મુખ્યમંત્રી અમૃતમ મા વાત્સલ્ય યોજના : આ યોજના અંતર્ગત રૂ. 5 લાખ સુધીની મળશે સારવાર સહાય

WhatsApp Group Join Now

Telegram Group Join Now

આ કાર્ડ કઢાવવા માટે તાલુકા હેલ્થ કચેરી સેવા મળી રહેશે. વધુમાં પ્રાથમિક આરોગ્ય સેન્‍ટર, સામૂહિક આરોગ્ય કેન્‍દ્ર ખાતે કે સરકારી હોસ્પિટલ ખાતે સેન્‍ટર ઉભા કરવામાં આવેલ છે. આ સેન્‍ટરમાં સિવીક સેન્‍ટર કિઓસ્ક / તાલુકા કિઓસ્ક પરથી “મા કાર્ડ” અને “મા વાત્સલ્ય કાર્ડ” મેળવી શકાશે.નોંધણી માટે તાલુકા કક્ષાએ કિઓસ્ક તેમજ સીટી સિવીક કક્ષાએ સેન્‍ટર ઉભા કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી અમૃતમ મા વાત્સલ્ય યોજના

આ યોજના હેઠળ લાભાર્થીના કુટુંબના દરેક સભ્યના ફોટો, બાયોમેટ્રિક અંગુઠાના નિશાનનો સમાવેશ હોય તેવું QR (Quick response) વાળું કાર્ડ આપવામાં આવે છે. જેથી યોગ્ય લાભાર્થીઓને યોગ્ય રીતે ઓળખ કરી શકાય છે અને ખોટા લાભાર્થીઓને દૂર કરી શકાય છે. કુટુંબની વાર્ષિક આવક 4.00 લાખ કે તેથી ઓછી ધરાવતા હોવા જોઈએ. અને આ દાખલાને ત્રણ વર્ષ સુધી માન્ય રાખવામાં આવશે. ત્યારબાદ નવો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે. આ યોજના ” હેઠળ હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન, કન્‍સલટેશન, નિદાન માટેના લેબોરેટરી રિપોર્ટ, સર્જરી બાદની સેવાઓ, દાખલ ચાર્જ, દવાઓ, દર્દીને ખોરાક, ફોલો-અપ, મુસાફરી ખર્ચ વગેરેની સેવાઓ તદ્દન મફત સારવાર મેળવી શકે છે. હોસ્પિટલો આ બધા માટે કોઈ જ ચાર્જ વસુલ કરી શકે નહિ.

આ યોજના અંતર્ગત લાભાર્થીઓને નિયત સારવારનો નિયત ખર્ચ માન્ય હોસ્પિટલને સીધો સરકારશ્રી દ્વારા આપવામાં આવશે. “મુખ્યમંત્રી અમૃતમ “મા” કાર્ડ ધરાવતો લાભાર્થી સારી સુવિધા ધરાવતી હોસ્પિટલમાં જઈને લાભ લઈ શકે છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને હોસ્પિટલ ખાતે સારવાર હેતુ આવવા-જવાના ભાડા પેટે રૂપિયા 300/- ચૂકવવામાં આવે છે. આશા બહેનોને બી.પી.એલ. કુટુંબોની નોંધણી માટે રજીસ્ટ્રેશન દીઠ પ્રોત્સાહન રૂપે રૂપિયા 100/- આપવમાં આવે છે. આશા બહેનો/લિંક વર્કર/ ઉષા બહેનોનો ઉત્સાહ વધારવા માટે મોબાઈલ કિઓસ્ક પરથી નીકળતા પ્રતિ કાર્ડ દીઠ રૂ. 2/- આપવામાં આવે છે. લાભાર્થીઓને મૂંઝવણમાં માર્ગદર્શન પૂરૂ પાડવા માટે દરેક હોસ્પિટલમાં “આરોગ્ય મિત્ર”ની નિમણૂંક કરેલ છે.

મુખ્યમંત્રી અમૃતમ મા વાત્સલ્ય યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામમુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય
ઉદ્દેશરાજ્યના નાગરિકોને મફત મેડિકલ સારવાર
લાભ શું મળે5 લાખ સુધી કેશલેશ સારવાર
આ પણ વાંચો : Google Fit App : આ એપ્લિકેશન તમારા સ્વાસ્થ્ય અને પ્રવૃત્તિ પર રાખશે નજર, એપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

મુખ્યમંત્રી અમૃતમ મા વાત્સલ્ય યોજનાનો હેતુ

રાજ્ય અને દેશમાં દવાખાના અને સારવારને લગતા ખર્ચ વધી રહ્યા છે. પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર લેતાં સામાન્ય નાગરિક આર્થિક રીતે પડી ભાંગે છે. મુખ્યમંત્રી અમૃતમ યોજના મા હેઠળ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો માટે તા.04/09/2012 થી અમલમાં મૂકેલ છે. ત્યારબાદ આ યોજનાનો વ્યાપ વધારી જેમાં મધ્યમ વર્ગના પરિવારો (કુટુંબના મહત્તમ પાંચ વ્યક્તિ) માટે “મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય” તા.15/08/2014 થી અમલ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ પરિવારો પોતાની પસંદગીવાળી ખાનગી અને સરકારી હોસ્પિટલમાંથી સારવાર તદ્દન મફત લઈ શકે છે. એટલા માટે આ યોજના રાજ્યના ઘણાં દર્દીઓ માટે તારણહાર બનેલી છે.

મુખ્યમંત્રી અમૃતમ મા વાત્સલ્ય યોજનાની પાત્રતા

 • મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજનાનો લાભ ગરીબી રેખા(BPL) હેઠળ જીવતા કુટુંબોને મળે છે.
 • “મા વાત્સલ્ય કાર્ડ” (Ma Vatsalya Card) યોજનામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના તમામ આશા બહેનોને લાભ મળવાપાત્ર છે. આશા(ASHA FullForm) Accredited Social Health Activist.
 • Maa vatsalya card income limit 2021 વાર્ષિક રૂ. 4.00 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગના તમામ પરિવારોને મળવાપાત્ર છે.
 • માન્ય પત્રકારો
 • રાજ્ય સરકારમાં સીધી ભરતીથી નિમણૂંક પામેલ વર્ગ-3 અને વર્ગ-4 ના તમામ ફિક્સ પગારના કર્મચારીઓ
 • યુ-વીન કાર્ડ ધારકો. (U-WIN ની વધુ માટે ક્લિક કરો) https://ma.gujarat.gov.in/documents/U-WIN%20User%20Manual%20-%20Enrollment.pdf
 • સિનિયર સીટીઝનોના કુટુંબોના વાર્ષિક રૂપિયા 6.00 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા હોય એમને લાભ મળવાપાત્ર છે.
આ પણ વાંચો : પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના : આ યોજના અંતર્ગત રૂ. 330 ભરી મેળવો રૂ. 2 લાખ સુધીની વીમા રકમ

આવશ્યક દસ્તાવેજ

 • BPL અંગેનું પ્રમાણપત્ર (મા કાર્ડ માટે)
 • બારકોડવાળું રેશનકાર્ડ
 • બારકોડવાળા રેશનકાર્ડમાં સમાવેશ થતા વ્યકિતઓ (વધુમાં વધુ પાંચ) ના આધારકાર્ડ
 • કુટુંબની વાર્ષિક આવકનો દાખલો
 • આશાબહેનો અને તેમના પરિવારજનો માટે પ્રાથમિક આરોગ્ય કેન્‍દ્ર કે સામુહિક આરોગ્ય કેન્‍દ્ર ખાતે ફરજ બજાવતા હોય તે કેન્‍દ્રના તબીબી અધિકારીશ્રીનું પ્રમાણપત્ર
 • માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ માન્‍યતા પ્રાપ્ત કરેલ પત્રકાર તરીકેનું પ્રમાણપત્ર
 • રાજ્ય સરકારમાં વર્ગ-3 અને વર્ગ-4 તરીકે ફિક્સ પગારના કર્મચારી તરીકે નિમણુંક પત્ર
 • ફિક્સ પગારના કર્મચારીએ સંબંધિત વિભાગ/ કચેરીના વડાએ પ્રમાણિત કરેલ ફોટો સહિતનું પ્રમાણપત્ર

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર સાઇટ Click Here
HomePage Click Here

1 thought on “મુખ્યમંત્રી અમૃતમ મા વાત્સલ્ય યોજના : આ યોજના અંતર્ગત રૂ. 5 લાખ સુધીની મળશે સારવાર સહાય”

Leave a Comment