મહિલા સ્વાવલંબન યોજના: પ્રોજેક્ટ લોન ઉપર મળશે રૂપિયા 30,000/- ની સહાય

ભારતમાં Ministry Of Women & Child Development દ્વારા વિવિધ મહિલાઓની યોજનાઓ ચલાવવામાં આવે છે. કેન્‍દ્ર સરકાર હેઠળ ગુજરાત સરકારમાં પણ ઘણા બધા વિભાગો કાર્યરત છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાલક્ષી યોજનાઓ, મહિલા સશકિતકરણની પ્રોગ્રામ, સ્ત્રીઓના પોષણ માટે કામગીરી કરવામાં આવે છે. Women and Child Development Department દ્વારા મહિલા આર્થિક વિકાસ નિગમ કાર્યરત છે. આ નિગમ દ્વારા નવી યોજનાઓ, મહિલા જાગૃતિ શિબિર, મહિલા કલ્યાણ મેળા, પ્રદર્શન સહ વેચાણ તથા મહિલા સ્વાવલંબન યોજના વગેરે ચલાવવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ 1975 દરમિયાન વિશ્વ સ્તરીય મહિલાઓની વિવિધ સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે ખૂબ ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવ્યો. જેની ફલશ્રુતિ સ્વરૂપે ગુજરાતમાં 1981માં ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમની સ્થાપના કરવામાં આવી હતી. Gujarat Women Economic Development Corporation Ltd. દ્વારા મહિલાઓ માટે લોન યોજનાઓ ચલાવવામાં આવે છે. આ વિભાગ દ્વારા Women Empowerment Schemes અને સરકારી લોન યોજના દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

મહિલા સ્વાવલંબન યોજના

મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા Mahila Yojana 2021, મહિલાઓની જાગૃતિ શિબિર તથા સેમિનારનું આયોજન કરી, મહિલાઓ સાથે વિચાર-વિમર્શ કરી તેમના આર્થિક તેમજ સામાજિક ઉત્થાન માટે જરૂરી તાલીમ તથા સ્વરોજગારને લગતી યોજનાઓ અમલમાં મુકવામાં આવી. જેથી મહિલાઓ આવી સરકારી સહાય અને સરકારી યોજનાઓનો લાભ લઈને સમાજમાં સ્વમાનભેર જીવન વ્યતિત કરી શકે.

ગુજરાત રાજ્યના મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા Mahila Yojana તરીકે “મહિલા સ્વાવલંબન યોજના” ચલાવવામાં આવે છે. આ યોજના લોન યોજના તરીકે પણ ઓળખી શકાય. મહિલાઓ સ્વરોજગારી માટે પોતાની આવડતને અનુરૂપ નવો વ્યવસાય અને ધંધા માટે શરૂ કરવા લોન આપવામાં આવે છે. Subsidy Schemes for Women અંતગર્ત પ્રોજેક્ટ કોસ્ટ માટે 15 % સુધી સબસીડી આપવામાં આવશે.

મહિલા સ્વાવલંબન યોજના – હાઇલાઇટસ

યોજનાનું નામ મહિલા સ્વાવલંબન યોજના
ઉદ્દેશ મહિલાઓને ઉદ્યોગ-ધંધા માટે બેંકો દ્વારા લોન આપવામાં આવે છે.
લાભાર્થી સ્વરોજગાર માટે ધંધા-ઉદ્યોગ કરવા ઈચ્છુક મહિલાઓને
સહાયની રકમ પ્રોજેક્ટ લોન ઉપર 15% સુધી અથવા વધુમાં વધુ રૂપિયા 30,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ મળવાપાત્ર થાય છે.
આ પણ વાંચો : BSF ભરતી 2022/23: વેટરનરી આસિસ્ટન્ટ સર્જનની પોસ્ટ પર બમ્પર ભરતીની જાહેરાત

મહિલા સ્વાવલંબન યોજનાનો ઉદ્દેશ

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ નામે મોરેન્ડમ ઓફ આર્ટીકલ્સ બહાર પાડેલ છે. જેમાં Government Scheme for Women દ્વારા મહિલાઓના આર્થિક તેમજ સામાજિક ઉત્થાન થાય તેની જોગવાઈઓ કરે છે. તેના માટે જરૂરિયાત મુજબની સવલતો, સહાય અને તાલીમ આપી મહિલાઓનો સામાજિક અને આર્થિક વિકાસ કરવાનો ઉદ્દેશ છે. સામાજિક ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી women empowerment schemes અને પ્રવૃત્તિઓનો ઝડપભેર અમલ કરી મહિલાઓ Sarkari Yojana નો લાભ તે ઉદ્દેશ છે.

Mahila Yojana Gujarat હેઠળ આર્થિક પ્રવૃતિ માટે લોન આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી મહિલાઓના આર્થિક વિકાસ માટે સહાય કરવાનો છે. મહિલા સ્વાવલંબન યોજના અંતગર્ત મહિલાઓનો આર્થિક પ્રવૃત્તિ અને વિકાસ માટે લોન બેંકો દ્વારા આપવામાં આવે છે.

મહિલા સ્વાવલંબન યોજનાની પાત્રતા

  • લાભાર્થી મહિલા ગુજરાતની નાગરિક હોવી જોઈએ.
  • લાભાર્થીની ઉંમર 21 થી 50 વર્ષ હોવી જોઈએ.
  • મહિલા અરજદારની કુટુંબની આવક ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 (એક લાખ વીસ હજાર) સુધી હોવી જોઈએ.
  • શહેરી વિસ્તારના મહિલા લાભાર્થીઓની કુટુંબની આવક 1,50,000/- (દોઢ લાખ) સુધી હોવી જોઈએ.

મહિલા સ્વાવલંબન યોજનાનો લાભ

મહિલા સ્વાવલંબન યોજના અન્વયે મહિલાઓએ નવો વ્યવસાય, ધંધો કે રોજગારી હેતુ માટે નાણાં જરૂરિયાત હોય તો તેમને બેંકો દ્વારા લોન આપવામાં આવે છે. બેંક દ્વારા રૂપિયા 2,00,000/- (બે લાખ) સુધી Loan આપવામાં આવે છે. જેમાં મહિલા દ્વારા જે પ્રોજેક્ટ માટે લોન લીધી હોય તેના ઉપર સબસીડી આપવામાં આવે છે. આ સબસીડી પ્રોજેક્ટ લોન ઉપર 15% સુધી અથવા વધુમાં વધુ રૂપિયા 30,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ મળવાપાત્ર થાય છે.

આ પણ વાંચો : ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ ભરતી 2023: ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યાઓ પર બમ્પર ભરતી

જરૂરી દસ્તાવેજ

  • લાભાર્થીનું રેશનકાર્ડ
  • આધારકાર્ડ
  • આવકનોદાખલો
  • જાતિનોદાખલો
  • ઉંમરઅંગેનોદાખલો
  • મશીનરી, ફર્નિચર, કાચા માલનું પાકું ભાવપત્રક
  • અનુભવ અંગેનું પ્રમાણપત્ર / અભ્યાસ અંગેના પ્રમાણપત્ર
  • ફોર્મમાં જણાવેલ વિગતો (બે નકલમાં) ભરવાની રહેશે.

અરજી કઈ રીતે કરવી

  • જિલ્લાની કચેરી ખાતેથી રૂબરૂ અરજી ફોર્મ લઈને અરજી કરવી.

મહત્વપૂર્ણ લીંક

HomePage Click Here

2 thoughts on “મહિલા સ્વાવલંબન યોજના: પ્રોજેક્ટ લોન ઉપર મળશે રૂપિયા 30,000/- ની સહાય”

Leave a Comment