પ્રધાનમંત્રી મુદ્રા યોજના: આ યોજના અંતર્ગત રૂપિયા 10 લાખ સુધીની મળશે લોનની સહાય

કેન્‍દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને નવા ધંધા-વ્યવસાય ચાલુ કરવા માટે વિવિધ યોજનાઓ અને સેવાઓનો લાભ આપે છે. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ક્રેડિટ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના તથા પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના વગેરે ચલાવવામાં આવે છે. મિત્રો, આજે આ આર્ટિકલના માધ્યમ દ્વારા નવો વ્યવસાય કે ધંધો ચાલુ કરવા માટે સરકારશ્રી દ્વારા આપવામાં આવતી PM Mudra Loan Yojana 2023 વિગતવાર માહિતી મેળવીશું.

પ્રધાનમંત્રી મુદ્રા યોજના

આપણો દેશ ખેતી પ્રધાન છે. પરંતુ દેશમાં નવા ઉદ્યોગ સાહસિકો દ્વારા નવા ધંધા ચાલુ કરવા માટે જરૂરી ઈન્‍ફ્રાસ્ટ્રકચર મળે તે ખૂબ જરૂરી છે. જેમાં લોન ખૂબ જ અગત્યની બાબત છે. ભારત સરકારે આવા સાહસિકોને લોન સહાયથી સરળ મળી રહે તે હેતુથી PM Mudra Loan Yojana નામની યોજના ચાલુ કરી છે. આ યોજના હેઠળ નવીન કંપનીઓ મુદ્રા લોનના રૂપમાં નાણાંકીય સહાય મેળવી શકે છે. PM Mudra Loan Yojana નો લાભ કોણ-કોણ લઈ શકે, તેના માટે શું-શું ડોક્યુમેન્‍ટ જોઈએ વગેરે તમામ માહિતી આ આર્ટિકલના માધ્યમ દ્વારા મેળવીશું.

આ લોન યોજના દેશના નાના પાયાની કંપનીઓને વિકાસ કરવામાં સહયોગ આપે છે. તેમને સફળતા સુધી પહોંચવા માટે મદદ કરવા આ યોજના ચાલુ કરવામાં આવેલી છે. આ યોજનાની શરૂઆત 8 મી એપ્રિલ, 2015 ના રોજ શરૂ કરવામાં આવી હતી. નાની-નાની કંપનીઓને ભંડોળ પૂરૂં પાડવા માટે PM Mudra Loan Scheme અમલી બનાવેલ છે.

પ્રધાનમંત્રી મુદ્રા યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામ પ્રધાનમંત્રી મુદ્રા યોજના
કોને કરી શરૂઆત ભારત સરકાર દ્વારા
ઉદ્દેશ્ય દેશના નાગરિકોને નવો વ્યવસાય, ધંધો કે ઉદ્યોગ ચાલુ
કરવા માટે આ ઓછા વ્યાજદરે લોન આપવામાં આવે છે.
લાભાર્થી દેશના પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓ
મળવાપાત્ર સહાય રકમ પીએમ મુદ્રા લોન યોજના હેઠળ રૂ. 50,000
થી 10 લાખ સુધી લોન મળવાપાત્ર થાય છે.
આ પણ વાંચો : ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ યોજના: આ યોજના અંતર્ગત ખેડૂતોને યુનિટ કોસ્ટ ઉપર રૂ.1400/એકમની મળશે સહાય

પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો ઉદ્દેશ્ય

સુક્ષ્મ, લઘુ, અને મધ્યમ ઉદ્યોગો (MSME’s) દેશના અથતંત્રમાં મહત્વનું યોગદાન આપે છે. પીએમ મુદ્રા યોજના હેઠળ દેશના નાગરિકો પોતાના નવા ધંધા, ઉદ્યોગ કે વ્યવસાય ચાલુ કરવા માંગતા હોય, તો તેમને સરળતા લોન તેવી વ્યવસ્થા પૂરી પાડે છે. આ યોજના હેઠળ દેશની અધિકૃત બેંકો દ્વારા લોન ગ્રાહકોને લોન મળી રહે તે મુખ્ય હેતુ સાથે આ યોજના અમલી બનાવેલ છે.

 • નાગરિકોને નવો ધંધો શરૂ કરવો
 • હાલના વ્યવસાયનું વિસ્તરણ અને વૃધ્ધિ
 • તાલીમ પામેલા તેમજ સક્ષમ કર્મચારીઓની ભરતી
 • નવા મશીનરીની ખરીદી
 • વ્યવસાય માટે કાર્યકારી મૂડી મેળવવી
 • કોમર્શિયલ સાધનોની ખરીદી

પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની પાત્રતા

 • ભારતીય નાગરિક આ યોજના માટે પાત્રતા ધરાવે છે.
 • લાભાર્થીનો ક્રેડીટ સ્કોર સારો હોવો જોઈએ.
 • લોન લેનાર અન્ય બેંકોમાંથી ડિફોલ્ટર ન હોવો જોઈએ
 • મુદ્રા લોન હેઠળ લોન મેળવતા પહેલા રોકાણ કઈ જગ્યાએ કરશો અને કેટલું કરશો તે બેંકે લેખિતમાં બતાવવું પડશે.
 • અરજદાર પાસે આધારકાર્ડ હોવું જોઈએ.
 • પાનકાર્ડ
 • અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
 • છેલ્લા 3 વર્ષનું Income Tax Returns

પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની વિશેષતાઓ

 • આ લોન યોજના દ્વારા મેળવેલી રકમનો ઉપયોગ કંપની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરી શકાય છે.
 • ઉત્પાદન, વેપાર અને સેવાઓમાં રોકાયેલા ઉદ્યોગોને સેવા આપવાનો છે.
 • હાલની અને નવી કંપનીઓ બંને પ્રકારની Mudra Loan માટે એપ્લિકેશન કરી શકે છે.
 • PM Mudra Website અને Mudra Mobile App દ્વારા નાગરિકો સીધી Online Apply કરી શકે છે.
 • PMMY મુદત 3 થી 5 વર્ષ સુધીની હોય છે.
 • Enterprises ને PM Mudra Loan Scheme દ્વારા મેળવેલા ભંડોળનો ઉપયોગ સાધનોની ખરીદી, મશીનરી ખરીદવા, સ્ટાફની ભરતી વગેરે માટે ઉપયોગ કરવાની સંપૂર્ણ સ્વતંત્ર છે.
 • Mudra Loan યોજના હેઠળ ત્રણ યોજનાઓ છે.

આવશ્યક દસ્તાવેજ

 • આધારકાર્ડ
 • અરજદારનું પાનકાર્ડ
 • સરનામું દર્શાવતો દસ્તાવેજ
 • પાસપોર્ટ સાઇઝના ફોટા
 • ધંધાના સ્થળના સરનામાનો પુરાવો
 • ધંધાના લાયસન્સના પુરાવા
 • મશીનરી તેમજ સાધનો સહિત તમામ ખરીદીઓના Quotation
 • ઈન્‍કમ ટેક્ષ રિર્ટનના દસ્તાવેજો
આ પણ વાંચો : મહિલા સ્વાવલંબન યોજના: મહિલાઓને ધંધો શરૂ કરવા માટે રૂ. 30 હજાર સુધીની મળશે લોન સહાય

અરજી કઈ રીતે કરવી

પી.એમ મુદ્રા લોન યોજના ઓનલાઈન પણ કરી શકાય છે. નીચે આપેલા પગલાંને અનુસરીને પીએમ મુદ્રા લોન માટે ઓનલાઈન અરજી કરી શકાય.

 • સૌપ્રથમ Google માં જઈને PM Mudra Loan યોજના ટાઈપ કરવું.
 • જેમાં સર્ચ રિઝલ્ટમાંથી અધિકૃત વેબસાઈટ ખોલવાની રહેશે.
 • આ અધિકૃત વેબસાઈટ પરથી https://www.mudra.org.in/ એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કરો અથવા તો ઓનલાઈન પણ અરજી કરી શકો છો.
 • નામ, સરનામુ, મોબાઈલ નંબર,KYC વિગતો ચોક્કસ વિગતો સાથે આ ફોર્મ ભરો.
 • જરૂરી Documents લગાવી કે અપલોડ કરી અરજીફોર્મ સબમિટ કરવાની જરૂર છે.
 • બેંક દ્વારા વધારાની પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની રહેશે.(બેંકવાઈઝ અલગ અલગ હોઈ શકે છે.
 • ત્યારબાદપસંદ કરેલ બેંક ડોક્યુમેન્‍ટની ચકાસણી કરશે.
 • છેલ્લે, વેરિફિકેશન થઈ ગયા બાદ લોનની રકમ આપના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર સાઇટ Click Here
HomePage Click Here

1 thought on “પ્રધાનમંત્રી મુદ્રા યોજના: આ યોજના અંતર્ગત રૂપિયા 10 લાખ સુધીની મળશે લોનની સહાય”

Leave a Comment