પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના: હવે કામદારોને મળશે 3 હજાર રૂપિયા પેન્સન

PMSYM Yojana in Gujarati પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેન્શન યોજના 2022 ઓનલાઈન અરજી ફોર્મ – હમણાં જ ઓનલાઈન અરજી કરો અને દર મહિને રૂ. 3000 મેળવો. જો તમે પણ પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના શું છે? આનાથી શું ફાયદો? અને તેના માટે અરજી કેવી રીતે કરવી? વગેરે માટે જાણવા માંગો છો તો તમે યોગ્ય સ્થાને આવ્યા છો.

દેશમાં ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચાલે છે. જેમાં PM Kisan Yojana, અટલ પેન્‍શન યોજના વગેરે. પરંતુ આજે પીએમ શ્રમ યોગી માનધન યોજના શું છે, આપણે તેમાં કેવી રીતે નોંધણી કરાવી શકીએ? અને આ યોજના સંબંધિત દરેક માહિતી આ આર્ટીકલમાં ઉપલબ્ધ કરવામાં આવી છે જેથી કરીને તમે ઓનલાઈન તપાસ કરી શકો અને અરજી કરી શકો.

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના

પીએમ શ્રમ યોગી માનધન યોજના હેઠળ, 18 વર્ષની ઉંમરે અરજી કરનાર વ્યક્તિએ દર મહિને 55 રૂપિયા જમા કરાવવાના રહેશે અને 60 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી, ન્યૂનતમ પેન્શનની રકમ તરીકે દર મહિને 3000 રૂપિયા આપવામાં આવશે. પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન (PMSYM) યોજનાની જાહેરાત વર્ષ 2019 માં કરવામાં આવી હતી અને 15 ફેબ્રુઆરી 2019 ના રોજ શરૂ કરવામાં આવી હતી.

આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. લાયક ઉમેદવારો નીચે આપેલ લિંકની મુલાકાત લઈને PMSYM ઓનલાઈન નોંધણી કરી શકે છે. આ લેખ દ્વારા PMSYM 2022 ઑનલાઇન ફોર્મ, પાત્રતા, સ્થિતિ, સૂચિ, લાભો અને ઘણી વધુ વિગતો મેળવી શકે છે.

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના – હાઇલાઇટસ

યોજનાનું નામ પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના
લાભાર્થીઅસંગઠિત ક્ષેત્રના કામદારો
જમા કરવાની રકમ 55 રૂ. થી 200 રૂ. પ્રતિ મહિના
અરજી મોડ ઓનલાઈન/ઓફલાઈન
આ પણ વાંચો : થ્રી વ્હીલર લોન યોજના: આ યોજના હેઠળ કુલ 2.50 લાખ સુધીની મળશે લોનની સહાય

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાનો હેતુ

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અસંગઠિત ક્ષેત્રના કામદારોને તેમના વૃદ્ધાવસ્થામાં ટેકો આપવાનો છે. જેથી અસંગઠિત ક્ષેત્રના મજૂરવર્ગ પણ 60 વર્ષની ઉંમર પછી પોતાનું જીવન સારી રીતે ચલાવી શકે. તે પોતાની વૃદ્ધાવસ્થા સ્વાભિમાન સાથે જીવે. અને બીજા કોઈ પર નિર્ભર રહેવાની જરૂર ના પડે. પેન્શનમાંથી મળેલી રકમનો ઉપયોગ કરીને, તે તેમના ખોરાક, પીવા, કપડાં, દવા વગેરેની આવશ્યક જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદ મેળવી શકે છે.

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાની પાત્રતા

  • અરજદાર અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતો મજૂર હોવો જોઈએ.
  • અરજદારની માસિક આવક રૂ. 15000 થી વધુ ન હોવી જોઈએ.
  • અરજદારની ઉંમર 18 વર્ષથી 40 વર્ષની હોવી જોઈએ.
  • આવકવેરા દાતાઓ/કરદાતાઓ આ યોજનાનો લાભ લઈ શકતા નથી.
  • અરજદારને EPFO, NPS અને ESIC હેઠળ આવરી લેવામાં આવવો જોઈએ નહીં.
  • અરજદાર પાસે આધાર કાર્ડ અને સેવિંગ્સ બેંક એકાઉન્ટ અથવા જન ધન બેંક એકાઉન્ટ (IFSC કોડ સાથે) હોવું આવશ્યક છે.

આવશ્યક દસ્તાવેજ

  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદારનું ઓળખપત્ર
  • અરજદારના બેંક ખાતાની પાસબુક
  • અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • અરજદારનું સંપૂર્ણ સરનામું
  • અરજદારનો મોબાઇલ નંબર
આ પણ વાંચો : કોચિંગ સહાય યોજના 2023: વિદ્યાર્થીઓને કોચિંગ સહાય 20 હજાર રૂપિયાની મળશે સહાય

અરજી કઈ રીતે કરવી

  • આ માટે તમારે સૌથી પહેલા પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે.
  • હોમ પેજ પર, “Click Hear to Apply Now ” લિંક પર ક્લિક કરો અને તમને Self Enrollment નો વિકલ્પ દેખાશે – ક્લિક કરો અને આગળ વધો.
  • તમારો મોબાઈલ નંબર દાખલ કરો અને Proceed બટન પર ક્લિક કરો.
  • હવે અરજદારનું નામ, ઈમેલ આઈડી, કેપ્ચા કોડ ભર્યા બાદ OTP ના માધ્યમથી આગળ વધો.
  • આ પછી તમારે બાકીનું એપ્લિકેશન ફોર્મ ભરવું પડશે અને જરૂરી ડોકયુમેંટ અપલોડ કરવા પડશે.
  • અરજી ફોર્મ સબમિટ કર્યા પછી તેની પ્રિન્ટઆઉટ લેવાનું ભૂલશો નહીં.

મહત્વપૂર્ણ લીંક

HomePage Click Here

1 thought on “પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના: હવે કામદારોને મળશે 3 હજાર રૂપિયા પેન્સન”

Leave a Comment