દિવ્યાંગ લગ્ન સહાય યોજના : આ યોજના અંતર્ગત દિવ્યાંગ યુગલને રૂ. 1 લાખ સુધીની મળશે સહાય

WhatsApp Group Join Now

Telegram Group Join Now

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ,ગાંધીનગર દ્વારા દિવ્યાંગ થી દિવ્યાંગ અને દિવ્યાંગ થી સામાન્ય વ્યક્તિઓને લગ્ન માટે આર્થિક સહાય આપવા માટે ‘દિવ્યાંગ લગ્ન સહાય યોજના‘ અમલમાં મૂકવામાં આવેલી છે. દિવ્યાંગ થી દિવ્યાંગ અને દિવ્યાંગ થી સામાન્ય વ્યક્તિઓ સમાજમાં સન્માનપૂર્વક જીવન જીવી શકે તે હેતુથી ‘દિવ્યાંગ લગ્ન સહાય યોજના‘ અમલમાં મુકવામાં આવેલ છે. જેની હવે ફક્ત ઓનલાઈન અરજી ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ (e-samaj kalyan Portal) પરથી કરવાની રહેશે.

દિવ્યાંગ લગ્ન સહાય યોજના

Government of Gujarat Social Justice & Empowerment Department હેઠળ ઘણા વિભાગો કામગીરી કરે છે. જેમાં નિયામક સમાજ સુરક્ષા દ્વારા વિવિધ સરકારી યોજનાઓ ચાલે છે.

દિવ્યાંગ લગ્ન સહાય યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામ દિવ્યાંગ લગ્ન સહાય યોજના
લાભાર્થી દિવ્યાંગ
સહાય – 1 રૂ. 50,000 સુધીની
સહાય – 2 રૂ. 1,00,000 સુધીની
આ પણ વાંચો : સાંસદ આદર્શ ગ્રામ યોજના : આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોના જીવન ધોરણમાં થશે સુધારો

દિવ્યાંગ લગ્ન સહાય યોજનાની પાત્રતા

 • દિવ્યાંગ ઓળખકાર્ડ ધરાવતા હોવા જોઇએ.
 • કન્યાની ઉંમર 18 વર્ષથી ઉપર અને છોકરાની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ.
 • દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો લાભ ફક્ત એક જ વખત (યુગલ દીઠ) મળવાપાત્ર રહેશે.
 • આ યોજનામાં લગ્ન થયાની તારીખથી બે વર્ષની સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે.

મળવાપાત્ર સહાય

 • આ લગ્ન સહાય યોજના હેઠળ દિવ્યાંગ થી દિવ્યાંગ વ્યક્તિ એકબીજા સાથે લગ્ન કરે ત્યારે યુગલની બંને વ્યક્તિને રૂપિયા 50,000 (પચાસ હજાર) + રૂપિયા 50,000 (પચાસ) કુલ મળીને 1,00,000 (એક લાખ) સહાય મળવાપાત્ર છે.
 • દિવ્યાંગ થી સામાન્ય વ્યક્તિ એકબીજા સાથે લગ્ન કરે તેવા કિસ્સામાં દિવ્યાંગ વ્યક્તિને રૂપિયા 50,000 (પચાસ હજાર)ની સહાય આપવામાં આવે છે.

યોજના માટેની કેટલીક અગત્યની બાબતો

 • દિવ્યાંગ લગ્ન સહાય યોજના લાભાર્થી જો બે અલગ-અલગ જિલ્લામાં રહેતી વ્યક્તિના લગ્નના કિસ્સામાં દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો લાભ મેળવવા માટે અરજી દંપતિએ લગ્ન બાદ દિવ્યાંગ દંપતીના કાયમી વસવાટના જિલ્લામાં કરવાની રહેશે.
 • અરજી મંજૂર કરનાર જિલ્લાના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ અન્ય જિલ્લાના ‘જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી’ને અરજી મંજૂર કર્યાની જાણ કરવાની રહેશે.
 • દિવ્યાંગ અરજદાર અન્ય રાજ્યમાંથી દિવ્યાંગ સ્ત્રી જોડે લગ્ન કરે તેવા કિસ્સામાં બંને દિવ્યાંગ પતિ-પત્નીને આ યોજનાનો લાભ નિયત પુરાવા રજુ કરેથી મળવાપાત્ર રહેશે.
 • દિવ્યાંગ અરજદાર અન્ય રાજ્યમાંથી દિવ્યાંગ સ્ત્રી જોડે લગ્ન કરે તેવા કિસ્સામાં અરજદાર સ્ત્રી પાસેથી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીએ સ્ત્રી લાભાર્થીએ તેના રાજ્યમાંથી દિવ્યાંગ લગ્ન સહાય મેળવેલ નથી તે અંગેની બાંહેધરી મેળવી લેવાની રહેશે.

આવશ્યક દસ્તાવેજ

 • દંપતિના શાળા છોડયાના(LC) પ્રમાણપત્રની નકલ.
 • રેશનકાર્ડની પ્રમાણિત નકલ
 • આધારકાર્ડની નકલ
 • ચુંટણીકાર્ડની નકલ
 • બેંક પાસબુકની નકલ
 • બન્નેના સંયુક્ત લગ્ન ફોટા/ લગ્ન કંકોત્રી
 • લગ્ન રજિસ્ટાર ઓફ મેરેજીસની ઓફિસમાં નોંધાયેલ નોંધણી પ્રમાણપત્રની નકલ.
આ પણ વાંચો : પાલક માતા પિતા યોજના : આ યોજના અંતર્ગત બાળકોને રૂ. 3000 સુધીની મળશે સહાય

અરજી કઈ રીતે કરવી

ગુજરાત સરકારના Social Justice & Empowerment Department(SJED) દ્વારા ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ (https://esamajkalyan.gujarat.gov.in/index.aspx) મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. દિવ્યાંગ લગ્ન સહાય યોજનાની અરજીઓની ચકાસણી કરી સહાય મંજૂર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની રહેશે તથા વધુ માહિતી માટે જિલ્લાના વડા મથકે આવેલ ‘જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી‘ની કચેરી સંપર્ક કરવાનો રહેશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર સાઇટ Click Here
HomePage Click Here

Leave a Comment