ગુજરાત સરકાર દ્વારા સામાજિક સુરક્ષાને લગતી ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. Social Security ના વર્ગમાં વિધવા લાભાર્થીઓ, દિવ્યાંગ લાભાર્થીઓ, આર્થિક રીતે નબળા લાભાર્થીઓ વગેરેનો સમાવેશ થાય છે. તેમના માટે Social Justice And Empowerment Department (SJED) વિવિધ પેટા વિભાગો આવેલા છે, જેવા કે નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, નિયામક, વિકસતી જાતિ કલ્યાણ, નિયામક, સમાજ સુરક્ષા વગેરે કાર્યરત છે. આ વિભાગ દ્વારા ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે.
દિવ્યાંગ બસ પાસ યોજના
Government of Gujarat હેઠળ કામગીરી કરતા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ઘણી યોજનાઓ ચાલે છે. જેમાં Director Social Defense હેઠળ દિવ્યાંગોના કલ્યાણ માટે વિવિધ સરકારી યોજનાઓ ચાલે છે. જેમાં Divyang Lagna Sahay, દિવ્યાંગ સાધન સહાય, વિકલાંગ વૃદ્ધ પેન્શન યોજના વગેરે. જેમાં આ આર્ટિકલના માધ્યમ દ્વારા Divyang Bus Pass yojna વિશે વિગતવાર માહિતી રજૂ કરીશું.
દિવ્યાંગ બસ પાસ યોજના – હાઈલાઈટ્સ
યોજનાનું નામ | દિવ્યાંગ બસ પાસ યોજના |
ઉદ્દેશ | દિવ્યાંગોનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓ ધંધા, રોજગાર મેળવીને તેમનું સમાજમાં પુન:સ્થાપન થાય |
લાભાર્થી | દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને |
સહાય | દિવ્યાંગ ઓળખકાર્ડ ધરાવતા લાભાર્થીઓને એસ.ટી. બસમાં મફત મુસાફરી કરી શકશે. |
દિવ્યાંગ બસ પાસ યોજનાનો હેતુ
નિયામક સમાજ સુરક્ષા દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે ગુજરાત એસ.ટી. બસ પાસ યોજના ચલાવવામાં આવે છે. જેમાં ગુજરાતના દિવ્યાંગ વ્યકિતઓને વધુ અભ્યાસ માટે, સારવાર માટે, નોકરી ધંધાના સ્થળે કે અન્ય કોઈપણ સ્થળે સરળતાથી જઈ શકે તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. દિવ્યાંગ લાભાર્થી આ યોજના હેઠળ ગુજરાત રાજ્યની હદમાં GSRTC ની બસોમાં વિનામૂલ્યે પ્રવાસ કરી શકે છે.
દિવ્યાંગ બસ પાસ યોજનાની પાત્રતા
Government of Gujarat ના e samaj kalyan યોજના માટે પાત્રતા નક્કી કરેલી છે. જેમાં દિવ્યાંગ બસ પાસ યોજના માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલી છે.
- 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવનાર વ્યક્તિને આ યોજનાનો લાભ મળે.
- દિવ્યાંગ વ્યક્તિ દિવ્યાંગ ઓળખકાર્ડ ધરાવતો હોવો જોઈએ.
અરજી કઈ રીતે કરવી
Gujarat Sarkari Yojana માટે નાગરિકોને સરકારી કચેરીઓ સુધી વારંવાર ન જવું પડે તેવા હેતુથી Online Form ભરવાની સેવા ઉભી કરવામાં આવે છે. જેના e-Samaj Kalyan Portal પરથી ઓનલાઈન અરજી કરી શકાશે. નીચે મુજબના Steps દ્વારા ઓનલાઈન કરી શકાશે.
- સૌપ્રથમ Google Search માં જઈને ‘esamajkalyan’ ટાઈપ કરવું.
- જેમાં ઈ સમાજ કલ્યાણની ઓફિશીયલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ ખૂલશે.
- E Samaj Kalyan Portal પર નવા User હોય તો “New User? Please Register Here” જઈને Register ની પ્રક્રિયા કરવાની રહેશે.
- સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ e samaj kalyan Citizen Login” પર Click કરીને લાભાર્થીએ પોતાનું Personal Login Page ખોલવાનું રહેશે.
- હવે Director Social Defense પર જઈને “PHID and Travel Pass” પર ક્લિક કરવાનું રહેશે.
- Bus Pass Online Form માં માંગ્યા મુજબની માહિતી ભરવાની રહેશે.
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર સાઇટ | Click Here |
HomePage | Click Here |