પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના : આ યોજના અંતર્ગત દર મહિને 4,950 રૂપિયા સુધીનું મળશે વળતર

WhatsApp Group Join Now

Telegram Group Join Now

દેશમાં બચત માટે અલગ અલગ યોજનાઓ ચાલે છે. જેમ કે સુકન્યા સમૃદ્ધિ યોજના, અટલ પેન્‍શન યોજના, LIC ની વિવિધ સ્કીમો, કિસાન માન-ધાન યોજના વગેરે. રાષ્ટ્રના નાગરિકો પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે સલામત સ્થળે રોકાણ કરવું ખૂબ અગત્યનું છે. આજે અમે તમને Post Office Monthly Income Scheme – MIS એવી સ્કીમ વિશે જણાવીશું, જ્યાં રોકાણ કરવાથી તમને અન્ય વિકલ્પો કરતા વધારે નફો મળશે.

ભારતીય ટપાલ વિભાગની આ સ્કીમ છે. આ યોજના તમારી બચત મૂડીને સુરક્ષિત રાખે છે. આ ઉપરાંત, તમને તેના દ્વારા દર મહિને સારી આવક પણ થાય છે. પોસ્ટ ઓફિસની માસિક આવક સ્કીમ (POMIS)એ રોકાણના શ્રેષ્ઠ વિકલ્પોમાંથી એક છે. MIS એવી સ્મોલ સેવિંગ યોજના છે, જેમાં તમારા રૂપિયાનું રોકાણ કરવા પર તમને દર મહિને કમાણી મળતી રહે છે. પોસ્ટ ઓફિસની આ સ્કિમમાં એકવાર રોકાણ કરવાથી તમને દર મહિને વ્યાજ મળે છે.

આ સ્કીમનો ભારતના કોઈપણ નાગરિક લાભ લઇ શકે છે અને તમારી થાપણ હંમેશા સલામત રહે છે. તેમાં તમને Bank FD અથવા ડેટ ઈન્સ્ટુમેન્ટ કરતાં વધુ સારું વળતર મળે છે. તમે દર મહિને નિશ્ચિત આવક મળતી રહે છે અને તે બાદ યોજના પૂરી થતાં તમને તમારી તમામ મૂડી પરત મળે છે, જેને તમે ફરીથી આ યોજનામાં રોકાણ કરીને માસિક આવક મેળવી શકો છો.

પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના

ભારતીય પોસ્ટ નાગરિકોને માસિક આવક મેળવવા માટે આ યોજના (MIS) ઓફર કરે છે, જે રોકાણકારોને નિયમિત માસિક પેન્શન સુનિશ્ચિત કરે છે. આ ચોક્કસ યોજનામાં એક સાથે એક જ રકમનું રોકાણ કરવાની જરૂર છે. લોકપ્રિય યોજનામાં રોકાણ પણ પાકતી મુદતના લાભો આપે છે. આ યોજના હેઠળ તમે વ્યક્તિગત ખાતું અથવા સંયુક્ત ખાતું ખોલાવી શકો છો.

પોસ્ટ ઓફિસમાં રૂપિયા 1000 ની રકમ સાથે ખાતું ખોલાવી શકાય છે અથવા 100 ના ગુણાંકમાં રૂપિયા કરી શકાય છે. એક વ્યક્તિ એક જ ખાતામાં 4.5 લાખ રૂપિયા અને સંયુક્ત ખાતામાં 9 લાખ જમા કરાવી શકે છે. ખાતું ખોલવાની તારીખથી પરિપક્વતા સુધી એક મહિના પૂર્ણ થયા બાદ વ્યાજ ચૂકવવામાં આવે છે.

પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામ પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના
હેતુ બચત સાથે માસિક આવક
વિભાગ ભારતીય પોસ્ટ વિભાગ
વ્યાજદર માસિક 6.6 ટકા વ્યાજ
આ પણ વાંચો : આદિત્ય બિરલા શિષ્યવૃત્તિ યોજના : આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને રૂ. 60 હજાર સુધીનો મળશે લાભ

પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનાની અગત્યની બાબતો

  • આ યોજનાનો લાભ લેવા માટે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું જરૂરી છે.
  • આ સ્કીમનો લાભ લેવા અરજી ફોર્મ ભરો. અથવા સત્તાવાર વેબસાઈટ પરથી પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરો.
  • તમારે 2 પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ આપવાના રહેશે.
  • આઈડી પ્રૂફ માટે આધાર કાર્ડ અથવા પાસપોર્ટ અથવા મતદાર કાર્ડ અથવા ડ્રાઈવિંગ લાઈસન્સમાંથી કોઈપણ એક ઓળખપત્ર આપવાનું રહેશે.
  • વ્યક્તિએ નોમિનીનું નામ પણ આપવું જોઈએ.
  • આ ખાતું ખોલવા માટે જરૂરી ઓછામાં ઓછા 1000 રૂપિયા છે, જે રોકડ અથવા ચેક દ્વારા ચૂકવી શકાય છે.
  • વધારે માહિતી તમને નજીકની પોસ્ટ ઓફિસમાંથી પણ મળી શક્શે.

કેટલી રકમ જમા થશે

તમે પોસ્ટ ઓફિસની MIS Scheme માં એક સાથે રકમ જમા કરી શકો છો. તમારા માટે માસિક આવકની વ્યવસ્થા કરી શકો છો. જો તમારું ખાતું સિંગલ છે તો તમે વધુમાં વધુ રૂ. 4.5 લાખ સુધી રકમ જમા કરાવી શકો છો. તે જ સમયે, સંયુક્ત ખાતામાં મહત્તમ 9 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો. આ યોજનામાં બાળકોના નામે ખાતું પણ ખોલવામાં આવી શકાય છે. જો કે, આ માટે માતાપિતા અથવા વાલીએ તેની સંભાળ લેવી પડશે. પછીથી, જ્યારે બાળક 10 વર્ષની ઉંમરે પહોંચે છે, ત્યારે તે પોતે જ એકાઉન્ટ ચલાવી શકે છે.

આ પણ વાંચો : VNSGU ભરતી 2023 : વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, રૂ. 25,000 થી શરૂ પગાર

ધ્યાનમાં રાખવાની બાબતો

પાકતી મુદત પહેલાં તમારે નાણાં પાછા લેવા હોય, તો આ સુવિધા તમને એકાઉન્ટને 1 વર્ષ પૂર્ણ થવા પર મળે છે. એકાઉન્ટ ખોલવાની તારીખથી 1 વર્ષથી 3 વર્ષ જૂનું એકાઉન્ટ થવા પર તેમાં જમા કરેલી રકમમાંથી 2% બાદ કરીને બાકીની રકમ પાછી મેળવી શકાય છે. જો તમારું એકાઉન્ટ 3 વર્ષથી વધુ જૂનું છે, તો તમને તેમાં જમા થયેલ રકમના 1% કાપીને બાકીની રકમ તમને પાછી આપી દેવામાં આવે છે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર સાઇટ Click Here
HomePage Click Here

1 thought on “પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના : આ યોજના અંતર્ગત દર મહિને 4,950 રૂપિયા સુધીનું મળશે વળતર”

Leave a Comment