દેશી ગાય સહાય યોજના: ખેડૂત કુટુંબને એક ગાય માટે દર મહિને રૂ.900/- (રૂપિયા 10800/- ની વાર્ષિક મર્યાદામાં આપવામાં આવશે

ગુજરાત રાજ્યમાં 1 લી May 1960 થી પશુપાલન વિભાગ અસ્તિત્વમા આવેલ છે. જે ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ હેઠળ કામગીરી કરે છે. રાજ્યમાં ખેડૂતોના ખર્ચમાં ઘટાડો થાય અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના માટે વિવિધ યોજનાઓ, અભિયાન અને કાર્યક્રમ અમલમાં મુકેલ છે. જેમાં આઈ ખેડૂત પોર્ટલ પર ટપક સિંચાઈ યોજના, ટ્રેકટર સહાય યોજના, પશું સંચાલિત સાધનોની સહાય વગેરે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે.

દેશી ગાય સહાય યોજના

Ikhedut પર આત્માની પ્રાકૃતિક કૃષિને લગતી યોજનાઓ કાર્યરત છે. રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી વધારે તે માટે વિવિધ યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવેલ છે. પ્રાકૃતિક ખેતી એટલે ગાયના ગોબર અને ગૌમૂત્ર દ્વારા ઓછા ખર્ચે પાક વૃદ્ધિ અને ઉત્પાદન વધારવા કરવામાં આવતી ખેતી. જેના માટે Government Of Gujarat દ્વારા વર્ષ 2020-21 માં નવી યોજના બહાર પાડવામાં આવેલ હતી. જેમાં દેશી ગાય માટે સહાય આપવામાં આવશે.

દેશી ગાય સહાય યોજના – હાઇલાઇટસ

યોજનાનું નામ દેશી ગાય સહાય યોજના
ઉદ્દેશ ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન મળે તે હેતુથી યોજના અમલી બનાવેલ
લાભાર્થી ગુજરાતના ખેડૂતોને
સહાયની રકમ ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ અર્થે દર મહિને રૂ.900/- (રૂપિયા 10800/- ની વાર્ષિક મર્યાદામાં આપવામાં આવશે.
આ પણ વાંચો : દિવ્યાંગ બસ પાસ યોજના: આ યોજના અંતર્ગત ઓળખકાર્ડ ધરાવતા દિવ્યાંગ લાભાર્થીઓને એસ.ટી. બસમાં મફત મુસાફરી કરી શકશે

દેશી ગાય સહાય યોજનાનો હેતુ

ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન મળે તે મુખ્ય હેતુ છે. પ્રાકૃતિક ખેતી કરવા માટે દેશી ગાયના છાણ અને ગૌમૂત્રની જરૂરીયાત રહે છે. જેના દ્વારા ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. તે હેતુસર દેશી ગાય સાચવણીમાં વધારો થાય અને પ્રાકૃતિક ખેતી કરીને પર્યાવરણીય અને માનવીય સ્વાસ્થયમાં વધારો થાય તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. જેથી દેશી ગાય આધારતિ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને સહાય આપવામાં આવશે.

દેશી ગાય સહાય યોજનાનો લાભ

પશુપાલન વિભાગ દ્વારા દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને સહાય આપવામાં આવશે. ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ અર્થે દર મહિને રૂ.900/- (રૂપિયા.10800/- ની વાર્ષિક મર્યાદામાં આપવામાં આવશે.

 • અરજી મંજુરી તારીખથી જે તે ત્રિમાસિકના ઉપલબ્ધ સમયગાળા માટે માસિક રૂ.900 લેખે નિભાવ ખર્ચ ચૂકવાશે.
 • દર ત્રણ માસે ટેગે સહિત ગાયની હયાતી તથા લાભાર્થી પ્રાકૃતિક કૃષિ કરે છે તે મુજબનું પ્રમાણપત્ર ગ્રામસેવક પાસે રજૂ કરવાનું રહેશે. જેના આધારે ત્રિમાસિક સહાય મળશે.
 • જે ગાય માટે સહાય મેળવેલ હોય અને પ્રાકૃતિક કૃષિ ન કરતા માલૂમ પડે તો આગળના ત્રિમાસિક સહાય બંધ કરવામાં આવશે.

દેશી ગાય સહાય યોજનાની પાત્રતા

 • અરજદાર ખેડૂત આઈડેંટીફિકેશન ટેગ સહિતની એક દેશી ગાય ધરાવતો હોવો જોઈએ.
 • ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
 • ગુજરાત રાજ્યના નાના, મોટા ,સીમાંત એસ.સી, એસ.ટી, જનરલ અને અન્ય ખેડૂતોને આ યોજનાઓને લાભ મળશે.
 • લાભાર્થી ખેડૂત જમીન અથવા વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેમને લાભ મળે.
 • લાભાર્થી ખેડૂત દેશી ગાયના છાણ મૂત્રથી પ્રાકૃતિક ખેતી કરતો હોવો જોઇએ.
 • પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો તથા તાલીમ બાદ તૈયાર થયેલ માસ્ટર ટ્રેનર દ્વારા શરતો પૂર્ણ કરે તો મંજુરીમાં તેઓને પ્રાથમિકતા આપવામાં આવશે.
 • આ યોજના હેઠળ એક ખાતા નમુના નંબર 8-અ મુજબ એક લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે.
 • અરજદાર ખેડૂતે પ્રાકૃતિક કૃષિના માસ્ટર ટ્રેનર્સ પાસેથી તાલીમ લીધેલ હોવી જોઈએ.

દેશી ગાય સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજ

 • ખેડૂતનો ikhedut portal 8-a ની નકલ
 • ખેડૂતની આધારકાર્ડની નકલ
 • જો ખેડૂત SC અને ST હોય તો સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
 • ખેડૂતના રેશનકાર્ડની નકલ
 • દિવ્યાંગ ખેડૂત હોય તો માટે દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
 • ખેડૂત દેશી ગીર, કાંકરેજ અને અન્ય દેશી ગાય ધરાવતા હોવા જોઈએ.
 • દેશી ગાયને ગાયને ટેગ લગાવેલ હોવું જોઈએ.
 • સંયુક્ત ખાતેદારના કિસ્સામાં 7-12 અને 8-અ જમીનમાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
 • આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગત
 • બેંક ખાતાની નકલ
 • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની માહિતી
 • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી
આ પણ વાંચો : MCL ભરતી 2023: 12માં પાસ પર બમ્પર ભરતી, 32,000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

યોજનાનો લાભ લેવા માટે અરજી કઈ રીતે કરવી

દેશી ગાય સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી Online Arji કરવાની રહેશે. આ સહાય માટે ખેડૂતો પોતાના ગ્રામ પંચાયત ખાતેથી ઓનલાઈન ફોર્મ ભરાવી શકશે. ખેડૂતોને કોમ્યુટરનું જ્ઞાન હોય તો જાતે પણ ઘરે બેઠા Online Application કરી શકે છે.

 • પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
 • જ્યાં Ikhedut ની ઓફિશિયલ વેબસાઈટ ખોલવાની રહેશે.
 • હવે Khedut Website ખોલ્યા બાદ હોમ પેજ પર દેખાતા “યોજના” પર ક્લિક કરવું.
 • યોજના પર ક્લિક કર્યા બાદ અન્ય યોજનાઓ પર નંબર-1 “આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ’ પર ક્લિક કરવાનું રહેશે.
 • હવે નવુ પેજ ખૂલશે જેમાં ‘દેશી ગાય આધારિત સંપુર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના (2021-22)’ ઘટકમાં “અરજી કરો” પર Click કરવાનું રહેશે.
 • જેમાં તમે પસંદ કરેલ જૂથ ‘એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી” ની વિગતો આવશે.
 • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
 • ખેડૂત દ્વારા રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
 • લાભાર્થીએ i-khedut portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
 • ત્યારબાદ ‘નવી અરજી કરવા ક્લિક કરો’ પર ક્લિક કરવાનું રહેશે.
 • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી Save કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
 • સંપૂર્ણ ધ્યાનપૂર્વક વિગતો તપાસી અરજી Confirm કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
 • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર સાઈટ Click Here
HomePage Click Here

1 thought on “દેશી ગાય સહાય યોજના: ખેડૂત કુટુંબને એક ગાય માટે દર મહિને રૂ.900/- (રૂપિયા 10800/- ની વાર્ષિક મર્યાદામાં આપવામાં આવશે”

Leave a Comment