ઈ-મુદ્રા લોન યોજના: S.B.I. તરફથી મળશે રૂપિયા 50 હજારની લોનની રકમ

શું તમે કોઈ ધંધો ચાલુ કરવા માટે ઈચ્છા ધરાવો છો? અને તમારે તાત્કાલિક રૂપિયાની જરૂર હોય તો, SBI e-Mudra Loan તમારી મદદ કરી શકે છે. જે લોકો પાસે સ્ટેટ બેંક ઓફ ઈન્‍ડિયા માં બચત ખાતું કે કરન્ટ એકાઉન્ટ હોય, તો તે એસ.બી.આઈ માંથી 50,000 રૂપિયા સુધીની ઈ-મુદ્રા લોન મળવાપાત્ર થશે.

ઈ-મુદ્રા લોન યોજના

e-MUDRA Loanની સારી બાબત એ છે કે, તેના માટે તમારે બેંકમાં રૂબરૂ જવાની જરૂર નથી. તેના માટે તમે ઘરે બેઠા Online Application કરી શકો છો. SBI પોતાના ગ્રાહકોને કોઈપણ ડોક્યુમેન્‍ટ વગર માત્ર ૩ મિનિટમાં રૂપિયા 50,000 સુધીની ઈ-મુદ્રા લોન આપી રહી છે. SBI e-Mudra Loan વિશે તમામ માહિતી આ આર્ટિકલમાં આપેલ છે.

આ પણ વાંચો : ગુજરાત પરીક્ષા બોર્ડ શિષ્યવૃત્તિ યોજના: વિદ્યાર્થીને 4 વર્ષમાં મળશે રૂ.48 હજાર શિષ્યવૃત્તિ

ઈ-મુદ્રા લોન યોજના – હાઇલાઇટસ

યોજનાનું નામ ઈ-મુદ્રા લોન યોજના
કોણે શરૂઆત કરી દેશના પ્રધાનમંત્રી દ્વારા બિન-કોર્પોરેટ, બિન-ખેતી નાના/સૂક્ષ્મ સાહસોને
10 લાખ સુધીની લોન આપવા માટે શરૂ કરવામાં આવેલી યોજના છે.
ઉદ્દેશ ભારતની નાના પાયાની કંપનીઓને વિકાસ કરવામાં અને સફળતા
સુધી પહોંચવા માટે મદદ કરવા આ યોજના શરૂ કરવામાં આવેલી છે.
અરજી મોડ ઓનલાઈન

ઈ-મુદ્રા લોન યોજનાની અગત્યની બાબતો

PMMY ના નેજા હેઠળ, e-MUDRA એ લાભાર્થી સૂક્ષ્મ એકમ તથા ઉદ્યોગ સાહસિકની માટે છે. આ લોનમાં વૃદ્ધિ અને વિકાસ અને ભંડોળની જરૂરિયાતોના તબક્કાને દર્શાવવા માટે ‘શિશુ’, ‘કિશોર’ અને ‘તરુણ’ નામના ત્રણ ઉત્પાદનો બનાવ્યા છે. ગ્રેજ્યુએશન આગલા તબક્કા માટે સંદર્ભ બિંદુ પણ પ્રદાન કરે છે.

SBI e-Mudra Loan Apply Online: તમને જણાવી દઈએ કે, ફક્ત લધુ ઉદ્યોગને આપવામાં આવે છે. તેના માટે તમારી પાસે ઓછામાં ઓછું એસ.બી.આઈ બેંક્માં માં 6 મહિના જૂનું ચાલુ કે બચત ખાતું હોવું જરૂરી છે. ઈ-મુદ્રા લોનની વધુમાં વધુ 5 વર્ષ માટે હોય છે. પરંતુ જો તમે 50,000 રૂપિયાથી વધારે લોન લેવા ઈચ્છો છો, તો તેના માટે તમારે બેંકની શાખામાં જવું પડશે અને જરૂરી પ્રક્રિયા પૂરી કરવી પડશે. તેના માટે તમારે અન્ય કેટલાક ડોક્યુમેન્‍ટ પણ આપવા પડશે અને બિઝનેસની વિગતો પણ આપવી પડશે.

ઈ-મુદ્રા લોન યોજનાનો લાભ લેવા માટે અગત્યના દસ્તાવેજ

  • તમારે તમારા Saving Account કે Current Accout નંબર અને બ્રાંચની વિગતો આપવાની રહેશે.
  • આ ઉપરાંત તમે જે પણ વ્યવસાય કે કારોબાર કરો છો, તેનું સર્ટિફિકેટ આપવું જરૂરી છે.
  • તમારા બેંક એકાઉન્ટ સાથે આધાર નંબર લિંક હોવા જોઈએ.
  • તેના ઉપરાંત જીએસટીએન નંબર અને દુકાન કે વ્યવસાયના પ્રમાણની સાથે બિઝનેસ રજિસ્ટ્રેશન ડોક્યુમેન્‍ટ પણ બેંકને બતાવવા પડશે.
  • જો તમે અનામત વર્ગમાં આવતા હોય તો,જાતિ પ્રમાણપત્ર પણ આપવું પડશે.
આ પણ વાંચો : ITI ભરતી 2023:ગુજરાતની જુદી-જુદી જગ્યાઓ પર પ્રવાસી સુપરવાઈઝર પ્રશિક્ષક પોસ્ટ પર બમ્પર ભરતી

ઓનલાઈન અરજી કઈ રીતે કરવી

SBI ના હાલના તેના ગ્રાહકોને રૂ. 50,000 સુધીની ઈ-મુદ્રા લોનની રકમ આપે છે. જેના માટે ઓનલાઇન એપ્લિકેશન તેમની અધિકૃત વેબસાઇટ પરથી અથવા Loan લિંક પર ક્લિક કરીને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો. અરજદારની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જમા ખાતું ઓછામાં ઓછા 6 મહિના માટે સક્રિય હોવું જોઈએ.

  • સૌપ્રથમ Google માં e-Mudra Loan ટાઈપ કરો.
  • જેમાં SBIની સત્તાવાર વેબસાઇટ https://emudra.sbi.co.in:8044/emudra ની મુલાકાત લો અને ‘પ્રોસીડ’ પર ક્લિક કરો.
  • UIDAI દ્વારા ઇ-કેવાયસી હેતુઓ માટે અરજદારના આધાર કાર્ડ જેવી જરૂરી વિગતો આપવાની રહેશે, કારણ કે લોન પ્રક્રિયા અને વિતરણ માટે ઇ-કેવાયસી અને ઇ-સાઇન OTP પ્રમાણીકરણ દ્વારા પૂર્ણ કરવાની જરૂર છે.
  • એકવાર SBIની ઔપચારિકતાઓ અને લોન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી, અરજદારને એક SMS પ્રાપ્ત થશે જે ઇ-મુદ્રા પોર્ટલ પર ફરીને આગળની પ્રક્રિયા શરૂ કરવાનું જણાવશે.
  • લોન મંજૂર થયાના SMSની પ્રાપ્તિ પછી 30 દિવસની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવાની જરૂર છે.

મહત્વપૂર્ણ લીંક

HomePageClick Here

1 thought on “ઈ-મુદ્રા લોન યોજના: S.B.I. તરફથી મળશે રૂપિયા 50 હજારની લોનની રકમ”

Leave a Comment