વ્હાલી દીકરી યોજના : આ યોજના અંતર્ગત દીકરીને ત્રણ હપ્તામાં 1,10,000/- ની સહાય મળશે

WhatsApp Group Join Now

Telegram Group Join Now

રાજયમાં નાગરિકોના હિત માટે જુદા-જુદા વિભાગ કામ કરે છે. સમાજ કલ્યાણ વિભાગ, સમાજ સુરક્ષાએ વિભાગ, ખેડૂત કલ્યાણ, સહકાર વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ વગેરે વિભાગો કામગીરી કરે છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જુદી-જુદી યોજનાઓ ચલાવવામાં આવે છે. મહિલાઓની સુરક્ષા માટે સખી વન સ્ટોપ સેન્ટર, 181 મહિલા અભયમ, નારી કેન્‍દ્ર વગેરે સંસ્થાઓ કામકરે છે. મહિલાઓને સહાય આપવા માટે વિધવા સહાય યોજના, વિધવા પુન:લગ્ન યોજનાઓ ચાલે છે. વધુમાં દિકરીઓમાં જન્મને પ્રોત્સાહન આપવા માટે Vahli Dikri Yojana 2022 ચાલે છે. આ આર્ટિકલ વ્હાલી દીકરી યોજનામાં સોગંદનામું રદ કરવા બાબતે, જે સુધારો કરવામાં આવ્યો તે વિશે વિગતવાર માહિતી મેળવીશું. વધુમાં Vahli Dikri Yojana Sogandnamu Remove 2022 બાદ ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ આપવાના રહેશે તેની પણ માહિતી આપીશું.

વ્હાલી દીકરી યોજના

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “વ્હાલી દીકરી યોજના 2022 બહાર પાડવામાં આવી છે. વ્હાલી દીકરી યોજના દ્વારા સમાજમાં દીકરીઓનું જન્મપ્રમાણ વધે, દીકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે એટલા માટે આ યોજના અમલી બનાવેલ છે. આ ઉપરાંત દીકરીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ થાય તે પણ ઉદ્દેશ રહ્યો છે.

વ્હાલી દીકરી યોજના અંતર્ગત સ્ત્રીઓના શિક્ષણને દિન-પ્રતિદિન વધુ ઉત્તેજન મળી રહે તે ખૂબ જરૂરી છે. સમાજમાં વિવિધ દૂષણો જેવા કે સ્ત્રીભૃણ હત્યા અટકે, બાળલગ્નો અટકે વગેરે આ યોજના દ્વારા દૂર થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : નેવી અગ્નિવીર SSR ભરતી 2022/23, 1400 જગ્યાઓ પર બમ્પર ભરતી

વ્હાલી દીકરી યોજના – હાઇલાઇટસ

યોજનાનું નામ વ્હાલી દીકરી યોજના
યોજનાનો હેતુ વ્હાલી દીકરી યોજના દ્વારા સમાજમાં દીકરીઓના જન્મપ્રમાણમાં વધારો થાય,
દીકરીઓનો શિક્ષણનો ડ્રોપઆઉટ રેશિયો ઘટે તે મુખ્ય હેતુ છે.
લાભાર્થી ગુજરાત રાજ્યની દીકરીઓ
મળવાપાત્ર સહાય દીકરીને કુલ ત્રણ હપ્તામાં 1,10,000/- ની સહાય મળવાપાત્ર થાય
અરજી મોડ ઓફલાઈન

વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

  • દીકરી ગુજરાતની હોવી જોઈએ.
  • દીકરીનો જન્મ તારીખ:- 02/08/2019 ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ.
  • દીકરીના માતા-પિતાની સંયુક્ત આવક 2 લાખ કરતાં ઓછી હોવી જોઈએ.
  • બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતિની દીકરીઓને જ વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
  • દીકરી જન્મના 1 વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.

નોંધ:- કોઈ દંપતીને અપવાદરૂપ(ખાસ) કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતાં વધારે દિકરીઓનો જન્મ થાય અને દંપતિની દીકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને Vahali Dikri Yojana 2022 નો લાભ મળવાપાત્ર થશે.

વ્હાલી દીકરી યોજના હેઠળ મળવાપાત્ર લાભની વિગતો

Vahli Dikri Yojana Gujarat હેઠળ લાભાર્થીને કુલ ત્રણ હપ્તામાં લાભ આપવામાં આવે છે. લાભાર્થી દીકરીઓને ત્રણ હપ્તામાં કુલ 1,10,000/- (એક લાખ દસ હજાર) સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે.

પ્રથમ હપ્તો લાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવે તે વખતે
રૂ. 4000/- નો લાભ આપવામાં આવે છે.
બીજો હપ્તો લાભાર્થી દીકરી જ્યારે ધોરણ-9 માં પ્રવેશ મેળવે ત્યારે
રૂ. 6000/- મળવાપાત્ર થશે.
ત્રીજો હપ્તો દીકરી 18 વર્ષની ઉંમર થાય તેને ઉચ્ચ શિક્ષણ કે લગ્ન સહાય તરીકે
કુલ 100000/- (એક લાખ) ની સહાય આપવામાં આવશે.
પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.
આ પણ વાંચો : આ યોજના અંતર્ગત ધંધા માટે સાધન સહાય આપવામાં આવશે

વ્હાલી દીકરી યોજનાનો સ્વ-ઘોષણા માટેનો નમૂનો

સામાન્ય વહીવટ વિભાગના ઠરાવથી રાજ્યમાં વિવિધ વિભાગોમાં એફિડેવિટની પ્રક્રિયામાં સુધારો કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં જુદા-જુદા વિભાગો દ્વારા સોગંદનામાની પ્રક્રિયા રદ કરીને સ્વ-ઘોષાણા (Self-Declaration) ની પ્રક્રિયા દાખલ કરવામાં આવી છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, વ્હાલી દીકરી યોજનાની સોગંદનામા ની જોગવાઈ માં સુધારા બાબતનો વ્હાલી દીકરી યોજના ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે.

જેનો ઠરાવ ક્રમાંક: મસક/132019/1181/અ(પા.ફા.), તા:04/04/2022 દ્વારા સોગંદનામું પ્રક્રિયા રદ કરેલી છે. હવે પછી વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે સમક્ષ અધિકારી કરવાના થતાં સોગંદનામાને બદલે નિયત નમૂનામાં સ્વ-ઘોષણા (Self-Declaration) કરવાનું રહેશે.

વ્હાલી દીકરી યોજનાનું અરજીપત્રક

મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત દ્વારા વ્હાલી દિકરી યોજનાનું ફોર્મ બહાર પાડવામાં આવેલું છે. અરજદારો વ્હાલી દીકરી યોજના નું ફોર્મ નીચે આપેલી જગ્યાએથી વિનામૂલ્યે મેળવી શકાશે.

  • ગ્રામ કક્ષાએ આંગણવાડી કેન્દ્રમાંથી વ્હાલી મહિલા યોજનાનું ફોર્મ વિનામૂલ્યે
  • વ્યક્તિ કક્ષાએ “કલિત વિકાસ અધિકારીશ્રી (આઈસીડીએસ)” ની સંચય અહીંથી વહલી દીકરી યોજનાનું અરજીપત્રક મફત મેળવે છે.
  • પોલીસ કક્ષાએ મહિલા અને અધિકારી શ્રીનીક્ષાએ, મફતમાં અરજી ફોર્મ આપી શકશે.
HomePageClick Here

1 thought on “વ્હાલી દીકરી યોજના : આ યોજના અંતર્ગત દીકરીને ત્રણ હપ્તામાં 1,10,000/- ની સહાય મળશે”

Leave a Comment