રૂ ની દિવેટ બનાવવાના મશીન સહાય યોજના દ્વારા મશીનની ખરીદી પર મળશે રૂ. 20 હજાર સુધીની સહાય

WhatsApp Group Join Now

Telegram Group Join Now

ગુજરાત રાજ્ય સરકાર દરેક નાગરિકો અને વર્ગો માટે સહાય યોજના બહાર પાડતી હોય છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માનવ ગરિમા યોજના બહાર પાડવામાં આવેલ છે. જેના ઓનલાઈન ફોર્મ e-Samaj Kalyan પર ભરાય છે. જ્યારે કમિશ્નર કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા Manav Kalyan Yojana 2023 ના ઓનલાઈન ફોર્મ ચાલુ કરવામાં આવેલા છે.

માનવ કલ્યાણ યોજના અંતર્ગત કુલ 27 પ્રકારના સાધન સહાય આપવામાં આવે છે. જેમાં બ્યુટી પાર્લર કીટ સહાય યોજના, પ્રેસર કુકર સહાય યોજના, મફત સિલાઈ મશીન યોજના, મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના, ઘરઘંટી સહાય યોજના તથા પેપર કપ અને ડીશ બનાવવા માટે મશીન યોજના વગેરે ચાલે છે. આજે આપણે હેર કટીંગ કીટ સહાય યોજના વિશે માહિતી મેળવીશું.

રૂ ની દિવેટ બનાવવાના મશીન સહાય યોજના

સમાજના પછાત અને આર્થિક રીતે નાગરિકોને નવો ધંધો અને રોજગાર મેળવે તે ખૂબ જરૂરી છે. એટલા માટે માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. રૂ ની વાટ બનાવવાનું મશીન સહાય યોજનાનો લાભ કોને મળશે ? આ લાભ કેવી રીતે અને શું મેળવી શકાશે? તેના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે ? કેવી રીતે અરજી કરવાની રહેશે? તેની માહિતી આ આર્ટિકલ દ્વારા વિગતવાર મેળવીશું.

રૂ ની દિવેટ બનાવવાના મશીન સહાય યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામ રૂ ની દિવેટ બનાવવાના મશીન સહાય યોજના
મળવાપાત્ર લાભ આ યોજના હેઠળ સખી મંડળોને રૂ ની વાટ
બનાવવાનું મશીનની સહાય આપવામાં આવે છે.
મળવાપાત્ર સહાય રકમ રૂપિયા 20000/- ની રૂ ની વાટ બનાવવાનું મશીન
પાત્રતા નક્કી થયેલી આવક મર્યાદા ધરાવતા તથા BPL કાર્ડ ધરાવતા સમાજના નબળા વર્ગને
આ પણ વાંચો : IKDRC ભરતી 2023 : 10મી પાસ પર જુનિયર ક્લાર્ક તેમજ અન્ય વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

રૂ ની દિવેટ બનાવવાના મશીન સહાય યોજનાનો હેતુ

રાજ્યના તમામ નાગરિકો સ્વ-રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે. Manav Kalyan Yojana Online હેઠળ અલગ-અલગ સાધન સહાય આપવામાં આવે છે. યુવાનો, મહિલાઓ અને વિવિધ સખીમંડળો વગેરે પોતાના આવડત અનુસાર નવો ધંધો કે વ્યવસાય કરે તે ખૂબ જરૂરી છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા સખીમંડળોને રૂ ની વાટ બનાવવાનું મશીનો/સાધનો આપવામાં આવે છે. એટલે કે આ યોજના હેઠળ Cotton Wick Making Machine આપવામાં આવે છે. જેથી ગ્રામ્ય વિસ્તારની સખી મંડળની મહિલાઓ નવો વ્યવસાય કરી શકે.

યોજના હેઠળ મળવાપાત્ર લાભ

માનવ કલ્યાણ યોજના 2023 હેઠળ લાભાર્થીઓને અલગ-અલગ સાધન સહાય આપવામાં આવે છે. જેમાં રૂ ની વાટ બનાવવાનું મશીન યોજના હેઠળ સખીમંડળની બહેનોને નવો ધંધો ચાલુ કરવા માટે “રૂ ની વાટ બનાવવાનું મશીન” સહાયરૂપે આપવામાં આવે છે. આ સાધન સહાય યોજનામાં 20000/- રૂપિયાની કિંમત કીટ આપવામાં આવે છે.

આવશ્યક દસ્તાવેજ

માનવ કલ્યાણ યોજના હેઠળ અલગ-અલગ સાધનો વિનામૂલ્યે આપવામાં આવે છે. રૂ ની વાટ બનાવવાનું મશીન મેળવવા માટે કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી દ્વારા અગાઉથી ડોક્યુમેન્‍ટ નક્કી કરેલા છે. ઓનલાઈન અરજી કરતી વખતે ડોક્યુમેન્‍ટ અપલોડ કરવાના રહેશે. જે નીચે મુજબના રહેશે.

  • સખી મંડળની સ્થાપના કરેલ હોય તેના પ્રમાણપત્રો
  • સખીમંડળની બેંક પાસબુક
  • સખીમંડળમાં સમાવેશ મહિલાઓની વિગતો
  • સખીમંડળનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ
  • પ્રમુખનું આધારકાર્ડ આધારકાર્ડની નકલ
આ પણ વાંચો : UMANG App : આ એપ દ્વારા તમે ઘરે બેઠા કરી શકશો આ કાર્યો

અરજી કઈ રીતે કરવી

Manav Kalyan Yojana Online Form અને તેના જેવી સ્વ-રોજગારલક્ષી યોજનાનો લાભ લેવા માટે ઈ-કુટીર પોર્ટલ પર Online Application કરવાની હોય છે. e-Kutir Portal પર વિવિધ સાધન સહાય માટે કેવી રીતે કરવું તેની Steps by Steps માહિતી નીચે મુજબ છે.

  • સૌથી પહેલાં Google માં “e-Kutir Portal” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં કમિશ્નર કુટીર અને ગ્રામોદ્યોગની Official Website “e-Kutir Portal” ખૂલશે.
  • ઈ-કુટીર પોર્ટલ પર ક્લિક કરતાં હવે “માનવ કલ્યાણ યોજના” પહેલી યોજના દેખાશે.
  • E Kutir Portal પર જો તમે અગાઉ User Id અને Password બનાવેલ હોય તો “Login to Portal” કરવાનું રહેશે.
  • લોગીન કર્યા બાદ Manav Kalyan Yojana 2023 નામની અલગ-અલગ યોજના બતાવશે..
  • જેમાં યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં “વ્યક્તિગત માહિતી (Personal Detail) માં તમામ માહિતી ભરીને “Save & Next” પર ક્લિક આપવાનું રહેશે.
  • હવે ખાસ સખીમંડળના ડોક્યુમેન્‍ટના આધારે ” રૂ ની વાટ બનાવવાનું મશીન યોજના” માટે અરજી સિલેક્ટ કરવાનું રહેશે.
  • રૂ ની વાટ બનાવવાનું મશીન સહાય માટે સખીમંડળના રજીસ્ટ્રેશન તથા અન્ય તમામ વિગતો દાખલ કરવાની રહેશે.
  • અરજદારે હવે આધારકાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ, BPL ના ડોક્યુમેન્ટે અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે Document Upload કરવાના રહેશે.
  • ત્યારબાદ આપેલી નિયમો અને શરતો વાંચીને “Confirm Application” ક્લિક કરવાનું રહેશે.
  • છેલ્લે, ઓનલાઈન અરજીનો જે એપ્લિકેશન નંબર આવે તે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.

મહત્વપૂર્ણ લિન્ક

HomePage Click Here

Leave a Comment