કોચિંગ સહાય યોજના 2023: આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કોચિંગ માટે રૂ. 20 હજારની મળશે સહાય

WhatsApp Group Join Now

Telegram Group Join Now

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ અલગ-અલગ વિભાગો કાર્યરત છે. જેમાં નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ, નિયામક સમાજ સુરક્ષા, નિયામક વિકસિત જાતિ કલ્યાણ તથા અન્ય નિગમો વગેરે ચાલે છે. આ વિભાગો દ્વારા જુદા-જુદા વર્ગો માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ, આર્થિક સહાય યોજનાઓ ચાલે છે. જેમાં Director Scheduled Caste Welfare દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમ કે માનવ ગરિમા યોજના. આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ, ડૉ.આંબેડકર આવાસ યોજના, સ્પર્ધાત્મક તાલીમ સહાય તથા ઘણી બધી યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરાય છે.

કોચિંગ સહાય યોજના 2023

વિકસતી જાતિના વિદ્યાર્થીઓને, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને Coaching Sahay Yojana નો લાભ મળશે. જેમાં UPSC, GPSC, GSSSB, પંચાયત સેવા પસંદગી, સ્ટેટ કમિશન / બેંક / એલ.આઇ.સી / ગૌણ સેવા પસંદગી મંડળ / રેલ્વે ભરતી બોર્ડ / સ્ટાફ સિલેકશન કમિશન / દ્વારા લેવાતી વર્ગ -1, 2 અને 3 ની માટે લાભ આપવામાં આવશે. આ યોજના હેઠળ રાજય સરકાર તેમજ કેન્‍દ્ર સરકારની તમામ ભરતી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ કોણે મળશે?, કેવી રીતે કોચિંગ સહાય માટે અરજી કરવાની રહેશે, અરજી ક્યાં કરવાની રહેશે તે તમામ માહિતી મેળવીશું.

કોચિંગ સહાય યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામકોચિંગ સહાય યોજના  
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશવિકસતી જાતિના વિદ્યાર્થીઓને, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને કોચિંગ સહાય આપવી
આયોગનું નામનિયામક વિકસતી જાતિ કલ્યાણ
લાભાર્થીપાત્રતા ધરાવતા OBC તથા વિકસતી જાતિના વિદ્યાર્થીઓ
મળવાપાત્ર સહાયવિદ્યાર્થીઓને કોચિંગ સહાય યોજના હેઠળ એમના એકાઉન્ટમાં DBT દ્વારા રૂપિયા 20,000 (વીસ હજાર) ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થાય છે.  
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?e Samaj Kalyan Portal Online Application
Official Websitehttps://esamajkalyan.gujarat.gov.in/
આ પણ વાંચો : પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023: આ યોજના અંતર્ગત આવાસ માટે રૂ. 1,20,000 ની મળશે સહાય

કોચિંગ સહાય યોજનાનો હેતુ

રાજ્યના SEBC, વિચરતી વિમુકત જાતિના વિદ્યાર્થીઓ કે, જેમની આર્થિક પરિસ્થિતિ સારી નથી તેમને આ યોજના દ્વારા આર્થિક લાભ આપવાનો છે. આ યોજના થકી વિદ્યાર્થીઓ સારું કોચિંગ મેળવીને સરકારી નોકરીમાં જોડાઈ શકે તે મુખ્ય હેતુ છે. Coaching Assistance scheme નો લાભ મેળવીને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે તે અત્યંત જરૂરી છે.

કોચિંગ સહાય યોજનાની પાત્રતા

 • મૂળ ગુજરાતના વતની હોવો જોઈએ.
 • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ.
 • સરકારી ભરતીની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા ધરાવતા હોવા જોઈએ.
 • શૈક્ષણિક લાયકાતમાં 50% કે તેથી વધુ ગુણ ધરાવતા હોવા જોઇએ.
 • તાલીમાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.4.50 લાખ કે તેથી ઓછી હોવી જોઇએ.
 • તાલીમાર્થીએ સંસ્થા પાસેથી તાલીમની હાજરીનું પ્રમાણપત્ર મેળવી રજુ કરવાનું રહેશે.
 • આ યોજનાનો લાભ ફક્ત એક જ વાર મળવાપાત્ર થશે.
 • સંસ્થાના ત્રણ વર્ષના અનુભવ અંગેનું ચાર્ટડ એકાઉન્ટન્ટનું પ્રમાણપત્ર સંસ્થા પાસેથી મેળવીને રજુ કરવાનું રહેશે.

કોચિંગ સહાય યોજનાનો લાભ

ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર નિયામક વિકસતિ વિભાગ દ્વારા આ યોજના મૂકવામાં આવેલ છે. જેની ઓનલાઈન અરજી કરવાની રહેશે. રાજ્યના પાત્રતા ધરાવતા તાલીમાર્થીઓને રૂપિયા 20,000/- ની સહાય આપવામાં આવશે. આ સહાય વિદ્યાર્થીઓને DBT (Direct Benefit Transfer) દ્વારા એમના ખાતામાં ચૂકવવામાં આવશે.

આવશ્યક દસ્તાવેજ

 • ઓનલાઈન એપ્લિકેશન
 • આધારકાર્ડ
 • જાતિ અંગેનું પ્રમાણપત્ર
 • ક્રિમિલિયર સર્ટિફિકેટ
 • રહેઠાણ અંગેનો પુરાવો
 • ધો. 10, ધો.-12 અને સ્નાતક પાસ કરેલ છેલ્લી માર્કશીટ જેમા ટકાવારીની ગણતરી કરી શકાય તેવા પ્રમાણપત્રો
 • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક
 • જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણપત્ર
 • ફી ની પોંહચ (GST No. સહિત)
 • આવકનો દાખલો
આ પણ વાંચો : મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2023: મહિલાઓ અને તેમના બાળકોને પોષણ માટે મળશે લાભ

અરજી કઈ રીતે કરવી

કોચિંગ સહાય યોજનાનો લાભ લેવા માટે તેની ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.Coaching Sahay Yojana Online Application કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

 • સૌપ્રથમ Google ખોલવાનું રહેશે. તેમાં “E-Samaj Kalyan” ટાઈપ કરવાનું રહેશે.
 • ઈ સમાજ કલ્યાણ વિભાગની ઓફિશિયલ વેબસાઈટ ખુલશે.
 • જેના Home Page પર જમણી બાજુ પર જવાનું રહેશે.
 • જેમાં તમે અગાઉ User Id બનાવેલ ન હોય તો “New User? Please Register Here!” પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યારબાદ User Registration Detail માં તમામ વિગતો ભર્યા બાદ “Register” પર ક્લિક કરવાનું રહેશે.
 • User Id બનાવ્યા બાદ Citizen Login માં તમારી User Id અને Password દ્વારા પર્સનલ પેજ ખોલવાનું રહેશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર સાઇટ Click Here
HomePage Click Here

Leave a Comment