ગુજરાત મફત પ્લોટ યોજના: આ યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના લોકોને મળશે મફત પ્લોટની સહાય

WhatsApp Group Join Now

Telegram Group Join Now

ગુજરાત મફત પ્લોટ યોજના 2022 : ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજનાની શરૂઆત 1972થી થઇ છે. ગુજરાત સરકારના પંચાયત વિભાગ હેઠળ આ યોજનાને આવરી લેવામાં આવે છે. ચાલો ત્યાં મફત પ્લોટ યોજના ફોર્મ 2022 વિશે સંપૂર્ણ માહિતી આ લેખમાં મેળવીએ.

ગુજરાત મફત પ્લોટ યોજના

ગુજરાત મફત પ્લોટ યોજના 2022 : આ યોજના નીચે વિના મૂલ્યે ઘરથાળના પ્લોટ માટે આવતી અરજીઓના નિકાલ અને વિલંબ નિવારવા માટે સમિતિઓની રચના કરવામાં આવી હતી, જે પૈકી લેન્ડ કમિટીને દર મહીનાના પહેલા ફાળવણીની અરજીઓને નિકાલ કરવા કહેવાયું હતું.

વિકાસ કમિશ્નરે ગત સપ્તાહે DDOને કરેલા આદેશપત્રની સાથે અરજી કરવાનું ફોર્મ, તેનો નમૂનો, તલાટીનું પ્રમાણપત્ર તેમજ અરજદારના બાંહેધરી પત્રના નમૂના પણ મોકલ્યા છે. જેથી ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી ઘરવિહોણા પરિવારો પાસેથી મફત પ્લોટ ફાળવણીની અરજીઓ એકત્ર કરીને તેનો નિકાલ કરી શકાય.

આ પણ વાંચો : ગુજરાત વિકાસ નિગમ ઉચ્ચ શૈક્ષણિક લોન યોજના: અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઓછા વ્યાજદરે મળશે લોન સહાય

ગુજરાત મફત પ્લોટ યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામગુજરાત મફત પ્લોટ યોજના
વિભાગ પંચાયત વિભાગ ગુજરાત
લાભાર્થી ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોને
રાજ્ય ગુજરાત
અરજી મોડ ઓફલાઇન

ગુજરાત મફત પ્લોટ યોજનાનો ઉદ્દેશ

રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા 1972થી આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. ગામડામાં જે લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી એમને પોતાનું ઘર મળી રહે એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે, મફત પ્લોટ ગુજરાત યોજનાનો લાભ વધારેમાં વધારે ગરીબ લોકોને મળે એ માટે પંચાયત વિભાગ દ્વારા કેટલાક સુધારા કરીને તા. 01-05-2017નાં રોજ નવો ઠરાવ ભાર પડ્યો છે.

યોજના અરજી ફોર્મ

ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા ઘર વિહોણા BPL યાદીમાં નોંધાયેલ મજુરો તેમજ કારીગરોને પોતાનું ઘરનું ઘર બનાવવા માટે આ યોજના અમલમાં છે. અત્યાર સુધી આ યોજનાનો લાખો લાભાર્થીએ લાભ લીધેલો છે. રાજ્ય સરકારનો પ્રયત્ન છે કે તમામ ગરીબ લોકોને આ યોજનાનો લાભ વધુમાં વધુ મળી રહે એ માટે તા. 01-05-2017નાં રોજ નવો ઠરાવ કરીને ગુજરાત મફત પ્લોટ યોજનાના નિયમોમાં ઘણા સુધારા કાર્ય છે.

આ પણ વાંચો : PM સ્વાનિધિ યોજના: હવે સરકાર રસ્તા પરની દુકાનોને 50 હજાર રૂપિયા સુધીની આપશે લોનની સહાય

આવશ્યક દસ્તાવેજ

  • અરજી ફોર્મ
  • રેશનકાર્ડની નકલ
  • ચૂંટણીકાર્ડની નકલ / આધારકાર્ડની નકલ
  • SECCના નામની વિગત
  • ખેતીની જમીનનો દાખલો (જમીન નથી તેની વિગત)
  • પ્લોટ / મકાનની વિગત દર્શાવતો દાખલો

મહત્વપૂર્ણ લિન્ક

સતાવર સાઇટ Click Here
HomePage Click Here

Leave a Comment