હોય તેવી તમામ સુવિધાઓ પુરી પાડવાનો મુખ્ય હેતુ છે. One Stop Center દ્વારા મહિલાઓને તાત્કાલિક તબીબી સારવાર, કાયદાકીય માર્ગદર્શન અને સહાય, પોલીસ સહાય પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત મનોવૈજ્ઞાનિક પરામર્શ (Psychological Counseling) આપવામાં આવે છે. હિંસાગ્રસ્ત મહિલા પાસે રહેવાની સુવિધા ન હોય તેવા સંજોગોમાં હંગામી ધોરણે આશ્રય તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવે છે.

સખી વન સ્ટોપ સેન્ટર યોજનાની સુવિધાઓ

  • હિંસાનો ભોગ બનેલ મહિલાઓને તાત્કાલિક તબીબી સહાય આપવામાં આવે છે.
  • મહિલાઓને મફત કાનૂની સહાય અને કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવે છે.
  • મહિલાઓ પર હિંસાના કિસ્સાઓમાં સખી સેન્ટર દ્વારા પોલીસ સહાય પૂરી પાડવામાં આવે છે
  • સેન્ટર પર આવેલી પીડિત મહિલાઓને કાઉન્સેલિંગ કરવામાં આવે છે.
  • પીડિત મહિલાને રહેવાની સગવડ ન હોય તો તેવા કિસ્સામાં 5 દિવસ સુધી મફત રહેઠાણ આપવામાં આવે છે. જ્યાં મહિલાને વિનામૂલ્યે જમવાનું પણ આપવામાં આવે છે.

સખી વન સ્ટોપ સેન્ટર યોજનાની રૂપરેખા

ભારતના સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય (Ministry of Women & Child Development Department (WCD) દ્વારા દેશના દરેક રાજ્યમાં વન સ્ટોપ સેન્‍ટર-સખી યોજના કાર્યરત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. One Stop Centre (OSC) દ્વારા પીડિત-શોષિત મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષ કરવાનું છે.

One Stop Center Guidelines મુજબ સેન્‍ટર પીડિત મહિલાને ઘરમાં, સમાજમાં અથવા કાર્યના સ્થળે થતી હિંસા સામે તમામ પ્રકારની મદદ પૂરી પાડવામાં આવે છે. આ સેન્‍ટર દ્વારા તબીબી સેવા , મનોવૈજ્ઞાનિક પરામર્શ, કાનુની માર્ગદર્શન, પોલીસ સેવા, આશ્રય અને સંસ્થાકીય મદદ પૂરી પાડશે. મહિલાઓ અને કિશોરીઓ સમાજમાં શારીરિક, જાતિય, ભાવનાત્મક, મનોવૈજ્ઞાનિક અને આર્થિક પ્રકારની હિંસાનો ભોગ બને છે. જેના લીધે એસીડ એટેક, ડાકણ પ્રથા, સ્ત્રી ભૂણહત્યા, ઘરેલું હિંસા, કાર્યના સ્થળે થતી હિંસા વગેરે સમાજમાં જોવા મળે છે. તમામ પ્રકારની મદદ એક જ સ્થળેથી પૂરી પાડવામાં આવશે.

વન સ્ટોપ સેન્ટર દ્વારા કોઈપણ મહિલાને કોઈપણ સ્થળ પર જવા-આવવા માટે વાહનની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત હિંસાથી અસરગ્રસ્ત મહિલાના તાત્કાલિક બચાવ અને તેને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવા માટે 181 મહિલા અભયમ હેલ્પલાઈનની વાનની પણ મદદ લેવામાં આવે છે.

મહત્વપૂર્ણ લિન્ક

HomePage Click Here

Leave a Comment