PM સ્વાનિધિ યોજના: હવે સરકાર રસ્તા પરની દુકાનોને 50 હજાર રૂપિયા સુધીની આપશે લોનની સહાય

WhatsApp Group Join Now

Telegram Group Join Now

PM Svanidhi Yojana : કોરોના મહામારીને કારણે દેશના ગરીબ વર્ગને ઘણું નુકસાન થયું છે અને લાખો લોકોએ તેમની નોકરી ગુમાવી છે. તેમાં મોટો હિસ્સો સ્ટ્રીટ વેન્ડર્સના લોકોનો છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ઘણી વખત લોકડાઉનનો આશરો લીધો છે. આવી સ્થિતિમાં દરરોજ કમાઈને ખાતા લોકોને ભારે આર્થિક નુકસાન થયું છે.

PM સ્વાનિધિ યોજના

આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે શેરી વિક્રેતાઓને મદદ કરવા અને તેમને ફરીથી તેમનું કામ શરૂ કરવા માટે ‘પીએમ સ્વાનિધિ યોજના’ (PM Svanidhi Yojana) શરૂ કરી છે. આ યોજના માટે સરકાર રસ્તાની બાજુની દુકાનના માલિકો અને નાના વેપારીઓને 10,000 રૂપિયાથી 50,000 રૂપિયા સુધીની લોનની સુવિધા પૂરી પાડે છે.

આ પણ વાંચો : નવસારી આશ્રમ શાળા ભરતી 2023 : શિક્ષણ સહાયક અને વિદ્યાસહાયકની પોસ્ટ માટે ભરતી જાહેરાત

PM સ્વાનિધિ યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામ PM સ્વાનિધિ યોજના
યોજનાનો ઉદ્દેશ શેરી વિક્રેતાઓને મદદ કરવા અને તેમને
ફરીથી તેમનું કામ શરૂ કરવા માટે
લાભાર્થી શેરી વિક્રેતાઓને
મળવાપાત્ર સહાય રૂ. 10,000 થી રૂ. 50,000
હજાર સુધીની લોનની સહાય

PM સ્વાનિધિ યોજના હેઠળ કઈ રીતે મળશે લોન

‘પીએમ સ્વાનિધિ યોજના’ હેઠળ મળેલી લોનમાં કોઈપણ પ્રકારની લોન ગેરંટીની જરૂર નથી પડતી. આ કોલેટરલ ફ્રી લોન (Collateral Free Loan) છે એટલે કે ગેરંટી વિના મફત બિઝનેસ લોન. આવી સ્થિતિમાં એ સ્ટ્રીટ વેન્ડર્સ માટે એક ફાયદાની યોજના સાબિત થઈ રહી છે. સ્ટ્રીટ વેન્ડર્સ તેમનો બિઝનેસ વધારવા માટે આ લોન વારંવાર લઈ શકે છે. તમને પહેલીવાર 10,000 રૂપિયાની લોન મળે છે. આ લોની ચુકવણી તમે દર મહિને કરી શકો છો.

લોન ચુકવણી માટેનો સમય

આપને જણાવી દઈએ કે મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ વિશેષ યોજનામાં સ્ટ્રીટ વેન્ડર્સને લોન ચૂકવવા માટે પૂરતો સમય મળે છે. એકવાર તમે લોન લો, તમે તેને 12 મહિનામાં એટલે કે 1 વર્ષમાં ચૂકવી શકો છો. જો તમે ઈચ્છો તો આ લોન તમે દર મહિને હપ્તામાં ચૂકવી શકો છો. તેના માટે તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે.

આ પણ વાંચો : મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના: આ યોજના અંતર્ગત ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા રૂ. 50 હજારની મળશે સહાય

અરજી કઈ રીતે કરવી

  • આ યોજના માટે તમે કોઈ પણ સરકારી બેંકમાં જઈ અરજી કરી શકો છો
  • તમે બેંકમાં જઈ પીએમ સ્વનિધિ યોજનાનો ફોર્મ ભરી શકો છો
  • તેની સાથે આધારની ઝેરોક્ષ આપવાની રહેશે
  • તેના પછી બેંક તમારી લોનને એપ્રૂવ કરી દેશે
  • તમને હપ્તામાં લોનના રૂપિયા મળી જશે

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર સાઇટ Click Here
HomePage Click Here

1 thought on “PM સ્વાનિધિ યોજના: હવે સરકાર રસ્તા પરની દુકાનોને 50 હજાર રૂપિયા સુધીની આપશે લોનની સહાય”

Leave a Comment