બિન અનામત આયોગ દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે. આ આયોગ દ્વારા ભોજન બિલ સહાય, વિદેશ અભ્યાસ લોન, JEE Gujarat-NEET, કોચિંગ સહાય યોજના, શૈક્ષણિક આવાસ યોજનાઓ ચલાવવામાં છે. આ યોજનાઓનો લાભ Bin Anamat Aayog ની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન કરી શકાશે. પ્રિય વાંચકો આજે આપણે આ આર્ટિકલ દ્વારા કોચિંગ સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
કોચિંગ સહાય યોજના
બિનઅનામત વર્ગમાં સમાવેશ થયેલા વિદ્યાર્થીઓને આ નિગમની યોજનાઓનો લાભ મળશે. રાજ્યમાં આર્થિક રીતે નબળા પરંતુ તેજસ્વી બાળકોને વિજ્ઞાનપ્રવાહમાં વધુ અને સારા શિક્ષણ માટે આ આયોગનો ઉદ્દેશ રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા ધોરણ-11 અને 12 વિજ્ઞાન પ્રવાહ અભ્યાસ કરતા વિધાર્થીઓને આર્થિક મદદરૂપ થવાના હેતુથી ટ્યુશન સહાય યોજના (Coaching Sahay Yojana) અમલમાં મૂકવામાં આવેલ છે.
કોચિંગ સહાય યોજના – હાઇલાઇટસ
યોજનાનું નામ | કોચિંગ સહાય યોજના |
યોજનાનો ઉદેશ્ય | બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને કોચિંગ સહાય આપવી |
આયોગનું નામ | ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ |
લાભાર્થી | રાજ્યના ધોરણ–11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ |
મળવાપાત્ર સહાય | બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ટ્યુશન સહાય હેઠળ વિદ્યાર્થીઓના એકાઉન્ટમાં DBT દ્વારા પ્રતિ વર્ષ વાર્ષિક રૂપિયા 15,000 (પંદર હજાર) ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થાય છે. |
કોચિંગ સહાય યોજનાનો હેતુ
ગુજરાત રાજ્યના ધોરણ-11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. ગુજરાતના બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ આ પરીક્ષાનું સારામાં સારૂ કોચિંગ મેળવે તે ખૂબ જ જરૂરી છે. જેથી આ પરીક્ષાની તૈયારી માટે કોચિંગ ક્લાસમાં જોડનાર વિદ્યાર્થીઓને આ સહાય આપવામાં આવશે.
કોચિંગ સહાય યોજનાનો લાભ
Bin Anamat Aayog, Gandhinagar દ્વારા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ટ્યુશન સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓના એકાઉન્ટમાં DBT (Direct Benefit Transfer) દ્વારા પ્રતિ વર્ષ વાર્ષિક રૂપિયા 15000 (પંદર હજાર) ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થાય છે.
કોચિંગ સહાય યોજનાનો લાભ કોને મળે
રાજ્યમાં બિન અનામત વર્ગમાં આવતા વિદ્યાર્થીઓને Coaching Sahay Yojana નો લાભ મળે છે. આવા વિદ્યાર્થીઓ પાસે બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર ધરાવતા હોવું જોઈએ. ધોરણ- 10 માં 70% કે તેથી વધુ મેળવેલ હોય અને કોચિંગ કલાસમાં ભણતા હોય તેવા ધોરણ- 11 અને 12 ના વિજ્ઞાન પ્રવાહ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટ્યુશન સહાય આપવામાં આવે છે. ટ્યુશન સહાયની યોજનામાં શાળા / કોલેજમાં ભરેલ શિક્ષણ કે ટ્યુશન ફી મળવાપાત્ર નથી. શાળા કોલેજ સિવાય બહાર વધારાનુ ટયુશન લેવામાં આવે તે અન્વયેની રકમ સહાય તરીકે મળવા પાત્ર થાય છે .
કોચિંગ સહાય યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા
- ઓનલાઈન અરજીપત્રક (Online Application)
- આધારકાર્ડની નકલ (Aadhar Card)
- બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર (Bin Anamat Certificate)
- આવકનું પ્રમાણપત્ર (Income Certificate)
- રહેઠાણનો પુરાવો (Residency Proof)
- ધોરણ-10 ની માર્કશીટ (SSC Marksheet)
- ઉંમરનો પુરાવો (જન્મનું પ્રમાણપત્ર/ LC)
- અરજદારની બેંક પાસબુકની નકલ (Bank Passbook)
- આચાર્યનું વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસ અંગેનું સર્ટીફિકેટ (Principal Certificate)
- ટ્યુશન કલાસની વિગત (ભરેલ અને ભરવાપાત્ર ફી સાથે) (Tuition Fee Detail)
યોજનાનો લાભ લેવા માટે અરજી કઈ રીતે કરવી
- કોચિંગ સહાય યોજનાનો લાભ લેવા માટે તેની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. Coaching Sahay Yojana ની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ Google માં જઈને Bin Anamat Aayog ટાઈપ કરવાનું રહેશે.
જેમાં બિન અનામતની વેબસાઇટના Home Page પર Scheme Menu પર ક્લિક કરવી. - ત્યારબાદ Scheme Menu પર દેખાતી વિવિધ યોજનાઓમાં “Coaching Sahay Yojana ” પર ક્લિક કરવું.
- જેમાં “કોચિંગ સહાય યોજના” વિશે વિસ્તૃત માહિતી વાંચી લેવી. ત્યાર બાદ નીચે આપેલ Apply Now પર ક્લિક કરવાનું રહેશે.
હવે Apply Now ક્લિક કર્યા બાદ નવું પેજ ખુલશે જેમાં “New User (Register)?” પર ક્લિક કરો. - ત્યારબાદ Registration for Online Application System નામનું અલગ પેજ આવશે. જેમાં Email ID, Mobile Number અને Password નાખીને Captcha Code નાખવાનો રહેશે. ત્યારબાદ “Submit” બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ વિદ્યાર્થીઓએ “Already Register Click Here for Login?” પર ક્લિક કરવાનું રહેશે.
- Username, Password અને Captcha Code નાખીને Login કરવાનું રહેશે.
- હવે Login પર ક્લિક કરવાથી અલગ-અલગ યોજનાઓ દેખાશે. જેમાં જે યોજનામાં અરજી કરવા માંગતા હોય તેના પર Apply Now પર ક્લિક કરવાનું રહેશે.
આ ઓફિશિયલ વેબસાઈટ પર દેખાતી યોજના પર Apply Now કરવાથી તેમાં અરજદારની વ્યક્તિગર માહિતી ભરવાની રહેશે. - તથા બિન અનામત વર્ગના પ્રમાણપત્રની વિગત, કોચિંગ ક્લાસ, અને બેંકનો વિગત વગેરે ભરવાની રહેશે.
- ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાના કોચિંગ ક્લાસની તથા પોતાના સંપર્ક નંબરની માહિતી ભરીને “Save” કરવાની રહેશે.
- પછી વિદ્યાર્થીએ Save Photo and Signature & Upload Document પર ક્લિક કરીને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- ત્યારબાદ વિદ્યાર્થીએ યોજનામાં માંગ્યા મુજબના Document અપલોડ કરવાના રહેશે.
- તમામ માહિતી અને ડોક્યુમેન્ટ Upload કર્યા બાદ અરજીને Confirm Application પર ક્લિક કરવાની રહેશે. જેમાં તમારી અરજી કન્ફર્મ થઈ જશે.
- છેલ્લે, અરજી કન્ફર્મ થયા બાદ અરજી નંબર સુરક્ષિત જગ્યાએ નોંધી લેવાનો રહેશે.
મહત્વપૂર્ણ લીંક
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |