નમો ટેબ્લેટ યોજના: આ યોજના અંતર્ગત માત્ર 1000 રૂપિયામાં ટેબલેટ મળશે

દેશમાં Digital Platform ને લોકપ્રિય બનાવવા માટે ભારત સરકાર સતત પ્રયત્નશીલ છે. જેને ધ્યાને લઈને Digital India, Digital Gujarat Portal વગેરે માધ્યમો અમલમાં મુકવામાં આવેલ છે. વિશેષમાં ગુજરાત સરકારશ્રી દ્વારા પણ ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ, OJAS JOB PORTAL, Bin Anamat Aayog Website, ikhedut portal વગેરે લોન્ચ કરવામાં આવેલ છે. આજે આપણે આ આર્ટિકલ દ્વારાએ નમો ટેબ્લેટ યોજના 2022 વિશે માહિતી મેળવીશું.

નમો ટેબ્લેટ યોજના

Government of Gujarat દ્વારા ડીજીટલ ઈન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપવા માટે Namo E-Tablet Yojana 2022 અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના હેઠળ કોલેજના વિદ્યાર્થીઓને મફત ટેબલેટ આપવામાં આવશે. આ ટેબ્લેટ યોજના હેઠળ 1000 રૂપિયાની સબસીડીવાળી કિંમતે આપવામાં આવશે. આ યોજના હેઠળ સરકાર દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળું ટેબ્લેટ આપવામાં આવશે. નમો ટેબ્લેટ યોજનાનો લાભ કોને કોને મળે, નમો ટેબ્લેટ અરજી કેવી રીતે કરવી વગેરે આ આર્ટિકલ દ્વારા માહિતી મેળવીશું.

નમો ટેબ્લેટ યોજના – હાઇલાઇટસ

યોજનાનું નામ નમો ટેબ્લેટ યોજના
લાભાર્થી કોલેજના વિદ્યાર્થીઓ
યોજનાનો ઉદ્દેશ માત્ર 1000 રૂપિયામાં ટેબલેટ
પૂરા પાડવા
હેલ્પલાઈન નંબર 079-26566000
વિભાગ શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ પણ વાંચો : લેપટોપ સહાય યોજના: આ યોજના અંતર્ગત કોમ્પ્યુટર/લેપટોપના મશીનની ખરીદી માટે 1,50,000/- ની સહાય મળશે

નમો ટેબ્લેટ યોજનાનો હેતુ

ગુજરાત સરકાર દ્વારાએ અમલમાં મુકવામાં આવેલ આ યોજનાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને રાહત દરે ટેબ્લેટ પુરા પાડવા. જેથી નમો ટેબ્લેટ યોજના દ્વારા કોલેજ અથવા ઉચ્ચ અભ્યાસ કરતા સારી રીતે અભ્યાસ કરી શકે. વધુમાં વિદ્યાર્થીઓ ટેબ્લેટ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમના શૈક્ષણિક હેતુઓને સારી રીતે સિદ્ધ કરી શકે.

નમો ટેબ્લેટ યોજનાની પાત્રતા

 • વિદ્યાર્થી ગુજરાતનો વતની હોવો જોઈએ.
 • નમો ઈ-ટેબ્લેટ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થી પાસે યોગ્યતા હોવી જોઈએ.
 • વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્ય બોર્ડ અથવા અન્ય ગુજરાત રાજ્ય માન્ય બોર્ડની ધોરણ-12 ની પરીક્ષા પાસ કરેલી હોય, ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત રાજ્યની કોલેજ અને પોલીટેકનીકના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હોય તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.

નમો ટેબ્લેટ યોજનાનો લાભ

પ્રધાનમંત્રી નામો ટેબ્લેટ યોજના વિદ્યાર્થીઓને નજીવી કિંમતે ટેબ્લેટ આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ રૂપિયા 1000 જમા કરવાના રહેશે. આ ઉપરાંત લાભ બાબતે કેટલીક અગત્યની બાબતો નીચે મુજબ છે.

 • ગુજરાત સરકાર પીએમ નમો ટેબ્લેટ યોજના હેઠળ કોલેજના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
 • કોલેજમાં અભ્યાસ કરતાં સ્ટુડન્ટને માત્ર 1000 રૂપિયામાં ટેબ્લેટ યોજનાનો લાભ આપવામાં આવશે.
 • અંદાજિત દ્વારા અંદાજીત 5,00,000/- મહિલા વિદ્યાર્થીનીઓને લાભ આપવામાં આવશે.

નમો ટેબ્લેટ યોજનાની વિશેષતાઓ

 • વિદ્યાર્થીઓને 1000 રૂપિયામાં આપવામાં આવતા ટેબ્લેટની બજાર કિંમત અંદાજીત 8000-9000 આસપાસ હોય છે.
 • આ યોજના હેઠળ કોલેજના વિદ્યાર્થીઓને આપવામાં આવતા ટેબ્લેટ 7 ઈંચ હશે.
 • Digital Education ને પ્રોત્સાહન આપવા માટે આ ટેબલેટ આપવામાં આવશે.

જરૂરી દસ્તાવેજ

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓએ આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઇન ફોર્મ સબમીટ કરવાનું હોય છે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરીયાત હોય છે.

 • Domicile Certificate
 • વિદ્યાર્થીનું આધારકાર્ડ
 • ચૂંટણીકાર્ડ
 • રહેઠાણનો પુરાવો
 • ધોરણ-12 ની માર્કશીટ
 • ગેજ્યુએશન (સ્નાતક) ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હોય તેનું પ્રમાણપત્ર
 • કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યાની પહોંચ
 • જાતિનું પ્રમાણપત્ર
 • BPL કાર્ડ ધરાવતા હોય તો તેનું રેશનકાર્ડ
આ પણ વાંચો : રેલ્વે RPF કોન્સ્ટેબલ SI ભરતી 2023: રેલવે RPFમાં 15000 પોસ્ટ પર બમ્પર ભરતી

અરજી કઈ રીતે કરવી

નમો ઈ-ટેબ્લેટ યોજનાના ઓનલાઈન એપ્લિકેશન થાય છે. PM Namo Tablet Scheme Registration કરવા માટે નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે.

 • પ્રધાનમંત્રી નમો ટેબલેટ યોજનાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટે આપની કોલેજમાં જવાનું રહેશે.
 • વિદ્યાર્થીઓની સંસ્થા અથવા કોલેજ નમો ટેબ્લેટ યોજનાનું ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.
 • કોલેજ દ્વારા નમો ઇ-ટેબ્લેટ યોજનાનું રજીસ્ટ્રેશન કરવા માટે Digital Gujarat Portal ખોલવાનું રહેશે.
 • ત્યારબાદ એમાં આપેલા login પર ક્લિક કરો.
 • ત્યારબાદ School Login / Institution Login પર ક્લિક કરો.
 • હવે તમારે ફાઇનાન્સિયલ વર્ષ પસંદ કરવાનું રહેશે.
 • ત્યારબાદ Tablet Distribution પર ક્લિક કરીને Tablet Student Entry માં જવાનું રહેશે.
 • હવે તમારે Add New Student પર ક્લિક કરીને વિદ્યાર્થીની તમામ માહિતી ભરવાની રહેશે.
 • તમામ માહિતી ભર્યા બાદ Submit Application બટન પર ક્લિક કરીને તમામ રેકોર્ડ સેવ કરવાનો રહેશે.

મહત્વપૂર્ણ લીંક

HomePage Click Here

1 thought on “નમો ટેબ્લેટ યોજના: આ યોજના અંતર્ગત માત્ર 1000 રૂપિયામાં ટેબલેટ મળશે”

Leave a Comment