બટાકા મશીન યોજના: બટાકા મશીનની ખરીદી પર રૂ. 40 હજારની મળશે સહાય

WhatsApp Group Join Now

Telegram Group Join Now

શાકભાજીઓમાં બટાકાને રાજા કહેવામાં આવે છે. બટાકાની ખેતી દેશના મોટાભાગના રાજ્યમાં થાય છે. બટાકા રવિ સિઝનના પાક તરીકે ઓળખવામાં આવે છે. બટાકામાં કાર્બોહાઈડ્રેડ, મેગ્નીશિયમ, વિટામીન C, વિટામીન B-6 કેલ્શિયમ, પોટેશિયમ સહિત ઘણા બધા મિનરલ્સ જોવા મળે છે. જેથી બટાકાની ખેતી કરવી તે ઘણી લાભદાયક છે. ગુજરાતમાં બટાકાની ખેતી કરવા ખેડૂતો વધુમાં વધુ પ્રોત્સાહિત થાય તે જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને સાધન સહાય આપવામાં આવે છે. જેમકે રોટાવેટર સહાય યોજના, કલ્ટીવેટર સહાય યોજના, દવા છાંટવાનો પંપ વગેરે. બટાકાનું ઉત્પાદન વધે તે ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને ખેતીવાડી વિભાગ દ્વારા પોટેટો ડીગર મશીન યોજના બહાર પાડવામાં આવેલ છે. તો ચાલો Patato Digging Machine Scheme વિશે વિસ્તૃત માહિતી મેળવીશું.

બટાકા મશીન યોજના

ગુજરાતના કૃષિ અને સરકાર વિભાગ દ્વારા ખેત ઉત્પાદન વધારવા માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. ખેતીવાડી વિભાગ દ્વારાએ બટાકાની ખેતી વધુમાં વધુ થાય તે માટે ખેડૂતોને સાધન સહાય આપવામાં આવે છે. Potato Digger Machine Yojana દ્વારા ગુજરાતના ખેડૂતોને બટાકા કાઢવાનું મશીન સબસીડી પર આપવામાં આવે છે.

બટાકા મશીન યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામપોટેટો ડીગર યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો મુખ્ય ઉદ્દેશખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે તથા
ખર્ચ ઘટાડવા માટે આધુનિક ઓજાર પર સબસીડી પૂરી પાડવી
લાભાર્થીગુજરાતના જમીન ધારક ખેડૂતોને
સહાયની રકમઆ યોજના હેઠળ અલગ-અલગ સ્કીમમાં જ્ઞાતિવાર
લાભ આપવામાં આવે છે. દા.ત- ટ્રેકટર (35 BHP થી વધ થી ચાલતા
પોટેટો ડીગર માટે કુલ ખર્ચના 50 % અથવા  રૂપિયા 40,000/-  
હજાર એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળવાપાત્ર થશે.
અધિકૃત વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
આ પણ વાંચો : ટીસ્યુ કલ્ચર ખેતી સહાય યોજના: આ યોજના અંતર્ગત ગુજરાતના ખેડૂતોને 1.5 લાખ રૂપિયા સુધીની મળશે સહાય

બટાકા મશીન યોજનાનો હેતુ

Kheti Vadi Vibhag દ્વારા ખેડૂતો માટે આ યોજના અમલી બનાવવામાં આવેલ છે. ગુજરાતમાં ખેડૂતો બટાકાના પાકનું વધુ વાવેતર કરે તે ખૂબ જરૂરી છે. બટાકાની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. બટાકાની ખેતીમાં ખર્ચ ઘટાડવા માટે પોટેટો ડીગર મશીન સબસીડી પર આપવામાં આવે છે.

બટાકા મશીન યોજનાની પાત્રતા

iKhedut Portal 2022 પર ખેડૂતો માટે ઘણી યોજના ઓનલાઈન અરજીઓ સ્વીકારવાનું ચાલુ થયેલ છે. જેમાં Potato Digging Machine Scheme માં ખેડૂતોને આધુનિક ખેત ઓજારની ખરીદી પર સહાય આપવામાં આવે છે. ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • ગુજરાત રાજયનો વતની હોય અને ખેડૂત હોય તેમને લાભ મળશે.
  • Potato Digging Yojana નો લાભ મેળવવા માટે લાભાર્થી ખેડૂતે પોટેટો ડીગર યોજના ઘટકના એમ્પેનલમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદક અથવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે.
  • ખેડૂત પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ.
  • ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
  • ખેડૂતોઓએ khedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ અથવા જમીનના 7/12 ની નકલ ધરાવતો હોવો જોઈએ.
  • પર્વતીય અને જંગલીય વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર હોવું જોઈએ.

યોજના હેઠળ મળવાપાત્ર લાભ

Government of Gujarat ની આ સબસિડી યોજના છે. ખેડૂતો માટેની આ યોજના હેઠળ આધુનિક ખેત ઓજારની ખરીદી પર subsidy આપવામાં આવે છે.

આવશ્યક દસ્તાવેજ

ગુજરાતના ખેડૂતો માટે ખેડૂત યોજનાનો લાભ આપવા માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે. જેમાં વિવિધ ખેડૂત યોજનાઓના Online Form ભરાય છે. પોટેટો ડીગર યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.

  • ખેડૂતની જમીનની નકલ 7-12
  • એસ.સી. જ્ઞાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ
  • એસ.ટી. જ્ઞાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
  • રેશનકાર્ડની નકલ (Ration Card)
  • ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ
  • વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
  • ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
  • મોબાઈલ નંબર
  • બેંક ખાતાની પાસબુક
  • ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
આ પણ વાંચો : પેટ્રોલીંગ બોટ સહાય યોજના: માછીમારોને બોટની ખરીદી પર રૂ. 2.5 લાખની મળશે આર્થિક સહાય

અરજી કઈ રીતે કરવી

ખેડૂતોને ટ્રેક્ટર આધારિત ચાલતા પોટેટો ડીગર મશીન સહાય મળશે. આ સબસીડી યોજનાનો લાભ લેવા માટે I kedut પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી કોમ્પ્યુટર સાહસિક પાસેથી Online Arji કરી શકે છે. ખેડૂતો જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. તો ચાલો તેની વિગતવાર માહિતી મેળવીશું.

  • ખેડૂત ભાઈએ સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut’ ટાઈપ કરવાનું રહેશે.
  • ગુગલ સર્ચ પરિણામમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
  • ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
  • જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “KhetiVadi Ni Yojana” ખોલવીની રહેશે.
  • જેમાં “ખેતીવાડીની યોજના” ખોલ્યા બાદ વર્ષ-2022-23 ની કુલ 49 યોજનાઓ બતાવશે.
  • જેમાં ક્રમ નંબર-22 પર “પોટેટો ડીગ” માં પર ક્લિક કરવાની રહેશે.
  • જેમાં પોટેટો ડીગર સહાય યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
  • હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
  • અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
  • જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
  • ખેડૂત Online Application Form માં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
  • ઓનલાઈન એપ્લિકેશન એક વાર કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
  • ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર સાઇટ Click Here
HomePage Click Here

1 thought on “બટાકા મશીન યોજના: બટાકા મશીનની ખરીદી પર રૂ. 40 હજારની મળશે સહાય”

Leave a Comment