તબેલા માટેની લોન યોજના : આ યોજના અંતર્ગત લાભાર્થી ને 4 લાખ સુધીની લોન આપવામાં આવશે

ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ઘણી બધી સ્વરોજગાર યોજના ચલાવવામાં આવે છે. જેવી કે બ્યુટી પાર્લર લોન યોજના, પશુ આહાર વેચાણ દુકાન ચાલુ કરવા લોન સ્કીમ, લેપટોપ ધિરાણ યોજના વગેરે. મિત્રો આજે આ આર્ટિકલ દ્વારા તબેલા માટેની લોન યોજના વિશે માહિતી આપીશું. જે ગુજરાતના અનુસુચિત જન જાતિ વર્ગના નાગરિકોને લાભ આપવામાં આવે છે. આ યોજનાનાં Adijati Gujarat દ્વારા આપવામાં આવે છે.

પ્રિય મિત્રો આજે આપણે આ આર્ટિકલની મદદથી Tabela Loan Yojana Gujarat કેવી રીતે મળશે? શું તમે આ લોન માટે પાત્રતતા ધરાવો છો કે નહીં તેની માહિતી મેળવીશું. એના સિવાય આપણે આ લોનમાં અરજી કરવા માટે જે કોઈ જરૂરી દસ્તાવેજ જોઈએ તેના વિશે પણ જાણીશું. તો આ બધી જાણકારી સારી રીતે જાણવા આ પોસ્ટને છેલ્લે સુધી વાંચવી.

તબેલા માટેની લોન યોજના

Adijati Nigam Gujarat દ્વારા ઘણી બધી લોન યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમ કે ખેડૂતો માટે ટ્રેકટર સહાય યોજના ચાલે છે. આ ઉપરાંત વિદેશ અભ્યાસ લોન, પોલ્ટ્રીફોર્મ તથા તબેલા વગેરે માટે ધિરાણ ખૂબ ઓછા વ્યાજદર સાથે આપવામાં આવે છે. આ પોસ્ટના માધ્યમથી ગુજરાતનાં જે પશુપાલક અને ખેડુતોને પોતાના ગાય-ભેંસ માટે આ યોજનાથી તબેલા બનાવવા માટે લોન મળશે. જે લોકો પાસે ઘણી બધી ગાયો-ભેંસ છે પણ લોકો પર સંભાળ રાખવા માટે કોઈ સારી જગ્યામાં તબેલો બનાવી શકે તે જરૂરી છે. જેને ધ્યાનમાં સ્વરોજગાર યોજના હેઠળ Pashupalan Loan Yojana 2022 Gujarat આપવામાં આવશે. આ લોન મેળવવા માટે Adijati Gujarat Website પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

તબેલા માટેની લોન યોજના – હાઇલાઇટસ

યોજનાનું નામ તબેલા માટેની લોન યોજના
યોજનાનો ઉદ્દેશ ગુજરાતના અનુસુચિત જન જાતિના લાભાર્થીઓને સ્વરોજગારી યોજના હેઠળ
તબેલાના હેતુ માટે લોન આપીને જીવન ધોરણ ઉચું લાવી શકાય અને
પગભર બનાવી શકાય છે.
લાભાર્થી ગુજરાતના અનુસુચિત જનજાતિના નાગરિકો
યોજના હેઠળ લોનની રકમઆ યોજના હેઠળ લાભાર્થી ને 4 લાખ સુધીની લોન આપવામાં આવે છે.
લોન પર વ્યાજદર વાર્ષિક 4% તેમજ વિલંબિત ચૂકવણી માટે વધારાના 2% દંડનીય વ્યાજ ચુકવવાનું રહેશે.
આ પણ વાંચો : આ યોજના અંતર્ગત લાભાર્થી ને 8 લાખ સુધીની લોન આપવામાં આવશે

તબેલા માટેની લોન યોજનાનો હેતુ

જે આદિજાતિના ઈસમોની આર્થિક સ્થિતિ સારી નથી અને તબેલા બનાવવા માટે રૂપિયાની જરૂર હોય છે. અનુસુચિત જન જાતિના લોકોને બહારની સંસ્થાઓ, બેંકો પાસેથી ઉંચા વ્યાજે લોન લેવી ન પડે તે માટે આ સહાય આપવામાં આવે છે. પશુપાલકોને પોતાના તબેલાના નિર્માણ માટે Gujarat Adijati Nigam દ્વારા આવી લોન આપવામાં આવે છે.

તબેલા લોન યોજના માટેની પાત્રતા

  • અરજદાર આદિજાતિનો છે તે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  • અરજદાર ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઇએ અને 55 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
  • કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.
  • લાભાર્થી પાસે આધારકાર્ડ હોવું જોઇએ.
  • અરજદાર પાસે ચૂંટણીકાર્ડ પણ હોવું જોઈએ.
  • અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઇએ.
  • લાભાર્થીએ જે તબેલાના હેતુ માટે ( ધંધો/રોજગાર ) ધિરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી હોવી જોઈએ.
  • તબેલો ચલાવવાની જાણકારી અથવા તાલીમ લીધી હોવી જોઈશે.
  • તબેલા અંગે ઓછામાં ઓછું એક કે બે દૂધાળા પશુ પાળેલ હોવા જોઈશે.
  • કામ કર્યાનો અનુભવ હોવો જોઈશે અને તેમ જ દૂધ મંડળીના સભ્ય હોવા જોઈશે.
  • છેલ્લા 12 માસમાં દૂધમંડળીમાં દૂધ ભરેલ હોય તેની પાસબુક રજૂ કરવાની રહેશે.
  • તાલીમ/અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
  • કુટુંબના કોઈ પણ વ્યકિતએ IDDP યોજના હેઠળ જીટીડીસીમાંથી લાભ લીધેલ ના હોવો જોઈએ.
  • અરજદારને ગાય ભેંસને સેવા કરતા આવડવું જોઈએ.

તબેલા લોન યોજના અંતર્ગત મળવા પાત્ર ધિરાણ

  • અરજદારને રૂપિયા 4 લાખ લોન આ યોજના હેઠળ મળશે. આ લોન મંજુર થયા બાદ અરજદારે આ તબેલાનુ બાંધકામ શરુ કરાવી દેવું પડશે.

તબેલા માટેની લોન યોજનામાં વ્યાજદર અને ફાળો

  • લાભાર્થીને રૂપિયા 4 લાખ નું ધિરાણ મળશે.
  • લાભાર્થીઓએ આ ધિરાણ મેળવવા કુલ ધિરાણના 10% પ્રમાણે ફાળો ભરવાનો રહેશે.
  • આ ધિરાણ વાર્ષિક 4 ટકાના દરે ભરવાનું હોય છે. જે Tabela Loan Subsidy બરાબર છે.
  • તબેલા માટેની લોન હેઠળ જો લોન પરત ચૂકવવામાં વિલંબિત થશે તો 2% દંડનીય રહેશે.
  • આ લોનની પરત ચુકવણી 20 ત્રિમાસિક હપ્તામાં કરવાની રહેશે.
  • આ લોન માટે અરજદાર પાસે સગવડ હોય તો અરજદાર લોન લીધા બાદ નિયત સમય કરતા પહેલાં પણ લોનની ભરપાઈ કરી શકે છે.

તબેલા માટેની લોન યોજના માટે જરૂરી દસ્તાવેજ

  • અનુસુચિત જન જાતિ અંગેનું પ્રમાણપત્ર (સક્ષમ અધિકારીશ્રીનો દાખલો)
  • અરજદારની રેશનકાર્ડની નકલ
  • બેંક એકાઉન્‍ટની પાસબુક
  • આધાર કાર્ડની નકલ
  • અરજદારે રજૂ કરેલ મિલકતનો પુરાવો (મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટીકાર્ડ જે તાજેતરનો તથા જમીનના 7/12 તથા 8-A અથવા બોજા વગરનો)
  • જામીનદાર-1 ના 7-12 તથા 8-A અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટીકાર્ડ
  • જામીનદાર-1 નો રજૂ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
  • જામીનદાર-2 નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
  • જામીનદારોએ રૂપિયા 20/- ના સ્ટેમ્પ પેપર પર એફીડેવીટ કરેલ સોંગંદનામું રજૂ કરવાનું રહેશે.
આ પણ વાંચો : કારકુન સહિત અન્ય જગ્યાઓ પર બમ્પર ભરતી, 25 હજાર સુધીનો પગાર

તબેલા લોન યોજના માટે ઓનલાઈન અરજી

Tabela Loan Yojana નું ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે. Animal Husbandry Loan In Gujarat નું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની Step by Step માહિતી મેળવીશું. જે માહિતી નીચે મુજબ છે.

  • Google Search જઈને “Adijati Nigam Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Adijati Vikas Vibhag Gujarat ની Official Website ખુલશે.
  • હવે તમને Home Page પર “Apply for Loan” નામનું બટન દેખાશે, જેના પર Click કરવાનું રહેશે.
  • બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલશે.
  • જેમાં તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “Register Here” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે Personal ID બનાવવાનું રહેશે.
  • તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
  • Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
  • હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.
  • લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
  • જેમાં યોજનાની પસંદગીમાં “તબેલા માટેની લોન યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
  • તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્‍ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.
  • તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
  • Save કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્‍ટ લઈને સાચવી રાખવાની રહેશે.
  • તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
  • Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
  • હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર સાઈટ Click Here
HomePage Click Here

1 thought on “તબેલા માટેની લોન યોજના : આ યોજના અંતર્ગત લાભાર્થી ને 4 લાખ સુધીની લોન આપવામાં આવશે”

Leave a Comment