બ્યુટી પાર્લર લોન યોજના: આ યોજના અંતર્ગત બ્યુટી પાર્લરના સાધનોની ખરીદી માટે રૂ. 75 હજારની મળશે સહાય

WhatsApp Group Join Now

Telegram Group Join Now

ગુજરાત સરકારના આદિજાતિના સ્વરોજગાર યોજના હેઠળ બ્યુટી પાર્લર લોન આપવમાં આવશે. Beauty Parlour Loan Scheme 2022 ના અંતર્ગત ગુજરાતના આદિજાતિ વર્ગના નાગરિક માટે આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આદિજાતિના બહેનો અને ભાઈઓ બંને આ લોન માટે અરજી આપી શકે છે. ગુજરાતના જે લોકો આર્થિક રીતે નબળા છે અને પોતાની બ્યુટી પાર્લર ખોલવા માંગતા હોય તેવા ભાવુક લોકોને ગુજરાત સરકાર લોન આપશે.

પ્રિય મિત્રો આજે આપણે આ આર્ટિકલની મદદથી બ્યુટી પાર્લર લોન કેવી રીતે મળશે? શું તમે આ લોન માટે પાત્રતતા ધરાવો છો કે નહીં એ પણ આપણે આ આર્ટિકલ ની માધ્યમથી જાણીશું. એના સિવાય આપણે આ લોન માં અરજી કરવા માટે જે કોઈ જરૂરી દસ્તાવેજ જોઈસે તેના વિશે પણ જાણીશું. તો આ બધી જાણકારી સારી રીતે જાણવા આ પોસ્ટને છેલ્લે સુધી વાચવું.

બ્યુટી પાર્લર લોન યોજના

ગુજરાત આદિજાતિ નિગમ દ્વારા ઘણી બધી લોન યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમ કે યુવાધન માટે લેપટોપ સહાય યોજના, ખેડૂતો માટે ટ્રેકટર સહાય યોજના ચાલે છે. આ ઉપરાંત વિદેશ અભ્યાસ લોન, પોલ્ટ્રી ફોર્મ તથા તબેલા વગેરે માટે ધિરાણ ખૂબ ઓછા વ્યાજદર સાથે આપવામાં આવે છે. આ પોસ્ટના માધ્યમથી ગુજરાતનાં જે ભાઈઓ અને બહેનો બ્યુટી પાર્લર ખોલવા માંગે છે, પણ એ લોકોને કોઈ આર્થિક પૈસાની તકલીફ હોવાથી તેઓ પોતાનું બ્યુટી પાર્લરનું સ્ટાર્ટઅપ શરૂ નથી કરી શકતા એવા લોકોને ગુજરાત સરકાર આદિજાતિના સ્વરોજગાર યોજના હેઠળ લોન આપશે. આ લોન મેળવવા માટે Adijati Gujarat Website પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

બ્યુટી પાર્લર લોન યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામBeauty Parlour Loan Scheme 2022
આર્ટિકલની ભાષાEnglish અને ગુજરાતી
યોજનાનો ઉદ્દેશઅનુસુચિત જનજાતિ(ST) ના લોકો બ્યુટી પાર્લરનો
વ્યવસાય કરવો હોય તો આર્થિક ધિરાણ સહાય
આપવાનો મુખ્ય ઉદ્દેશ છે.
લાભાર્થીગુજરાતના અનુસુચિત જનજાતિના નાગરિકો
યોજના હેઠળ લોનની રકમઆ લોન યોજના હેઠળ બ્યુટી પાર્લરના વ્યવસાયના
સાધનોની ખરીદી માટે 75,000/-
લોન પર વ્યાજદરઆ ધિરાણ માત્ર 4% વ્યાજદર લોન સહાય
આપવામાં આવશે.

બ્યુટી પાર્લર લોન યોજનાનો ઉદેશ્ય

 • અનુસુચિત જનજાતિ(ST) ના લોકો બ્યુટી પાર્લરનો
 • વ્યવસાય કરવો હોય તો આર્થિક ધિરાણ સહાય
 • આપવાનો મુખ્ય ઉદ્દેશ છે.

યોજના હેઠળ મળવાપાત્ર લાભ

બ્યુટી પાર્લર લોન યોજનામાં વ્યાજદર કેટલો રહેશે તથા લાભાર્થીએ કેટલો ફાળો આપવાનો રહેશે તેની માહિતી નીચે મુજબ છે.

 • લાભાર્થીને રૂપિયા 75,000/- નું ધિરાણ મળશે.
 • આ ધિરાણ વાર્ષિક 4 ટકાના દરે ભરવાનું હોય છે.
 • આ લોનની પરત ચુકવણી 20 ત્રિમાસિક હપ્તામાં કરવાની રહેશે.
 • બ્યુટી પાર્લર ધિરાણ યોજના હેઠળ જો લોન પરત ચુકવવામાં વિલંબિત થશે તો 2% દંડનીય રહેશે.
 • અરજદારે બ્યુટી પાર્લર લોન મેળવવા માટે ધિરાણના 10% ફાળો આપવાનો રહેશે.

યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

જો તમે પણ આ લોન લેવા માંગતા હોય તો તમને ખબર હોવી જોઈએ કે તમે જે લોન માટે અરજી કરવાના છો તે લોન માટે તમે પાત્રતા ધરાવો કે નહિ તે જાણવું જરૂરી છે. તો ચાલો આપણે આ યોજના માટે પાત્રતા અને લાયકાત કેટલી હોવી જોઇએ એ બાબત વિશે થોડુ જાણી લઈએ.

 • અરજદાર આદિજાતિનો છે તે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
 • અરજદાર ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઇએ અને 55 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
 • અરજદાર પાસે આધારકાર્ડ હોવું જોઇએ.
 • અરજદાર પાસે ચૂંટણીકાર્ડ પણ હોવું જોઈએ.
 • અરજદારે જે બ્યુટી પાર્લરનો course નો અભ્યાસ કર્યો હોય તેનું પ્રમાણપત્રો.
 • અરજદારની વાર્ષિક આવક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 હોવા જોઇએ અને શહેરી વિસ્તાર માટે 1,50,000 હોવા જોઇએ.
 • અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઇએ.
 • બ્યુટી પાર્લર કે તેના લગતી સંસ્થા પાસેથી કામગીરી કર્યાનું અનુભવનું પ્રમાણપત્ર

લાભ લેવા માટેના આધાર પુરાવા

Adijati Nigam Gujarat દ્વારા બેરોજગાર લોકોને Beauty Parlour Scheme યોજના હેઠળ નવો વ્યવસાય ચાલુ કરવા માટે ધિરાણ આપવામાં આવે છે. અનુસુચિત જન જાતિના લાભાર્થીઓને આ લોન લેવા માટે નીચે ડોક્યુમેન્‍ટ આપવાના રહેશે.

 • અનુસુચિત જન જાતિ અંગેનું પ્રમાણપત્ર (સક્ષમ અધિકારીશ્રીનો દાખલો)
 • રેશનકાર્ડની નકલ
 • બેંક એકાઉન્‍ટની પાસબુક
 • આધાર કાર્ડની નકલ
 • બ્યુટી પાર્લરની તાલીમ અંગેનું પ્રમાણપત્ર
 • Beauty Parlour માં કામ કર્યાનું અનુભવનું પ્રમાણપત્ર
 • અરજદારે રજૂ કરેલ મિલકતનો પુરાવો (મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટીકાર્ડ જે તાજેતરનો તથા જમીનના 7/12 તથા 8-A અથવા બોજા વગરનો)
 • જામીનદાર-1 ના 7-12 તથા 8-A અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટીકાર્ડ
 • જામીનદાર-2 ના 7-12 તથા 8-A અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટીકાર્ડ
 • ધંધાનાં સ્થળ તરીકે દુકાન ભાડાની હોય તો તેની વિગતો જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર
 • જામીનદાર-1 નો રજૂ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
 • જામીનદાર-2 નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટClick Here
HomePageClick Here

1 thought on “બ્યુટી પાર્લર લોન યોજના: આ યોજના અંતર્ગત બ્યુટી પાર્લરના સાધનોની ખરીદી માટે રૂ. 75 હજારની મળશે સહાય”

Leave a Comment