ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ અને આવક વધારવા માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકેલી છે. જેમાં કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ કિસાન સન્માન નિધિ યોજના, પાક ધિરાણ યોજના, સિંચાઈની યોજનાઓ વગેરે બહાર પાડેલ છે. એવી જ રીતે ગુજરાત સરકાર દ્વારા ikhedut પોર્ટલ મારફતે ઘણી બધી ખેડૂતોની યોજનાઓના ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે. ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી ખેડૂત પેન્શન મળે તે માટે ભારત સરકાર દ્વારા “પ્રધાનમંત્રી કિસાન માનધાન યોજના” લોન્ચ કરેલ છે. આ આર્ટિકલ દ્વારા આ પેન્શન યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના
Kisan Maandhan Yojana હેઠળ આપણા દેશના ખેડૂતોને લાભ આપવામાં આવશે. દેશના નાના અને સીમાંત ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવશે. આ યોજના હેઠળ કિસાનોને ઘડપણમાં સારી રીતે જીવન જીવવા માટે ભારત સરકાર દ્વારા પેન્શન આપવામાં આવશે. પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના 2021 ની શરૂઆત 31 May 2019 ના રોજ કરવામાં આવી હતી. આ યોજના દ્વારા ખેડૂતોને 60 વર્ષની ઉંમર પૂર્ણ થતાં 3000 પેન્શન આપવામાં આવશે. પ્રિય વાંચકો આ આર્ટિકલ દ્વારા યોજનાયોજના વિશે સંપૂર્ણ માહિતી આપીશું.
આ પણ વાંચો : ગુજરાત વનબંધુ યોજના: આ યોજના અંતર્ગત રૂ. 3 લાખ/એકમ ખર્ચના 90% કે જે ઓછુ હોય તે મુજબ સહાય મળશે |
પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના – હાઇલાઇટસ
યોજનાનું નામ | પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના |
ઉદ્દેશ | ખેડૂતોને પેન્શન આપીને સામાજિક સુરક્ષા પૂરી પાડવી |
લાભાર્થી | દેશના નાના અને સીમાંત ખેડૂતોને |
સહાયની રકમ | દર મહિને રૂપિયા 3000 પેન્શન મળવાપાત્ર |
પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનો હેતુ
Government of India હેઠળ કાર્યરત Ministry of Labour & Employment અને Ministry of Agriculture & Farmers Welfare દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના દ્વારા ખેડૂતોને ઘડપણમાં સુરક્ષા પૂરી પાડવાનો છે. આ યોજના દ્વારા દેશના નાના અને સીમાંત ખેડૂતોને 60 વર્ષ પછી દર મહિને રૂપિયા 3000 પેન્શનની રકમ આપીને સુરક્ષા આપવાનો મુખ્ય હેતુ છે. પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના 2021 દ્વારા કિસાનોની સામાજિક સુરક્ષા આપવામાં આવે, જેના દ્વારા ખેડૂતોનું ભવિષ્ય સુરક્ષિત રહે અને તેઓ વિકાસ કરી શકે તે આ યોજનાનું મુખ્ય લક્ષ્ય છે.
પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાની પાત્રતા
- ભારતના નાગરિક હોય તેવા 18 થી 40 વર્ષના ખેડૂતોને મળશે.
- નાના અને સીમાંત ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
- ખેડૂત 2 હેક્ટર કરતા ઓછી જમીન ધરાવતો હોય તો લાભ મળવાપાત્ર થાય
પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજ
- આધારકાર્ડ
- ચૂંટણીકાર્ડ/પાનકાર્ડ/ પાસપોર્ટ પૈકી કોઈપણ એક
- ઉંમર અંગેનું પ્રમાણપત્ર
- ખેતીની જમીન ધરાવતા હોય તો તેના પ્રમાણપત્ર
- બેંક ખાતાની ઝેરોક્ષ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ આઈડી
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
અરજી કેવી રીતે કરવી
આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીઓ દ્વારા જાતે પણ રજીસ્ટેશન કરી શકે છે. લાભાર્થી દ્વારા Online Registration કેવી રીતે કરવું તેની માહિતી નીચે મુજબ દ્વારા જાણીશું.
- સૌપ્રથમ લાભાર્થીએ આ યોજનાની Official Website પર જવાનું રહેશે.
- જેમાં Pradhan Mantri Kisan Maandhan Yojana પર ક્લિક કરવાનું રહેશે.
- જેમાં યોજનાની સંપૂર્ણ માહિતી વાંચવાની રહેશે.
- ત્યારબાદ “Click Here to apply Now” પર ક્લિક કરવાનું રહેશે.
- જેમાં બે ઓપ્શન ખૂલશે, 1) Self Enrollment અને 2) CSC VLE જેમાં નંબર-1 પર ક્લિક કરવાનું રહેશે.
- હવે નામ, મોબાઈલ નંબર અને ઈમેઈલ નાખીને Captch Code નાખવાનો રહેશે.
- ત્યારબાદ Enrollment પર ક્લિક કરીને Pradhn Mantri Kisan Maandhan Yojana પર ક્લિક કરવાનું રહેશે.
મહત્વપૂર્ણ લીંક
સત્તાવાર સાઈટ | Click Here |
HomePage | Click Here |
1 thought on “પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના: આ યોજના અંતર્ગત ખેડૂતોને દર મહિને રૂપિયા 3000 પેન્શન મળશે”