પ્રધાનમંત્રી કુસુમ યોજના : આ યોજના અંતર્ગત સૂર્ય ઊર્જાથી સિંચાઈ, ખેડૂતોનું રક્ષણ અને વધારાની કમાણી થશે

PM Kusum Yojana દેશના અને રાજ્યના ખેડૂતો માટે નવી યોજના લોન્ચ કરવામાં આવી છે. ખેડૂતોને ખેતીમાં સિંચાઈ માટે સૌર ઊર્જા દ્વારા ચાલતા સોલાર પંપની ખરીદી અને ઉપયોગ વધે તે અંત્યત જરૂરી છે. વધુમાં ડીઝલ દ્વારા ચાલતા પંપનો વપરાશ ઘટે તેવા વિશે ઉદ્દેશ્ય સાથે પીએમ કુસુમ યોજના દાખલ કરેલી છે. આ યોજના હેઠળ કિસાનો પોતાની જમીન પર સોલાર પેનલ લગાવી શકે છે. પ્રિય વાંચકો, આજે આર્ટિકલ દ્વારા આ યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું.

પ્રધાનમંત્રી કુસુમ યોજના

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે આ યોજના લોન્ચ કરવામાં આવેલી છે. પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાઅભિયાન હેઠળ, સૌર ઉર્જાથી ચાલતા કૃષિ પંપ સેટ સબસીડી પર આપવામાં આવશે. જે ખેડૂતોને સિંચાઈમાં મદદરૂપ થશે અને ખેડૂતોને સૌર ઊર્જા પેદા કરવામાં ઉપયોગી થશે. PM-Kusum સૂર્ય ઊર્જાથી સિંચાઈ, ખેડૂતોનું રક્ષણ અને વધારાની કમાણી માટે આ યોજના ઉપયોગી થશે.

પ્રધાનમંત્રી કુસુમ યોજના – હાઇલાઇટસ

યોજનાનું નામ પ્રધાનમંત્રી કુસુમ યોજના
યોજનાનો ઉદ્દેશ્ય સૌર ઉર્જા પેદા કરીને ખેડૂતોને આવકમાં વધારો કરવાનો.
લાભાર્થી દેશના પાત્રતા ધરાવતા ખેડૂતો
શરૂઆત કોના દ્વારા થશે જે તે રાજ્ય સરકાર
વિભાગ કૃષિ અને ઉર્જા વિભાગ
અરજી પ્રક્રિયા ઓનલાઈન

પ્રધાનમંત્રી કુસુમ યોજનાના વિભાગો

દેશના અને રાજ્યના કિસાનો માટે ઘણી યોજના અમલી બનાવેલ છે. ગુજરાતના ખેડૂતોને યોજનાઓનો લાભ આપવા માટે ikhedut portal બનાવેલ છે. જેમાં ઘણી બધી યોજનાઓના ઓનાલાઈન ફોર્મ ભરાય છે. કુસુમ યોજના અલગ-અલગ વિભાગો પાડવામાં આવેલા છે. જે નીચે મુજબ છે.

પ્રધાનમંત્રી કુસુમ યોજના : વિભાગ-A

 • અન્નદાતા થી ઉર્જાદાતા માટેના આ વિભાગ કાર્યરત છે.
 • ખેડૂતો પોતાની બિનઉપજાઉ જમીન ઉપર સોલાર પ્લાન્ટ સ્થાપિત કરીને, કમાણી કરી શકે છે.
 • આ વિભાગ હેઠળ, ખેડૂતો 25 વર્ષ સુધી સૌરઊર્જા ઉત્પન્ન કરીને વીજ વિતરણ કંપનીને વેચવાની સુવિધા આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી કુસુમ યોજના : વિભાગ-B

 • આ વિભાગ હેઠળ ખેડૂતોને આહવાન કરવામાં આવે છે કે, ડીઝલને બદલે સોલાર પંપ સ્થાપિત કરવા કહ્યું છે.
 • ખેતીવાડી વીજ કનેકશન ન હોય ત્યાં સોલાર પંપ લગાવવા માટે સુવિધા પૂરી પાડવામાં આવે છે.
 • ખેડૂતોને સોલાર પંપના ખર્ચની કિંમતના 60% સુધીની સબસીડી આપવામાં આવે છે.
 • આ સબસીડી 75 હો.પા. સુધી મર્યાદામાં આપવામાં આવે છે.
 • આ વિભાગમાં વન વિસ્તારના ખેડૂતો માટે GERC ના ધોરણો મુજબ, માત્ર ફીકસ્ડ કોસ્ટ મુજબનો ફાળો ભરપાઈ કરવાનો રહેશે.
 • કૃષિ વીજ જોડાણ માટેની આદિજાતિ (TASP) યોજનાના અરજદારોને કોઈ ફાળો ભરપાઈ કરવાનો રહેશે નહીં.

પ્રધાનમંત્રી કુસુમ યોજના : વિભાગ-C

 • ખેડૂતો માટેની યોજનામાં પીએમ કુસુમ યોજના-સી વિભાગ છે. આ વિભાગમાં બે પેટા વિભાગ છે.
 • એક વિભાગમાં વ્યક્તિગત સ્તરે પંપ સોલરાઈઝેશન માટેની છે.
 • જેમાં હયાત ખેતીવાડી વીજ જોડાણ ધરાવતા ખેડૂતોને સોલાર પંપના ખર્ચની કિંમતના 60% સુધી સબસીડી આપવામાં આવશે.
 • જે 75 હો.પા. સુધી મર્યાદિત રહેશે.
 • 25 વર્ષ સુધી સ્વ-વપરાશ પછી, વધારાની સોલાર ઉર્જા વીજ વિતરણ કંપનીને વેચી વધારાની આવક મેળવી શકાશે.
 • ફીડર લેવસ સોલરાઈઝેશન આ બીજો પેટા વિભાગ છે.
 • દિવસ દરમિયાન ખેડૂત ભાઈઓને ખેતી કામ માટે પૂરતો વીજપુરવઠો આપવામાં આવે છે.
 • સસ્તી અને ગ્રીન એનર્જીથી ખેતરોમાં હરિયાળી આવશે, જેથી ખેડૂતોમાં ખુશહાલી આવશે.

સોલાર પેનલ પર 90 ટકા સુધી વળતર

પ્રધાનમંત્રી કુસુમ યોજના હેઠળ ખેડૂતો સૌર ઊર્જા ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.આ યોજના હેઠળ ખેડૂતોને તેમની જમીન પર Solar Panel લગાવવા માટે ફક્ત 10 ટકા રકમ ભરવાની રહેશે. રાજ્ય સરકારો અને ભારત સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં 60 % સુધી સબસીડીની રકમ આપે છે. જેમાં કેન્દ્ર અને રાજ્યો તરફથી સમાન યોગદાન આપવાની શરત સામેલ છે. વધુમાં, બેંક તરફથી 30 ટકા ફી લોનની જોગવાઈ છે. આ લોનને ખેડૂતો તેમની આવકમાંથી સરળતાથી ભરી શકે છે.

પ્રધાનમંત્રી કુસુમ યોજના માટે નોંધણી

દેશમાં ઘણા રાજ્યમાં પાણીની ખૂબ તંગી હોય છે. જેથી ઉનાળામાં દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ પણ ઓએડા થાય છે. જેના કારણે ખેડૂતોને ખેતી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી વિકટ સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી કુસુમ યોજના શરૂ કરેલી છે.

 • આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને મફત વીજળી આપવાનો છે.
 • કુસુમ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતીમાં સિંચાઈ કરવા માટે, સોલાર પેનલની સુવિધા પૂરી પાડવામાં આવે છે.
 • આ યોજના હેઠળ ખેડૂતોને ડબલ લાભ થશે અને પોતાની આવકમાં નોંધપાત્ર વધારો થશે.
 • ખેડૂતો દ્વારા વધુ વીજળી ઉત્પાદન થશે તો તેને વીજ કંપનીઓના ગ્રીડમાં મોકલવામાં આવશે.
 • કેન્દ્ર સરકારની કુસુમ યોજના વિશે વધુ માહિતી માટે https://mnre.gov.in/ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.

પ્રધાનમંત્રી કુસુમ યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા

 • પીએમ કુસુમ યોજના 2022 હેઠળ ખેડૂતોને લાભ લેવા માટે કેટલાક ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે. જે નીચે મુજબ છે.
 • ખેડૂતનું આધારકાર્ડ
 • બેંક ખાતાની પાસબુક
 • જમીનની 7/12 & 8-અ ની નકલ
 • Declaration Form

મહત્વપૂર્ણ લીંક

હેલ્પલાઇન Click Here
HomePage Click Here
ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ (UGVCL)Click Here
મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL)Click Here
પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL)Click Here
દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ (DGVCL)Click Here
ટોરેન્ટ પાવરClick Here

1 thought on “પ્રધાનમંત્રી કુસુમ યોજના : આ યોજના અંતર્ગત સૂર્ય ઊર્જાથી સિંચાઈ, ખેડૂતોનું રક્ષણ અને વધારાની કમાણી થશે”

Leave a Comment