ફળપાકોના વાવેતર માટે સહાય યોજના: હવે પાકોના વાવેતરમાં થયેલ ખર્ચના 90% સુધીની મળશે સહાય

WhatsApp Group Join Now

Telegram Group Join Now

રાજ્યના ખેડૂતો બાગાયતી ક્ષેત્રે, ખેતીવાડી ક્ષેત્રે, અવનવી પદ્ધિતીઓ અને રીતો વગેરે અપનાવી રહ્યા છે. Government Of Gujarat પણ ખેડૂતો માટે નવી-નવી યોજનાઓ અપનાવી રહી છે. જેનો લાભ લઈને ગુજરાતના ખેડૂતો આવક બમણી કરવા માટે સતત પ્રયત્નશીલ છે. જેને ધ્યાનમાં રાખીને કૃષિ અને સહકાર વિભાગના બાગાયત શાખા દ્વારા ફળો અને શાકભાજીના વાવેતર માટે સબસીડી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં ikhedut portal હેઠળ વનબંધુ યોજના દ્વારા ફળપાકોના વાવેતર માટે સહાય આપવામાં આવશે. આ આર્ટિકલના માધ્યમ દ્વારા “ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય (વનબંધુ) યોજના” વિશે માહિતી મેળવીશું.

ફળપાકોના વાવેતર માટે સહાય યોજના

Horticulture Department Gujarat દ્વારા ikhedut portal પર વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. આ પોર્ટલ પર બાગાયતી યોજનાઓ, ખેતીવાડીની યોજના પશુપાલનની યોજના, અને મત્સ્ય પાલનની યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ખેડૂતો માટેની તમામ સરકારી ખેડૂતલક્ષી યોજનાનું List આઈ ખેડૂત પોર્ટલ પર Online બહાર પાડવામાં આવે છે. જેમાં બાગાયતી વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં કમલમ ફ્રૂટની ખેતી સહાય યોજના, Tractor Sahay Yojana, પ્લગ નર્સરી (વનબંધુ), Tapak Sinchai Yojana વગેરે યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે. હાલમાં ગુજરાત સરકારશ્રી દ્વારા ikhedut portal પર ફળપાકો વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય આપવામાં આવે છે. જેના ઓનલાઈન અરજી ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન ભરી શકાશે.

ફળપાકોના વાવેતર માટે સહાય યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામ ફળપાકોના વાવેતર માટે સહાય યોજના
ઉદ્દેશ ફળપાકોનું વાવેતર વધે તે માટે
લાભાર્થી ગુજરાતના અનુસુચિત જન જાતિના ખેડૂતોને
સહાયની રકમ આ યોજના હેઠળ માન્ય થયેલ ખર્ચના મહત્તમ
90% મુજબ સહાય મળવાપાત્ર થશે
આ પણ વાંચો : વિદેશ અભ્યાસ લોન યોજના: આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે રૂ. 15 લાખની મળશે લોન સહાય

ફળપાકોના વાવેતર માટે સહાય યોજનાનો હેતુ

ગુજરાતમાં ફળપાકોનું પ્રમાણ દિન-પ્રતિદિન વધારો થાય તે જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને ફળપાકોના વાવેતરમાં સહાય આપવાનું નક્કી થયેલ છે. ખેડૂતો વિવિધ ફળ પાકોનું વાવેતર કરવા માટે પ્રોત્સાહિત થાય અને ફળ પાકોનું ઉત્પાદન વધારે તે માટે આ યોજના પર હેઠળ સરકારશ્રી આ પાકના વાવેતર પર સહાય આપે છે.

ફળપાકોના વાવેતર માટે સહાય યોજનાની પાત્રતા

ગુજરાતના કૃષિ અને સહકાર વિભાગ હેઠળ કામગીરી કરતા બાગાયતી શાખા દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજનાનો લાભ મેળવવા માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલી છે.

  • ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
  • ગુજરાત રાજ્યના નાના, સિમાંત ખેડૂતોને આ યોજનાઓને લાભ મળશે.
  • ખેડૂત જમીન અથવા વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેમને લાભ મળે.
  • ખેડૂતોને ફક્ત જ વાર આ યોજનાનો લાભ મળશે.
  • એસ.ટી વર્ગના લોકોને આ સહાય આપવામાં આવશે.

આવશ્યક દસ્તાવેજ

ikhedut portal પર ચાલતી ફળપાકોના વાવેતરમાં સહાય મેળવવા માટે Online Application કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના અગત્યના ડોક્યુમેન્‍ટની જરૂર પડશે.

  • આધારકાર્ડની નકલ
  • રેશનકાર્ડની ઝેરોક્ષ
  • ST જ્ઞાતિનું સર્ટિફિકેટ
  • ખેડૂતનો ikhedut portal 7-12
  • જો દિવ્યાંગ ખેડૂત હોય તો તેનું દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  • ટ્રાઈબલ વિસ્તારના નાગરિકો માટે વન અધિકાર પ્રમાણપત્રની નકલ (હોય તો)
  • ખેડૂત મિત્રો જમીન સંયુક્ત ખાતેદાર તરીકે હોય તો તેવા કિસ્સામાં 7-12 અને 8-A જમીનમાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેનું પ્રમાણપત્ર
  • બેંક ખાતાની પાસબુકની નકલ
આ પણ વાંચો : પ્રગતિ સ્કોલરશીપ યોજના: આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને દર વર્ષે રૂ. 50 હજારની મળશે સહાય

અરજી કઈ રીતે કરવી

Bagayati Vibhag દ્વારા ચાલતી આ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય (વનબંધુ) યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોઓએ ikhedut portal પરથી Online Application કરવાની હોય છે. ખેડૂતોએ આ યોજનાની ઓનલાઈન એપ્લિકેશન માટે ગ્રામ પંચાયત ખાતેથી, નજીકના Common Service Center કે કોઈપણ જગ્યાએ ઓનલાઈન અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર સાઇટ Click Here
HomePage Click Here

1 thought on “ફળપાકોના વાવેતર માટે સહાય યોજના: હવે પાકોના વાવેતરમાં થયેલ ખર્ચના 90% સુધીની મળશે સહાય”

Leave a Comment