નાના પાયાની લોન યોજના : આ યોજના અંતર્ગત માત્ર 3% ના વ્યાજે રૂ. 1 લાખ સુધીની મળશે લોન સહાય

WhatsApp Group Join Now

Telegram Group Join Now

પ્રિય વાંચકો આજે આપણે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર હેઠળ ચાલતી લોન યોજના વિશે માહિતી મેળવીશું. SJE Gujarat નીચે ઘણા બધા વિભાગો કામ કરી રહ્યા છે. જેમાં ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર દ્વારા SC જ્ઞાતિ માટે ચાલતી નાના પાયાની લોન યોજનાની આ આર્ટિકલ દ્વારા માહિતી પ્રાપ્ત કરીશું.

નાના પાયાની લોન યોજના

ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા સમાજના અનુસુચિત જ્ઞાતિઓ માટે ઘણી બધી સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવે છે. Schedule Cast માટે યોજનાઓનો લાભ આપવા માટે GSCDC Online નામનું પોર્ટલ બનાવવામાં આવેલ છે. આ પોર્ટલ નિગમ દ્વારા ચાલતી વિવિધ ધિરાણ માટેની યોજનાઓની ઓનલાઈન એપ્લિકેશન કરી શકાશે. જેમાં મારૂતિ ઈકો વાન પેસેન્‍જર ફોર વ્હીલર યોજના, થ્રી વ્હીલર લોન યોજના, નાના પાયાની લોન યોજના વગેરે યોજનાના Online Form ભરી શકાય. Small Business Loan Scheme યોજના માટે કઈ પાત્રતા જોઈએ, કેવી રીતે Online Arji કરી શકાય?, ક્યા-કયા ડોક્યુમેન્ટ જોઈએ વગેરે માહિતી મેળવીશું.

નાના પાયાની લોન યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામ નાના પાયાની લોન યોજના
ઉદ્દેશ્ય અનુસુચિત જાતિના બેરોજગાર યુવાનો સ્વરોજગારી
મેળવવા માંગતા નાગરિકોને આર્થિક મદદરૂપ થવાના
હેતુથી લોન સહાય
લાભાર્થી ગુજરાતના અનુસુચિત જાતિ(SC) જ્ઞાતિના નાગરિકો
મળવાપાત્ર લોન આ યોજના હેઠળ કુલ-1.00 લાખ સુધી લોન મળવાપાત્ર થશે.
વ્યાજદર માત્ર 3% વ્યાજે 1.00 લાખની લોન આપવામાં આવે છે.
આ પણ વાંચો : સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના : આ યોજના અંતર્ગત તાલીમાર્થીઓને રૂ. 20 હજાર સુધીની મળશે સહાય

નાના પાયાની લોન યોજનાનો હેતુ

ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા આ યોજનાનો લાભ અનુસુચિત જ્ઞાતિના નાગરિકોને આપવામાં આવે છે. આ યોજના અનુસૂચિત જાતિના બેરોજગાર તથા ધંધો કરવા માંગતા હોય એમને આપવામાં આવે છે. SC Cast ના નાગરિકો સ્વરોજગાર મેળવવા માટે સ્મોલ બિઝનેસ લોન યોજના પ્રદાન કરવામાં આવે છે. આ લોન યોજનાનો હેતુ આર્થિક રીતે મદદરૂપ થવા માટે નજીવા દરે લોન આપવામાં આવે છે.

યોજનાની પાત્રતા

Gujarat Anusuchit Jati Vikas Corporation Gandhinagar Online Registration દ્વારા આ ધિરાણ યોજના આપવામાં આવે છે. જેના ઓનલાઈન અરજી ફોર્મ GSCDC Online Portal દ્વારા સ્વીકારવામાં આવે છે. આ ધિરાણ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • લાભાર્થી ગુજરાતનો વતની તથા અનુસૂચિત જાતિના બેરોજગાર હોવો જોઈએ.
  • 21 વર્ષ થી 50 વર્ષથી સુધી ઉંમર ધરાવતો નાગરિક હોવો જોઈએ.
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 3,00,000/- થી વધુ ન હોવી જોઈએ.
  • લાભાર્થી કે લાભાર્થીના કુટુંબના કોઈ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં ફરજ બજાવતાં ન હોવા જોઈએ.
  • લાભાર્થીએ પહેલાં કોઈપણ સરકારી / અર્ધ સરકારી બેંક પાસેથી લોન લીધેલી ન હોવી જોઈએ.
  • લાભાર્થીએ ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે.

વ્યાજદર

  • આ યોજનાનો વ્યાજનો દર 3% રહેશે.
  • નાના પાયાના ઉદ્યોગ-ધંધા માટે લીધેલ લોનના 60 હપ્તા વ્યાજસહિત ભરવાના રહેશે.
  • લાભાર્થી દ્વારા નિયમિત હપ્તા ન ભરનાર લાભાર્થી પાસેથી 2.5% દંડનીય વ્યાજ લેવામાં આવશે.

આવશ્યક દસ્તાવેજ

  • ઓળખનો પુરાવો (ચૂંટણીકાર્ડની નકલ, પાનકાર્ડ & ડ્રાઈવીંગ લાઈસન્સની પૈકી કોઈપણ એક)
  • લાભાર્થીનું આધારકાર્ડ
  • અરજદારનો ઉંમરનો પુરાવો
  • જાતિનો દાખલો
  • કુટુંબની વાર્ષિક આવક અંગેનો દાખલો
  • અરજદારના રહેઠાણનો પુરાવો
  • લાભાર્થીનો તાજેતરનો ફોટો
  • લાભાર્થીની સહીનો નમૂનો
આ પણ વાંચો : SVNIT ભરતી 2023 : પ્રોફેસરની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

અરજી કઈ રીતે કરવી

SC Nigam મારફતે વિવિધ ધિરાણ યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાનું ઓનલાઈન ફોર્મ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમના ઓનલાઈન પોર્ટલ પરથી ભરવાનું હોય છે. લોન યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી મેળવો.

  • સૌપ્રથમ Google Search માં “ “GSCDC Online ટાઈપ કરવાનું રહેશે.
  • ઉપર મુજબ ટાઈપ કરતાં https://sje.gujarat.gov.in/ ની ઓફિશિયલ વેબસાઈટ બતાવશે તે ખોલવાની રહેશે.
  • જેમાં ”નિગમની યોજનાઓમાં ધિરાણ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો.”” તેના પર ક્લિક કરો.
  • ઉપર મુજબ ક્લિક કરતાં Gujarat Scheduled Caste Development Corporation ની નવીન બનાવેલ પોર્ટલ ખૂલશે.
  • નિગમના પોર્ટલ પર Home Page પર “New user (Register)?” પર ક્લિક કરવાનું રહેશે.
  • Registration for Online Loan Application System પર તમારું Email Id, મોબાઈલ નંબર, Password તથા Captch Code નાખીને રજીસ્ટેશન કરવાનું રહેશે.
  • Registration થયા બાદ તમારા મોબાઈલ પર એક મેસેજ આવશે જેમાં Username અને Password આવશે.
  • હવે તમારે Login for Online Loan Application System પર જઈને તમારા User Name & Password દ્વારા Login કરવાનું રહેશે.
  • GSCDC Online નું લોગિન કર્યા બાદ નંબર-1 પર નાના પાયાની યોજના (NSFDC) (2018-19) ”અરજી કરો” પર ક્લિક કરો.
  • જેમાં લાભાર્થીએ પોતાની માહિતી જેવી કે આધારકાર્ડ નંબર, પૂરૂ નામ, પૂરું સરનામું વગેરે માહિતી ભરવાની રહેશે.
  • લાભાર્થીએ Upload Photograph & Upload Signature કરવાની રહેશે.
  • લાભાર્થીએ શૈક્ષણિક લાયકાત તથા નાના પાયાના ધંધા-વ્યવસાયની વિગતો ભરવાની રહેશે.
  • લાભાર્થીએ આઇ.ટી.આઇ. કે ઈ.ડી.આઈ. (ઉદ્યોગ સાહસિકતા સંસ્થા ) માં તાલીમ લીધેલ હોય તો તેની માહિતી ભરવાની રહેશે.
  • લાભાર્થીએ તમામ વિગતો ભર્યા બાદ, ફરીથી એકવાર ચકાસણી કરવાની રહેશે.
  • ત્યારબાદ Captch Code નાખીને “Save” ક્લિક કરવાનું રહેશે.
  • જો ઓનલાઈન અરજીમાં કોઈ સુધારો કે વધારો કરવાનો હોય તો Edit Application પર ક્લિક કરવાનું રહેશે.
  • ઓનલાઈન એપ્લિકેશનમાં ભરેલી વિગતો સંપૂર્ણ સાચી હોય તો Confirm Application પર ક્લિક કરવાનું રહેશે.
  • લાભાર્થીની અરજી કન્‍ફર્મ થયા બાદ તમારી ઓનલાઈન એપ્લિકેશનનો અરજી નંબર આવશે.
  • અરજી નંબરના આધારે Print Application પર ક્લિક કરીને પ્રિન્‍ટ કરવાની રહેશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર સાઇટ Click Here
HomePage Click Here

Leave a Comment