પ્રધાનમંત્રી વય વંદના યોજના : આ યોજના અંતર્ગત વૃદ્ધાવસ્થા ને રૂ. 15 લાખ સુધીનું મળશે પેન્શન

WhatsApp Group Join Now

Telegram Group Join Now

ભારત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જેમાં વિધવા બહેનો માટે વિધવા સહાય યોજના, વૃદ્ધો માટે વૃદ્ધ સહાય યોજના, વિદ્યાર્થીઓ માટે ડિજીટલ સ્કોલરશીપ યોજના, ખેડૂતો માટે PM Kisan Yojana વગેરે તમામ નાગરિકો માટે કલ્યાણકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. પરંતુ આજે વૃધ્ધો માટેની યોજના વિશે વાત કરીશું.

ભારત સરકારે એક નવી Pradhan Mantri Vaya Vandana Yojana 2023 ની શરુઆત કરી છે. જેમાં વૃદ્ધોને ન્યૂનતમ રૂપિયા 1000 મહિને પેન્શન મળશે. આ પેન્શનની યોજના શું છે?, આ યોજનામાં તમે કેવી રીતે અરજી કરી શકો છો. અરજદારની શું પાત્રતા હોવી જોઈએ?, જરૂરી દસ્તાવેજ શું છે. આ પ્રકારની બધી માહિતી અહી આગળ આ જ આર્ટિકલમાં આપેલ છે.

પ્રધાનમંત્રી વય વંદના યોજના

આ યોજનાની શરૂઆત 4મે 2017માં વૃધ્ધો માટે કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી વય વંદના યોજના 2023 માં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃધ્ધોને લાભ મળશે. આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે LIC ની Official Website પર કે તમારી નજીકની બ્રાંચ પર અરજી કરવાની રહેશે. ત્યાર બાદ નિર્ધારિત સમય સુધી યોજનામાં રોકાણ કરવું પડશે. જેમાં વ્યાજ સહિત પેન્શન મળશે. આ યોજનામાં 15 લાખ રૂપિયા સુધીની રકમનું પેન્શન મળશે. આ યોજનાનો લાભ અને અરજી કરવાની પ્રક્રિયા અહી નીચે આપેલ છે.

પ્રધાનમંત્રી વય વંદના યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામ પ્રધાનમંત્રી વય વંદના યોજના
કોને શરૂઆત કરી ભારત સરકાર
ઉદ્દેશ્ય વૃધ્ધને પેન્શન આપીને આત્મનિર્ભર બનાવવા
લાભ 60 વર્ષ થી વધુ વયના વૃદ્ધને પેન્શન મળશે.
આ પણ વાંચો : વાહન અકસ્માત સહાય યોજના : આ યોજના અંતર્ગત અકસ્માત થયેલ વ્યક્તિને સારવાર માટે રૂ. 50 હજાર સુધીની મળશે સહાય

પ્રધાનમંત્રી વય વંદના યોજનાનો ઉદ્દેશ્ય

આ યોજનાનો એ જ હેતુ છે કે, વૃદ્ધોને પેન્શન મળી શકે. આ યોજનામાં જે પણ વૃધ્ધને પેન્શન જોઈએ છે. તેમણે પહેલાં અરજી કરીને આ યોજના માટે 10 વર્ષના અવધિમાં રકમ જમા કરાવવાની રહેશે. ત્યારબાદ તેમને દર વર્ષે માસિક, ત્રિમાસિક, વાર્ષિક રીતે પેન્શન મળશે. આ યોજનાથી વૃદ્ધોને બીજાના પર નિર્ભર રહેવાની જરૂર નહિ પડે. તેઓ જાતે જ તેમનું ગુજરાન ચલાવી શકશે.

યોજના માટેની પાત્રતા

  • અરજદાર ભારતનો નિવાસી હોવો જોઈએ.
  • અરજદારની ન્યૂનતમ આયુ 60 વર્ષ હોવી જોઈએ.
  • અરજદારની અધિકતમ આયુ નિર્ધારિત નથી.
  • આ યોજનામાં LIC પોલિસીની મુદત 10 વર્ષની છે. જોકે, પોલિસી ખરીદ્યા પછી લાભાર્થી તેને પોલિસીના નિયમો અનુસાર 10 વર્ષ પહેલા પણ બંધ કરી શકે છે.
  • આ યોજનામાં Online અને Offline બન્ને રીતે અરજી કરી શકાય છે.
  • આ યોજના હેઠળ અરજી કરવાની છેલ્લી તારીખ 31/03/2020 હતી, જેને વધારીને 31/03/2023 સુધી લંબાવવામાં આવેલ છે,
  • આ યોજનામાં અગાઉ વધુમાં વધુ રૂ. 7,50,000/- રકમનું રોકાણ થઈ શકતું હતું, જેને વધારીને રૂ. 15,00,000/- કરી દેવામાં આવી છે.
  • આ યોજનાનો લાભાર્થી માસિક, ત્રિમાસિક, છમાસિક અને વાર્ષિક પેન્શન મેળવી શકે છે.
  • આ યોજનામાં લાભાર્થી ઓછામાં ઓછા માસિક રૂ. 1,000 અને વધુમાં વધુ માસિક રૂ. 9,250 સુધીનું પેન્શન મેળવી શકે છે.
  • આ યોજના હેઠળ લાભાર્થીને GST માંથી મુક્તિ મળે છે.
  • આ યોજનામાં મુદતના 10 વર્ષના સમયગાળામાં લાભાર્થી મૃત્યુ પામે તો પોલિસીમાં જમા થયેલી રકમ પોલિસી ધારકના વારસદારને આપવામાં આવે છે.
  • આ યોજના હેઠળ પોલિસી ધારક આત્મહત્યા કરે તો પણ જમા થયેલ તેમના વારસદારોને આપવામાં આવે છે.

આવશ્યક દસ્તાવેજ

  • પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ
  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ (Pan Card)
  • મોબાઈલ નંબર
  • ઉંમરનો પુરાવો
  • આવકનું પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો
  • બેંક પાસબુક

પ્રધાનમંત્રી વય વંદના યોજનાનો લાભ

  • Pradhan Mantri Vaya Vandana Yojana થી વૃદ્ધ નાગરિકોને ઘણો ફાયદો થશે.
  • વૃધ્ધ લોકોને આ યોજના થી નિયત અને જરૂરિયાતના સમય પર પૈસા મળી રહેશે.
  • આ યોજનામાં 15 લાખ સુધીની પેન્શન મળશે.
  • આ યોજનામાં અરજી કરવાની તારીખ 31 માર્ચ 2023છે.
  • આ યોજનામાં અરજદાર ઓનલાઈન અને offline અરજી કરી શકશે.
  • આ યોજના માટે અરજદાર માસિક, ત્રિમાસિક અને વાર્ષિક પેમેન્ટ કરી શકે છે.
આ પણ વાંચો : મહિલા સ્વાવલંબન યોજના : આ યોજના અંતર્ગત મહિલાઓને 2 લાખ રૂપિયા સુધીની મળશે લોન

અરજી કઈ રીતે કરવી

PMVVY 2023 નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટેની તમામ પ્રક્રિયા નીચે મુજબ છે.

  • આ યોજનામાં અરજી કરવા માટે અજરદારે LIC ની Official Website https://digisales.licindia.in/eSales/liconline/setprop?plan=856 પર જવું પડશે.
  • ત્યાં તમને આ યોજના વિશે વધુ માહિતી માટે Click To Buy Online ના બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર પછી જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • અને પ્રોસેડનાં બટન પર ક્લીક કરો આ રીતે તમે આ યોજના માટે અરજી કરી શકો છો.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર સાઇટ Click Here
HomePageClick Here

Leave a Comment