પાવર ટીલર સહાય યોજના: આ યોજના અંતર્ગત રૂ.85 હજાર સુધીનો મળશે લાભ

પ્રધાનમંત્રી દ્વારા દેશના ખેડૂતોની આવક બમણી કરવા માટે ઘણી ખેડૂતલક્ષી યોજનાઓ અમલી બનાવેલ છે. ખેડૂતોને સીધી આર્થિક મદદ કરવા માટે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના અમલી બનાવેલ છે. કેન્‍દ્ર સરકારની જેમ રાજ્ય સરકારો પણ અલગ-અલગ યોજનાઓ બહાર પાડતી હોય છે. ગુજરાતમાં ખેડૂતો માટે, પશુપાલકો માટે, બાગાયતી કે મત્સ્ય પાલનની યોજનાઓ ikhedut Portal પર ઓનલાઈન મૂકવામાં આવે છે.

આઈ ખેડૂત પોર્ટલ વિવિધ વિભાગોની યોજનાની માહિતી મુકવામાં આવે છે. જેમાં ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજના , મત્સ્ય પાલન ની યોજનાઓ અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ વગેરે વિભાગની યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે. આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી Power Tiller Sahay Yojana 2022 (8 BHP થી વધુ) & પાવર ટીલર સહાય યોજના (8 BHP થી ઓછા) સહાય યોજના વિશેની વિગતવાર માહિતી મેળવીશું.

પાવર ટીલર સહાય યોજના

ગુજરાતના કૃષિ અને સરકાર વિભાગ દ્વારા ખેત ઉત્પાદન વધારવા માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. ખેતીવાડી વિભાગ દ્વારા ખેતીમાં ઝડપથી પાક ફેરબદલી તથા ખેડાણ માટે ઘણા બધા ખેતીના સાધનો માટે સહાય આપવામાં આવે છે. આઈ ખેડૂત પોર્ટલ દ્વારા પાવર ટીલર સહાય યોજના હેઠળ કેટલી સબસીડી આપવામાં આવે છે?, કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટની જરૂર પડે તે વગેરે વિશે માહિતી મેળવીશું.

પાવર ટીલર સહાય યોજના – હાઇલાઇટસ

યોજનાનું નામ પાવર ટીલર સહાય યોજના
યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે તથા ખર્ચ ઘટાડવા
માટે આધુનિક ઓજાર પર સબસીડી પૂરી પાડવી
લાભાર્થી ગુજરાતના જમીન ધારક ખેડૂતોને
સહાયની રકમ આ યોજના હેઠળ અલગ-અલગ સ્કીમમાં
જ્ઞાતિવાર લાભ આપવામાં આવે છે.
આ પણ વાંચો : કોચિંગ સહાય યોજના: વિદ્યાર્થીઓને ટ્યુશન માટે પ્રતિ વર્ષ વાર્ષિક રૂપિયા 15 હજારની મળશે સહાય

પાવર ટીલર સહાય યોજનાનો હેતુ

Kheti Vadi Vibhag દ્વારા ખેડૂતો માટે આ યોજના અમલી બનાવવામાં આવેલ છે. ગુજરાતમાં ખેડૂતો ખેતીમાં ખર્ચ ઘટાડવા, ઝડપથી પાકની ફેરબદલી માટે પાવર ટીલર મશીન માટે સબસીડી આપવાનું નક્કી કરેલું છે.

પાવર ટીલર સહાય યોજનાની પાત્રતા

  • ગુજરાત રાજયનો વતની હોવો જોઈએ.
  • રાજ્યના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
  • Power Tiller Yojana નો લાભ મેળવવા માટે લાભાર્થી ખેડૂતે આ ઘટકના એમ્પેનલમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદક અથવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂત પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ.
  • અરજદાર નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
  • ખેડૂતોઓએ khedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહ
  • ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ અથવા જમીનના 7/12 ની નકલ ધરાવતો હોવો જોઈએ.
  • પર્વતીય અને જંગલીય વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર હોવું જોઈએ.

આવશ્યક દસ્તાવેજ

ગુજરાતના ખેડૂતો માટે ખેડૂત યોજનાનો લાભ આપવા માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે. જેમાં વિવિધ ખેડૂત યોજનાઓના Online Form ભરાય છે. પાવર ટીલર સહાય યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.

  • અરજદાર ખેડૂતની જમીનની નકલ 7-12
  • એસ.સી. જ્ઞાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ
  • એસ.ટી. જ્ઞાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
  • રેશનકાર્ડની નકલ (Ration Card)
  • ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ
  • વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
  • ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
  • મોબાઈલ નંબર
  • બેંક ખાતાની પાસબુક
  • ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
આ પણ વાંચો : BCPL ભરતી 2023: સ્નાતક અને ટેકનિશિયન એપ્રેન્ટિસની પોસ્ટ માટે ભરતીની જાહેરાત

અરજી કઈ રીતે કરવી

ખેડૂતોને ટ્રેક્ટર આધારિત ચાલતા પાવર ટીલર મશીન સહાય મળશે. આ સબસીડી યોજનાનો લાભ લેવા માટે Ikedut પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી કોમ્પ્યુટર સાહસિક પાસેથી Online Arji કરી શકે છે. ખેડૂતો જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. તો ચાલો તેની વિગતવાર માહિતી મેળવીશું.

  • ખેડૂત ભાઈએ સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut’ ટાઈપ કરવાનું રહેશે.
  • Google Search પરિણામમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
  • ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
  • જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડીની યોજના” ખોલવીની રહેશે.
  • જેમાં “ખેતીવાડીની યોજના” ખોલ્યા બાદ વર્ષ-2022-23 ની કુલ 50 યોજનાઓ બતાવશે. (તા-24/08/2022 ની સ્થિતિએ)
  • જેમાં ક્રમ નંબર-02 પર “પાવર ટીલર” માં પર ક્લિક કરવાની રહેશે.
  • જેમાં પાવર ટીલર સહાય યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
  • હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
  • અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
  • જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
  • ખેડૂત Online Application Form માં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
  • ઓનલાઈન એપ્લિકેશન એક વાર કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
  • છેલ્લે,ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

મહત્વપૂર્ણ લીંક

HomePage Click Here

1 thought on “પાવર ટીલર સહાય યોજના: આ યોજના અંતર્ગત રૂ.85 હજાર સુધીનો મળશે લાભ”

Leave a Comment