મુખ્યમંત્રી બાળ સેવા યોજના : આ યોજના અંતર્ગત અનાથ બાળકોને દર મહિને રૂ. 4000 ની મળશે સહાય

WhatsApp Group Join Now

Telegram Group Join Now

દેશમાં અને ગુજરાત રાજ્યમાં તથા વૈશ્વિક કોરોનાની મહામારી ફેલાયેલ છે. કોરોના મહામારીના કપરાં સમયમાં રાજ્યમાં ઘણા બધા બાળકોના માતા અને પિતા મૃત્યુ થયેલ છે. ઘણા કિસ્સામાં માતા-પિતા બન્નેનું અવસાન થયેલ હોવાનું માલૂમ પડેલ છે. માતા-પિતાના અવસાનથી રાજ્યમાં ઘણા બધા બાળકો અનાથ થયેલ છે. આવા અનાથ થયેલ બાળકો તમામ પ્રકારની યોજનાઓનો લાભ અપાવવા માટે રાજ્ય સરકાર સંવેદનશીલ છે. Covid-19 ની મહામારીમાં અનાથ થયેલ બાળકોને સહાય આપવા માટે “મુખ્યમંત્રી બાળ સેવા યોજના” અમલમાં મૂકવામાં આવેલ છે.

મુખ્યમંત્રી બાળ સેવા યોજના

કોરોના મહામરીના કારણે ઘણા બાળકો નિરાધાર થયા છે, જેમાં ઘણા બાળકોએ માતા અને પિતા એમ બન્નેની છત્રછાયા ગુમાવ્યા છે. જ્યારે કેટલાક બાળકોએ માતા અથવા પિતા બન્નેમાંથી કોઈપણ એકવાલીની છત્રછાયા ગુમાવેલ છે. આવા અનાથ બાળકો આકસ્મિક નિરાધાર થવાથી તેમના ભવિષ્ય અને શિક્ષણનો પ્રશ્નો ઉભા થાય છે. આવા એક વાલી ગુમાવેલ અનાથ થયેલા બાળકો માટે પણ “મુખ્યમંત્રી બાળ સેવા યોજના” હેઠળ લાભ આપવાની જાહેરાત કરેલ છે.

આ પણ વાંચો : ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના : પુનઃ લગ્ન પર રૂ. 50 હજાર સુધીની મળશે સહાય

મુખ્યમંત્રી બાળ સેવા યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામમુખ્યમંત્રી બાળ સેવા યોજના
ઉદ્દેશકોરોના કાળમાં થયેલા અનાથ બાળકોને આર્થિક સહાય
લાભાર્થી-1બે વાલી ગુમાવનાર અનાથ બાળકોને દર મહિને રૂપિયા 4000 ની સહાય
લાભાર્થી-2એક વાલી ગુમાવનાર અનાથ બાળકોને દર મહિને રૂપિયા 2000 સહાય

મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો હેતુ

કોરોનાની મહામારીના ના કારણે બાળકના માતા અને પિતા બંનેનું અવસાન થયેલ હોવાનું જાણ આવેલ છે. કોરોનાની મહામારીના કારણે અનાથ થયેલ બાળકોને સરકારી યોજનાઓનો લાભ મળી રહે. તથા આવા બાળકોના ભરણપોષણ, શિક્ષણ, આરોગ્ય, તાલીમ, શૈક્ષણિક લોન, સ્વરોજગારી તથા વિવિધ વિભાગોની સહાય આપવા માટે “Mukhyamantri bal seva yojana” અમલમાં મૂકવામાં આવેલ છે.

મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની પાત્રતા

  • કોરોના (Corona Virus) ના સમયગાળા દરમિયાન જે બાળકના માતા અને પિતા બંનેનું મૃત્યુ થયેલ હોય, તેવા 0 થી 21 વર્ષ સુધીની ઉંમરવાળા બાળકોને “મુખ્યમંત્રી બાલ સેવા યોજના” લાભ મળશે. આ યોજનાનો લાભ માટે આવક મર્યાદા (Income) ધ્યાને લીધા સિવાય મળશે.
  • અગાઉ જે બાળકના માતા-પિતાનું અવસાન થયું હતું અને તેવા બાળકોના પાલક માતા-પિતા(Adoptive Parents) પણ કોરોના (Corona) મહામારી દરમિયાન અવસાન થયું હોય અને તેવા ફરીથી અનાથ બનેલ બાળકને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. આવા બાળકોની આવક મર્યાદા ધ્યાને લેવાની રહેશે નહી.
  • જે બાળકના એક(1) વાલી (માતા કે પિતા) અગાઉના સમયમાં અથવા કોરોના સમય પહેલાં મૃત્યુ પામેલ હતા અને બીજા વાલી (માતા કે પિતા) કોરોના(Covid) સમયમાં અવસાન પામે તો નિરાધાર થયેલ બાળકને પણ “Mukhyamantri Bal Sewa Yojana” નો લાભ મળવાપાત્ર થશે. આવક મર્યાદા ધ્યાને લેવી નહીં.

મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની શરતો

  • આ યોજનાનો લાભ Mar-2020 થી કોરોના મહામારી સમાપ્ત ન થાય ત્યાં સુધી મળવાપાત્ર થશે.
  • ગુજરાતના મૂળ વતની હોય તથા ગુજરાત રાજ્યમાં છેલ્લા 10 વર્ષથી કાયમી વસવાટ કરતા હોય તેવા અનાથ બાળકોને “mukhyamantri bal sewa yojana Gujarat” લાભ મળવાપાત્ર થશે.
  • નિરાધાર બાળક 10 વર્ષથી મોટી ઉંમરના હોય તો, આવા બાળકનું અલગ બેંક એકાઉન્‍ટ(Bank Account) ખોલાવવાનું રહેશે. તેવા બાળકના ખાતામાં જ DBT (Direct benefit Transfer) દ્વારા દર મહિને સહાયની રકમ જમા કરવામાં આવશે.
  • મુખ્યમંત્રી બાલ સેવા યોજના હેઠળ નિરાધાર બાળક શાળાએ જવાની ઉંમર ધરાવતું હોય તો શાળાકીય શિક્ષણ ચાલુ હશે ત્યાં સુધી જ સહાય મળવાપાત્ર રહેશે.
આ પણ વાંચો : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના : આ યોજના અંતર્ગત ખેડૂતોને રૂ. 6 હજાર સુધીની મળશે સહાય

અરજી કઈ રીતે કરવી

Mukhyamantri bal sewa yojana લાભ લેવા માટે નિયત અરજી પત્રકમાં “જિલ્લા બાળ સુરક્ષા એકમ” ખાતે દસ્તાવેજો સાથે આપવાની રહેશે.
સંબંધિત જિલ્લાની Sponsorship & Foster Care Approval Committee (SFCAC) એ મુખ્યમંત્રી બાલ સેવા યોજના ફોર્મ મળ્યાની તારીખ થી 7 દિવસમાં અરજી મંજુર/નામંજુર કરવાનો નિર્ણય લેવાનો રહેશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર સાઇટ Click Here
HomePage Click Here

1 thought on “મુખ્યમંત્રી બાળ સેવા યોજના : આ યોજના અંતર્ગત અનાથ બાળકોને દર મહિને રૂ. 4000 ની મળશે સહાય”

Leave a Comment