પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના: ખેડૂતોને મળશે વાર્ષિક રૂ.6 હજારની સહાય

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચાલે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના ગરીબ કિસાનો માટે અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના દ્વારા ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના અતંગર્ત નાના અને સીમાં ખેડૂતોને લાભ આપવામાં આવે છે, જેથી ખેડૂત ભાઈઓ સારી ગુણવત્તાના બિયારણ અને ખાતરીની ખરીદી કરી શકે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો આરંભ ભારત સરકારશ્રી દ્વારા 1 ફેબ્રુઆરી 2019 ના રોજ ચાલુ કરવામાં આવી હતી. જેનો લાભ દેશના ગરીબ કિસાનને લાભ મળવાપાત્ર થશે. આપને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ઉઠાવવા માટે નિયત દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સન્માનની રકમ એમના બેંક અથવા પોસ્ટ ખાતામાં સીધા DBT મારફતે જમા કરવામાં આવે છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના – હાઇલાઇટસ

ઓજનાનું નામ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
ઉદ્દેશ ખેડૂતોની આવક વધારવા માટે
લાભાર્થી દેશના નાના અને સીમાંત ખેડૂત ભાઈઓ
સહાયની રકમ 6000 વાર્ષિક
આ પણ વાંચો : INFLIBNET કેન્દ્ર ભરતી 2023: સલાહકાર (વહીવટ) ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

સહાય ધોરણ

Pradhan mantri kisan samman nidhi yojana Gujarat માં લાભાર્થીને ખેડૂત કુટુંબને દર વર્ષે રૂ.6000/- ચૂકવવામાં આવે છે. આ સહાય DBT (Direct Benefit Transfer) દ્વારા ચૂકવાય છે. જે ત્રણ સમાન હપ્તામાં દર ચાર (4) માસએ ચૂકવવામાં આવે છે. પીએમ કિસન યોજના અન્‍વયે પ્રથમ હપ્તા તરીકે તારીખ-01/12/2018 થી 31/03/2019 ના રોજ ચૂકવાયેલ.

કોને લાભ મળશે નહિ

  • વર્તમાન અને ભૂતપૂર્વ તમામ પ્રકારના બંધારણીય હોદ્દાઓ ધરાવતા વ્યક્તિઓને મળશે નહીં.
  • હાલમાં કે ભૂતકાળમાં મંત્રીશ્રી/રાજ્યકક્ષાના મંત્રીશ્રી, લોકસભા, રાજ્યસભા કે વિધાનસભા કે જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રીઓને આ યોજનાનો લાભ મળશે નહીં.
  • કેન્‍દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો, કચેરીઓ, મંત્રાલયો કે તેની ક્ષેત્રીય કચેરીમાં સેવા કાર્યરત કે નિવૃત તમામ અધિકારીઓ અને કર્મચારીઓને PMKSY નો લાભ મળશે નહીં. (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/ વર્ગ-4 અને ગ્રુપ-D સિવાયના)
  • તમામ વય નિવૃત પેન્‍શનધારકો કે જેઓ પ્રતિમાસ રૂ.10,000/- કે તેથી વધુ પેન્‍શન મેળવતા હોય (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/ વર્ગ-4 અને ગ્રુપ-D સિવાયના) એમને પીએમ કિસાન યોજનાનો લાભ મળશે નહીં.
  • છેલ્લા આકારણી વર્ષમાં ઈન્‍કમટેક્ષ ચૂકવેલ કરદાતા તેમજ વ્યવસાયિકો જેવા કે ડૉક્ટર, એન્‍જિનિયર, વકીલ, ચાટર્ડ એકાઉન્‍ટન્‍ટ અને આર્કીટેકટ કે જેઓ વ્યવસાયિક સંસ્થાઓ સાથે નોંધણી ધરાવતા હોય તેવા વ્યવસાય ધરાવતા હોય એમને મળશે નહીં.

આવશ્યક દસ્તાવેજ

  • 8-અ નો ઉતારો
  • 7/12 નો ઉતારો
  • આધારકાર્ડ
  • જો આધારકાર્ડ ન હોય તો એનરોલમેન્‍ટ નંબર, ડ્રાઈવીંગ લાઈસન્‍સ, ચૂંટણીકાર્ડ, નરેગા જોબ પૈકી એકની નકલ
  • બેંક પાસબુકની ઝેરોક્ષ અથવા કેન્‍સલ ચેક
આ પણ વાંચો : RRC CR ભરતી 2023: એપ્રેન્ટિસની 2422 પોસ્ટ પર ભરતીની જાહેરાત

અરજી કઈ રીતે કરવી

નવા ખેડૂત ખાતેદારોએ આ યોજનાનો લાભ લેવા માટે Online ફોર્મ ભરવાનું રહેશે. New Farmer Registration – PM Kisan માટે ગ્રામ પંચાયત માટે VCE પાસેથી ઓનલાઈન અરજી કરાવી શકાશે. ગ્રામ પંચાયત ખાતેથી VCE નવા ખેડૂતોને આ યોજનાનું https://www.digitalgujarat.gov.in/ મારફતે ઓનલાઈન અરજી કરશે.

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર સાઈટ Click Here
HomePage Click Here

1 thought on “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના: ખેડૂતોને મળશે વાર્ષિક રૂ.6 હજારની સહાય”

Leave a Comment