શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના: આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને મળશે રૂ.8000 ની સહાય

ગુજરાત રાજ્યમાં અલગ-અલગ વિભાગો દ્વારા દર વર્ષે યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. કૃષિ, સહકાર અને કલ્યાણ વિભાગ દ્વારા Ikhedut Portal પર, કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા E-Kutir Portal પર તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા E-Samaj kalyan Portal પર ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે. પ્રિય વાંચકો, આજે આપણે Social Justice And Empowerment Department Gujarat ની Tuition fee Yojana 2022 Online Form વિશે વિગતવાર માહિતી મેળવીશું.

શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના

ઈ સમાજ કલ્યાણ વિભાગ પોર્ટલ પર જુદા-જુદા વિભાગોની ઓનલાઈન અરજીઓ થાય છે. E Samaj kalyan Portal Yojana List 2022 માં તમે અલગ-અલગ યોજનાઓની વિગતવાર માહિતી મેળવી શકો છો. સમાજના નબળાં વર્ગોને નવો વ્યવસાય ચાલુ કરવા માટે સામાજિક યોજનાઓ ચાલે છે. ઈ-કુટીર વિભાગ દ્વારા જેમ માનવ કલ્યાણ યોજના ચાલે છે. તેવી જ રીતે Samaj Kalyan Tution fee Yojana 2022 વિદ્યાર્થીઓને ભણવા માટે સહાય આપવામાં આવે છે.

શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના – હાઇલાઇટસ

યોજનાનું નામ શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના
વિભાગનું નામ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ
લાભાર્થીની પાત્રતા ધોરણ 11 માં પહેલા પ્રયત્નમાં 75% હોવા જોઈએ.
અરજી પ્રક્રિયા ઓનલાઈન
આ પણ વાંચો : RSCDL ભરતી 2023: વિવિધ જગ્યાઓ માટે RSCDL દ્વારા ભરતીની જાહેરાત

શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજનાનો હેતુ

સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના વિદ્યાર્થીઓને ભણવા માટે સક્ષમ ના હોય, તો તેમને માટે ગુજરાત સરકાર દ્વારા આ યોજનાનું સર્જન કરેલ છે. આ યોજનામાં અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને ટ્યુશન ફી એટલે કે ભણવા માટે સ્કૂલ ફી આપવામાં આવશે.

કોને સહાય મળવાપાત્ર છે ?

 • માર્ચ-2022 માં ગુજરાત માધ્યમિક અને ઉંચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10નું પરિણામ જાહેર કરવામાં આવેલ છે.જે અંતર્ગત પ્રથમ પ્રયતને 75% કે તેથી વધુ ગુણ મેળવી પાસ થનાર અને ધો. 11 સામાન્ય પ્રવાહ (વિજ્ઞાન પ્રવાહ સિવાય)ના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર અનુસુચિત જાતિના વિધ્યાર્થીઓ/વિધ્યાર્થિનીઓએ અરજી કરવાની રહેશે.
 • ઓનલાઇન આવેલ અરજીઓ પૈકી ટકાવારીના ધોરણે પ્રથમ 100 વિધ્યાર્થીઓનો મેરીટ લીસ્ટમાં સમાવેશ કરીને સહાય આપવામાં આવશે.
 • આ યોજનામાં આવક મર્યાદા રૂ. 4,50,000/- (અંકે ચાર લાખ પચાસ હજાર પૂરા) રહેશે.
 • (વિજ્ઞાન પ્રવાહ સિવાય) સામાન્ય પ્રવાહમાંં ધોરણ-11 માં વિદ્યાર્થીઓને રૂપિયા 8000/- ની સહાય મળશે. અને ધોરણ-12 માં રૂપિયા 4000/- ની શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય મળવા પાત્ર થશે.
 • જેમને ધો. 11 માં સહાય મળેલ હોય તેઓને જ ધોરણ-12 માં સહાય આપવામાં આવશે.
 • 75%થી ઓછા ગુણ (ટકા) મેળવનાર વિધ્યાર્થીઓએ અરજી કરવી નહીં.( પર્સેન્ટાઇલ રેન્ક ધ્યાને લેવામાં આવશે નહીં.)
 • ખાનગી ટ્યુશન વર્ગમાં કે ખાનગી શિક્ષક પાસે ટ્યુશન લીધા અંગેની પાકી રસીદ/પહોંચ રેવન્યુ સ્ટેમ્પવાળી અપલોડ કરવાની રહેશે.
આ પણ વાંચો : આર્મી પબ્લિક સ્કૂલ ધ્રાંગધ્રા ભરતી 2023: વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત

આવશ્યક દસ્તાવેજ

 • પાસપોર્ટ સાઇઝ ફોટો
 • આધાર કાર્ડ
 • જાતિનો દાખલો
 • આવકનો દાખલો
 • બેંક પાસબુક
 • ફી ની પહોંચ
 • લિવિંગ સર્ટિફિકેટ
 • છેલ્લે જે marksheet હોય તે (ધોરણ-10)

મહત્વપૂર્ણ લીંક

HomePage Click Here

1 thought on “શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના: આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને મળશે રૂ.8000 ની સહાય”

Leave a Comment