મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના : આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને 2લાખ સુધીની શિષ્યવૃત્તિ મળશે

ગુજરાત સરકાર મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના ઘણાં સમય થી ચલાવી રહી છે. અને આ યોજનાથી રાજ્યોના ઘણાં બધાં વિદ્યાર્થીઓને લાભ પણ મળ્યો છે. આ યોજના માટે તમે કેવી રીતે અરજી કરી શકશો. એમાં અરજી કરવા માટે અરજદાર પાસે શું પાત્રતા હોવી જોઈએ. આવેદક પાસે કયા દસ્તાવેજ હોવા જોઈએ?, અરજદાર આ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના માટે કેવી રીતે અરજી કરશે? તેની પ્રક્રિયા શું હશે આ પ્રકારની બધી જાણકારી અમે આ આર્ટિકલ માં આગળ આપી છે. તેના માટે તમારે આ લે ને છેલ્લે સુધી વાંચવું પડશે.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના

આ એક પ્રકાર ની શિષ્યવૃત્તિની યોજના છે. જેની શરૂઆત ગુજરાતના મુખ્યમંત્રીએ કરી છે. આ શિષ્યવૃત્તિ માટે એજ વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. જેમની આર્થિક પરિસ્થિતિ સારી નથી અને તેમને એન્જિનિયરિંગ, અથવા મેડીકલ લાઈનમાં જોવું છે, તો આ બધાં વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. આ યોજનામાં વિદ્યાર્થીઓને રૂપિયા 2 લાખ અથવા તેમની કોલેજની ટયૂશન ફી જેટલી શિષ્યવૃત્તિ મળશે. આ યોજનામાં અરજી કરવા માટે અરજદાર પાસે 80% થી વધારે પર્સેન્ટાઇલ પણ હોવા જરૂરી છે. તો ચાલો આપણે આ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના વિષે હજુ માહીતી એકત્ર કરીએ.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના – હાઇલાઇટસ

યોજનાનું નામ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના
યોજનાનો લાભ આ યોજનાથી ગુજરાતના ગરીબ વર્ગના પરિવાર જેમની પાસે પોતાનો ઉચ્ચ અભ્યાસ કરવા માટે કોઇ પણ રીતની આર્થિક સહાયતા નથી. એવાં વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર શિષ્યવૃત્તિ આપશે.
યોજનાનો હેતુ રાજ્યોના ગરીબ વર્ગના પરિવારને શિષ્યવૃત્તિ આપવી.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજનાનો હેતુ

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજનાનો એક હેતુ છે કે, ગુજરાત રાજ્યોના વિદ્યાર્થીઓને સારું ભરતણ મળી તે માટે આ સ્કોલરશીપ આપવામાં આવે છે. એના માટે ગુજરાત સરકાર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ પાસેથી અરજી મંગાવે છે.

આ સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

 • અરજદાર કોલેજના પહેલા વર્ષમાં અથવા કોલેજમાં ભણતો હોવો જોઈએ.
 • આ યોજના માટે અરજદાર ની વાર્ષિક આવક રૂપિયા 6 લાખ કે તેથી ઓછી હોવી જોઇએ.
 • અરજી કરતી વખતે વિદ્યાર્થી પાસે એના પાછળના પરિક્ષાની માર્કશીટ હોવી જોઈએ.
 • અરજદારના ધોરણ 10 માં 80% કે તેથી વધુ હોવા જોઈએ.
 • અરજદાર ગુજરાતનો નાગરિક હોવો જોઈએ.
 • અરજદાર પાસે ચાલુ વર્ષનો આવકનો દાખલો હોવો જોઇએ. ત્યારે જ અરજદાર આ યોજના માટે અરજી કરી શકશે.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજનાનો લાભ

 • આ યોજનામાં SC અને ST તથા OBC કેટેગરીના વિદ્યાર્થીઓને પણ લાભ મળશે.
 • મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના નો લાભ કોલેજ કરતા વિદ્યાર્થીઓને જ મળશે.
 • MYSY Scholarship 2022 નો લાભ ગરીબ વર્ગના પરિવારને મળશે.
 • જે વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ સારી નથી,એવા વિધાર્થીઓને પણ આ યોજનાનો લાભ મળશે.
 • આ યોજનાનો લાભ B.E, ફાર્મસી, નર્સિંગ, MBBS એના સિવાય અન્ય ડિગ્રી કરતા વિદ્યાર્થીઓને પણ આ યોજનાનો લાભ મળશે.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા

 • આવક નો દાખલો
 • જાતિનો દાખલો
 • આધાર કાર્ડ
 • અરજદારનું સ્વ-ઘોષણા પત્ર
 • અરજદારનું પ્રવેશ પત્ર
 • અરજદારના કોલેજ ની ફી રશીદ
 • અરજદારના હોસ્ટેલનું પ્રવેશપત્ર અને ફૂડ બિલ
 • પાસપોર્ટ સાઇઝ નો ફોટો

કોને કેટલી શિષ્યવૃત્તિ મળશે?

       આ સ્કોલરશીપ યોજના હેઠળ જુદા-જુદા અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને નીચે મુજબ સ્કોલરશીપ મળશે.

અભ્યાસક્રમસ્કોલરશીપની રકમ
મેડીકલ અને ડેન્ટલરૂપિયા 2 લાખ સુધીની શિષ્યવૃત્તિ
B.E, B.tech, B.pharmરૂપિયા 50 હજાર સુધી
ડિપ્લોમા કોર્સરૂપિયા 25 હજાર સુધી

યોજનાનો લાભ લેવા માટે અરજી કઈ રીતે કરવી

 • MYSY Scholarship 2022 માં અરજી કરવા માટે અરજદારને સૌથી પહેલાં એના ઓફિસિયલ વેબસાઈટ પર જોવું પડશે.
 • ત્યાં તમને Home Page પર જ Register 2022-23 નું બટન મળશે. તેમાં ક્લિક કરો.
 • જેમાં ક્લિક કરતા જ તમારી સામે ત્રણ ઓપ્શન ખુલી જશે, તેમાંથી તમારે Fresh Registration ના બટન પર ક્લિક કરી દેવાનું છે.
 • ત્યાર બાદ તમારી સામે એક અરજી કરવાનું ફોર્મ ખુલી જશે. તેમાં જે પણ જાણકારી માંગેલી છે, તે સારી રીતે ભરી દો.
 • ત્યાર બાદ Get Password ના બટન પર ક્લિક કરી દો.
 • તેનાં પછી એક પાસવર્ડ આવી જશે તેમાંથી તમે લોગીન કરી શકો છો.
 • આ રીતે તમે પહેલી વખત આ યોજના માટે આવેદન કરી શકો છો.

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર સાઈટ Click Here
HomePageClick Here

Leave a Comment