PM કુસુમ યોજના: આ યોજના હેઠળ ખેડૂતોને ખર્ચના 60 % સુધીની મળશે સબસીડી

PM Kusum Yojana : દેશના અને રાજ્યના ખેડૂતો માટે નવી યોજના લોન્ચ કરવામાં આવી છે. ખેડૂતોને ખેતીમાં સિંચાઈ માટે સૌર ઊર્જા દ્વારા ચાલતા સોલાર પંપની ખરીદી અને ઉપયોગ વધે તે અંત્યત જરૂરી છે. વધુમાં ડીઝલ દ્વારા ચાલતા પંપનો વપરાશ ઘટે તેવા વિશે ઉદ્દેશ્ય સાથે પીએમ કુસુમ યોજના દાખલ કરેલી છે. આ યોજના હેઠળ કિસાનો પોતાની જમીન પર સોલાર પેનલ લગાવી શકે છે. પ્રિય વાંચકો, આજે આર્ટિકલ દ્વારા આ યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું.

PM કુસુમ યોજના

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે આ યોજના લોન્ચ કરવામાં આવેલી છે. પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાઅભિયાન હેઠળ, સૌર ઉર્જાથી ચાલતા કૃષિ પંપ સેટ સબસીડી પર આપવામાં આવશે. જે ખેડૂતોને સિંચાઈમાં મદદરૂપ થશે અને ખેડૂતોને સૌર ઊર્જા પેદા કરવામાં ઉપયોગી થશે. PM-Kusum સૂર્ય ઊર્જાથી સિંચાઈ, ખેડૂતોનું રક્ષણ અને વધારાની કમાણી માટે આ યોજના ઉપયોગી થશે.

PM કુસુમ યોજના -હાઇલાઇટસ

યોજનાનું નામ PM કુસુમ યોજના
યોજનાનો ઉદ્દેશ્ય સૌર ઉર્જા પેદા કરીને ખેડૂતોને આવકમાં વધારો કરવાનો.
લાભાર્થી દેશના પાત્રતા ધરાવતા ખેડૂતો
કોણે શરૂઆત કરી જે તે રાજ્ય સરકાર
વિભાગ કૃષિ અને ઉર્જા વિભાગ
આ પણ વાંચો : ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી 2023: ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યાઓ પર બમ્પર ભરતીની જાહેરાત

PM કુસુમ યોજનાના વિવિધ વિભાગો

PM કુસુમ યોજના – A

  • અન્નદાતા થી ઉર્જાદાતા માટેના આ વિભાગ કાર્યરત છે.
  • ખેડૂતો પોતાની બિનઉપજાઉ જમીન ઉપર સોલાર પ્લાન્ટ સ્થાપિત કરીને, કમાણી કરી શકે છે.
  • આ વિભાગ હેઠળ, ખેડૂતો 25 વર્ષ સુધી સૌરઊર્જા ઉત્પન્ન કરીને વીજ વિતરણ કંપનીને વેચવાની સુવિધા આપવામાં આવે છે.

PM કુસુમ યોજના – B

  • આ વિભાગ હેઠળ ખેડૂતોને આહવાન કરવામાં આવે છે કે, ડીઝલને બદલે સોલાર પંપ સ્થાપિત કરવા કહ્યું છે.
  • ખેતીવાડી વીજ કનેકશન ન હોય ત્યાં સોલાર પંપ લગાવવા માટે સુવિધા પૂરી પાડવામાં આવે છે.
  • ખેડૂતોને સોલાર પંપના ખર્ચની કિંમતના 60% સુધીની સબસીડી આપવામાં આવે છે.
  • આ સબસીડી 75 હો.પા. સુધી મર્યાદામાં આપવામાં આવે છે.
  • આ વિભાગમાં વન વિસ્તારના ખેડૂતો માટે GERC ના ધોરણો મુજબ, માત્ર ફીકસ્ડ કોસ્ટ મુજબનો ફાળો ભરપાઈ કરવાનો રહેશે.
  • કૃષિ વીજ જોડાણ માટેની આદિજાતિ (TASP) યોજનાના અરજદારોને કોઈ ફાળો ભરપાઈ કરવાનો રહેશે નહીં.

PM કુસુમ યોજના – C

  • ખેડૂતો માટેની યોજનામાં પીએમ કુસુમ યોજના-સી વિભાગ છે. આ વિભાગમાં બે પેટા વિભાગ છે.
  • એક વિભાગમાં વ્યક્તિગત સ્તરે પંપ સોલરાઈઝેશન માટેની છે.
  • જેમાં હયાત ખેતીવાડી વીજ જોડાણ ધરાવતા ખેડૂતોને સોલાર પંપના ખર્ચની કિંમતના 60% સુધી સબસીડી આપવામાં આવશે.
  • જે 75 હો.પા. સુધી મર્યાદિત રહેશે.
  • 25 વર્ષ સુધી સ્વ-વપરાશ પછી, વધારાની સોલાર ઉર્જા વીજ વિતરણ કંપનીને વેચી વધારાની આવક મેળવી શકાશે.
  • ફીડર લેવસ સોલરાઈઝેશન આ બીજો પેટા વિભાગ છે.
  • દિવસ દરમિયાન ખેડૂત ભાઈઓને ખેતી કામ માટે પૂરતો વીજપુરવઠો આપવામાં આવે છે.
  • સસ્તી અને ગ્રીન એનર્જીથી ખેતરોમાં હરિયાળી આવશે, જેથી ખેડૂતોમાં ખુશહાલી આવશે.

આવશ્યક દસ્તાવેજ

  • ખેડૂતનું આધારકાર્ડ
  • બેંક ખાતાની પાસબુક
  • જમીનની 7/12 & 8-અ ની નકલ
  • ઘોષણા ફોર્મ

90 ટકા સુધીનું મળશે વળતર

  • પ્રધાનમંત્રી કુસુમ યોજના હેઠળ ખેડૂતો સૌર ઊર્જા ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
  • આ યોજના હેઠળ ખેડૂતોને તેમની જમીન પર Solar Panel લગાવવા માટે ફક્ત 10 ટકા રકમ ભરવાની રહેશે. રાજ્ય સરકારો અને ભારત સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં 60 % સુધી સબસીડીની રકમ આપે છે. જેમાં કેન્દ્ર અને રાજ્યો તરફથી સમાન યોગદાન આપવાની શરત સામેલ છે. વધુમાં, બેંક તરફથી 30 ટકા ફી લોનની જોગવાઈ છે. આ લોનને ખેડૂતો તેમની આવકમાંથી સરળતાથી ભરી શકે છે.
આ પણ વાંચો : RNSBL ભરતી 2023: જુનિયર કાર્યકારી-તાલીમાર્થી ની જગ્યાઓ માટે બમ્પર ભરતીની જાહેરાત

લાભ લેવા માટે નોંધણી કઈ રીતે કરવી

દેશમાં ઘણા રાજ્યમાં પાણીની ખૂબ તંગી હોય છે. જેથી ઉનાળામાં દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ પણ ઓએડા થાય છે. જેના કારણે ખેડૂતોને ખેતી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી વિકટ સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી કુસુમ યોજના શરૂ કરેલી છે.

  • આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને મફત વીજળી આપવાનો છે.
  • કુસુમ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતીમાં સિંચાઈ કરવા માટે, સોલાર પેનલની સુવિધા પૂરી પાડવામાં આવે છે.
  • આ યોજના હેઠળ ખેડૂતોને ડબલ લાભ થશે અને પોતાની આવકમાં નોંધપાત્ર વધારો થશે.
  • ખેડૂતો દ્વારા વધુ વીજળી ઉત્પાદન થશે તો તેને વીજ કંપનીઓના ગ્રીડમાં મોકલવામાં આવશે.
  • કેન્દ્ર સરકારની કુસુમ યોજના વિશે વધુ માહિતી માટે https://mnre.gov.in/ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.

મહત્વપૂર્ણ લીંક

HomePage Click Here

1 thought on “PM કુસુમ યોજના: આ યોજના હેઠળ ખેડૂતોને ખર્ચના 60 % સુધીની મળશે સબસીડી”

Leave a Comment