માનવ કલ્યાણ યોજના: કેટલાક સમાજના વર્ગોને ધંધા માટે સહાયરૂપે સાધન મળશે

ગુજરાત રાજ્યના કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા અંતરિયાળ ગામોમાં હસ્તકલા,હાથશાળ, કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા કારિગરોને આત્મનિર્ભર બનાવવાનો છે. આ માટે વિવિધ યોજનાઓ ચાલે છે. જેમ કે શ્રી વાજપાઇ બેંકેબલ યોજના, જ્‍યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના, દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના, હાથશાળની યોજનાઓ તથા માનવ કલ્યાણ યોજનાઓ ચાલે છે. Manav Kalyan Yojana 2022 ના ઓનલાઈન ફોર્મ e-Kutir Portal પરથી ભરી શકાશે.

માનવ કલ્યાણ યોજના

Manav kalyan yojana Gujarat હેઠળ સમાજના નબળાં વર્ગના લોકોને સહાય આપવામાં આવે છે. લાભાર્થીઓને એમના ધંધાને અનુરૂપ સાધન સહાય આપવામાં આવે છે.

આ પણ વાંચો : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના: ખેડૂતોને મળશે વાર્ષિક રૂ.6 હજારની સહાય

માનવ કલ્યાણ યોજના – હાઇલાઇટસ

યોજનાનું નામ માનવ કલ્યાણ યોજના
લાભાર્થીની પાત્રતા BPL કાર્ડ ધરાવતા અને નિયત થયેલી
આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને
સહાય ધંધા માટે સાધન સહાય
અરજી પ્રક્રિયા જિલ્લા ઉદ્યોગ ખાતે અરજી જમા કરવી

માનવ કલ્યાણ યોજનાનો હેતુ

Commissioner of Cottage and Rural Industries દ્વારા આ યોજનામાં ચલાવવામાં આવે છે. જેના દ્વારા આર્થિક રીતે પછાત વર્ગોના સમૂહને આવક, ધંધા અને સ્વરોજગાર ઉભા કરવા માટે વધારાના ઓજારો અને સાધનો આપવામાં આવે છે. આ યોજનાની શરૂઆત વર્ષ 11/09/1995 થી સ્વરોજગાર યોજનાને બદલે ચાલુ કરવામાં આવી હતી. આ યોજના થકિ ગરીબી રેખાની નીચેની(BPL) જીવતી વ્યક્તિઓ અને કારિગરોની આર્થિક સ્થિતિ સુધારવા માટે થઈ હતી.

યોજનાની પાત્રતા

મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • આ યોજનાનો લાભ લેવા માટે 16 થી 60 વર્ષના લાભાર્થીઓને મળવાપાત્ર છે.
  • ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ દ્વારા પ્રકાશિત ગરીબી રેખાની યાદી(BPL) સમાવેશ થયેલ હોવો ફરજિયાત છે. આ લાભાર્થીઓએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી.
  • લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 1,20,000/- (એક લાખ વીસ હજાર) અને શહેરી વિસ્તાર માટે રૂ. 1,50,000/- (દોઢ લાખ) સુધી હોવી જોઈએ.
  • જે અંગેનો આવકનો દાખલો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરોમાં મહાનગર પાલિકાના અધિકૃત અધિકારીનો રજૂ કરવાનો રહેશે.
આ પણ વાંચો : INFLIBNET કેન્દ્ર ભરતી 2023: સલાહકાર (વહીવટ) ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

અરજી કઈ રીતે કરવી

કમિશ્નરશ્રી, કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી, ગાંધીનગર દ્વારા માનવ કલ્યાણ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે e-Kutir Portal પર Online Registration કરવાનું હોય છે. ઈ-કુટીર પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે નીચે બટન પરથી મેળવી શકાશે છે.

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર સાઈટ Click Here
HomePage Click Here

1 thought on “માનવ કલ્યાણ યોજના: કેટલાક સમાજના વર્ગોને ધંધા માટે સહાયરૂપે સાધન મળશે”

Leave a Comment