બ્યુટી પાર્લર કીટ સહાય યોજના : આ યોજના અંતર્ગત બ્યુટી પાર્લર કીટ માટે રૂ. 11,800 સુધીની મળશે સહાય

WhatsApp Group Join Now

Telegram Group Join Now

ગુજરાત સરકાર દરેક નાગરિકો માટે સહાય યોજના બહાર પાડતી હોય છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માનવ ગરિમા યોજના બહાર પાડાવામાં આવેલ છે. આદિજાતિ વિભાગ દ્વારા બ્યુટી પાર્લર લોન યોજના ચલાવવામાં આવે છે. તાજેતરમાં કમિશ્નર કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા માનવ કલ્યાણ યોજના 2023 ના ઓનલાઇન અરજી ફોર્મ ચાલુ કરવામાં આવેલા છે. આ યોજના અંતર્ગત કુલ 28 પ્રકારના સાધન સહાય આપવામાં આવે છે. જેમાંથી 1 સાધન રદ કરવામાં આવેલ છે. કુલ 27 સાધનો માટે સહાય આપવામાં આવે છે. આજે આપણે બ્યુટી પાર્લર કીટ સહાય વિશે માહિતી મેળવીશું.

બ્યુટી પાર્લર કીટ સહાય યોજના

સમાજના પછાત અને આર્થિક રીતે નબળાં લોકો નવો ધંધો અને રોજગાર મેળવે તે ખૂબ જરૂરી છે. જેમાં Manav Kalyan Yojana 2023 હેઠળ વિવિધ સહાય આપવામાં આવે છે.બ્યુટી પાર્લર કીટ યોજનાનો લાભ કોને મળશે ? આ લાભ કેવી રીતે મેળવી શકાશે? તેના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે ? કેટલો લાભ અને શું સહાય મળશે? તેની માહિતી આ આર્ટિકલ દ્વારા વિગતવાર મેળવીશું.

બ્યુટી પાર્લર કીટ સહાય યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામ બ્યુટી પાર્લર કીટ સહાય યોજના
યોજનાનો લાભ લાભાર્થી બહેનોને બ્યુટી પાર્લરનો નવો
વ્યવસાય ચાલુ કરવા કીટ મળે છે
મળવાપાત્ર સહાય રકમ 11800/- ની સહાય મળશે.
મળવાપાત્ર સહાય નવો ધંધા અને વ્યવસાય ચાલુ કરવા માટે સાધન સહાય
આ પણ વાંચો : મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના : આ યોજના હેઠળ મોબાઈલ રીપેરીંગ માટે મળશે સાધન સહાય

બ્યુટી પાર્લર કીટ સહાય યોજનાનો હેતુ

રાજ્યના દરેક નાગરિકો રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે. માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. મહિલા પોતાના આવડત અનુસાર નવો બ્યુટી પાર્લર ચાલુ કરવું હોય, અને સાધનોની જરૂર હોય તો આ યોજના તમને સહાય આપશે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મફતમાં બ્યુટી પાર્લર કીટ આપવામાં આવે છે, જેથી મહિલાઓ નવો વ્યવસાય કરી શકે.

યોજના હેઠળ મળવાપાત્ર લાભ

માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. જેમાં બ્યુટી પાર્લર કીટ સહાય યોજના હેઠળ મહિલાઓને નવો ધંધો ચાલુ કરવા માટે “બ્યુટી પાર્લર કીટ” રૂપે સાધન સહાય આપવામાં આવે છે. આ સાધન સહાય યોજનામાં 11800/- રૂપિયાની કીટ આપવામાં આવે છે.

આવશ્યક દસ્તાવેજ

માનવ કલ્યાણ યોજના હેઠળ જુદા-જુદા સાધનો વિનામૂલ્યે આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી દ્વારા અગાઉથી ડોક્યુમેન્‍ટ નક્કી કરેલા છે. ઓનલાઈન અરજી કરતી વખતે ડોક્યુમેન્‍ટ અપલોડ કરવાના રહેશે. જે નીચે મુજબના રહેશે.

 • લાભાર્થીએ બ્યુટી પાર્લરની તાલીમ મેળવી હોય તો તેનું પ્રમાણપત્ર
 • બ્યુટી પાર્લર તાલીમ મેળવેલ હોય તો અનુભવ અંગેનું પ્રમાણપત્ર
 • લાભાર્થીનું રેશનકાર્ડ
 • અરજદારનો ઉંમર અંગેનો પુરાવો
 • લાભાર્થીની જે જાતિનો હોય તે અંગેનો દાખલો (સરકાશ્રી દ્વારા માન્ય કરેલ અધિકારીશ્રીનો)
 • ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર સાથેનો દાખલો / શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ
 • આવકનો દાખલો (સમક્ષ અધિકારીશ્રીનો)
 • ધંધાના અનુભવનો દાખલો
 • ચૂંટણી ઓળખપત્રની નકલ
 • લાભાર્થીની આધારકાર્ડની નકલ
આ પણ વાંચો : UMANG App : વિવિધ સરકારી સેવાઓની માહિતી માત્ર એક જ એપમાં

અરજી કઈ રીતે કરવી

માનવ કલ્યાણ યોજના અને તેના જેવી સ્વ-રોજગારલક્ષી યોજનાનો લાભ લેવા માટે e-Kutir Portal પર Online Arji કરવાની હોય છે. ઈ-કુટીર પોર્ટલ પર વિવિધ સાધન સહાય માટે કેવી રીતે કરવું તેની Steps by Steps માહિતી નીચે મુજબ છે.

 • સૌપ્રથમ Google માં “e-Kutir Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
 • જેમાં Commissioner of Cottage and Rural Industries ની અધિકૃત વેબસાઈટ e-Kutir Portal ખૂલશે.
 • ઈ-કુટીર પર ક્લિક કરતાં હવે “Manav Kalyan Yojana” પહેલી યોજના દેખાશે.
 • E Kutir Portal પર જો તમે અગાઉ User Id અને Password બનાવેલ હોય તો “Login to Portal” કરવાનું રહેશે.
 • લોગીન કર્યા બાદ Manav Kalyan Yojana નામની અલગ-અલગ યોજના બતાવશે..
 • જેમાં યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં “વ્યક્તિગત માહિતી (Personal Detail) માં તમામ માહિતી ભરીને “Save & Next” પર ક્લિક આપવાનું રહેશે.
 • હવે ખાસ તમારા અનુભવ અને અભ્યાસને ધ્યાનમાં રાખીને “બ્યુટી પાર્લર કીટ સહાય” માટે અરજી સિલેક્ટ કરવાનું રહેશે.
 • બ્યુટી પાર્લર કીટ માટે તમે જે અભ્યાસ કર્યો હોય તે પ્રમાણપત્ર તથા અનુભવના પ્રમાણપત્રોની વિગતો દાખલ કરો.
 • અરજદારે હવે આધારકાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ, BPL ના ડોક્યુમેન્ટે અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે Document Upload કરવાના રહેશે.
 • ત્યારબાદ આપેલી નિયમો અને શરતો વાંચીને “Confirm Application” ક્લિક કરવાનું રહેશે.
 • છેલ્લે, ઓનલાઈન અરજીનો જે એપ્લિકેશન નંબર આવે તે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર સાઇટ Click Here
HomePage Click Here

Leave a Comment